________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૬૮
કીધું ઐસા કરો કેમકે મોટા પંડિત ! મેં કહ્યું હમણાં આપણે પાકલાકમાં પાછા વળશું અને ગુરુદેવને તમે સીધો પ્રશ્ન કરજો. સમજી ગયા.! મોટા વિદ્વાન હોય તેને ગુરુદેવ સમાધાન કરે ને તો સમાધાન થઈ જાય. સ્તુતિ પૂરી થઈ અને પ્રશ્ન મૂક્યો એણે.
હૈ સાહેબ ! આજ તો એવી વાત આવી, બંધઅધિકારમાં ભાવબંધનું સ્વરૂપ ! સમકક્ષી પાપ! ૫૨ને જીવાડી શકું-મારી શકું. ૫૨ને સુખી-દુઃખી કરી શકું અને ૫૨ને જાણી શકું! સમકક્ષી મિથ્યાત્વ ભાવબંધ! આ વાત બંધ અધિકારમાં મૂકી. આ વાત બીજા કોઈ શાસ્ત્રોમાં છે નહીં, એવી અપૂર્વ વાત ! એટલે ત્રીજું નામ યથાર્થ છે એમનું !
ગુરુદેવે જવાબ આપ્યો અરે ! જે જ્ઞાન આત્માનું છે એને છોડીને એ ૫૨નું લક્ષ કરે છેધર્માસ્તિકાયનું તો એ તો અધ્યવસાન-મિથ્યાત્વ-મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન-મિથ્યાચારિત્ર થઈ ગયું !
એકાંત પરપ્રકાશક છે ને ઇન્દ્રિયજ્ઞાન, તે આત્માને જાણતું નથી, આત્માને જાણવાનું છોડીને ૫૨ને જાણે છે. (એ ઇન્દ્રિયજ્ઞાન ) આત્માને જાણવાનું છોડીને ૫૨ને જાણવા રોકાણું છે એમાં પાપની ઉત્પત્તિ થઈ છે, છે ધર્માસ્તિકાય એક તત્ત્વ, તે અપેક્ષાએ તેને શુભભાવ પણ કહેવાય, શુભભાવ છે પણ પાપની સાથે પુણ્ય આવ્યું. પાપની મુખ્યતા છે, પુણ્યની અહીં ગૌણતા છે. ઘણું-ઘણું આમાં (ભરેલું) છે આમખોલે તો ખબર પડે અને બહુબોલે તો હચમચાટ પણ સમાજમાં થઈ જાય! એટલે થોડું લખ્યું ઝાઝું કરીને જાણજો, બીજું શું કરીએ! અહા...હા ! હા, છ દ્રવ્યનો પ્રતિભાસ છે અતીન્દ્રિયજ્ઞાનમાં ! પ્રતિભાસ જુદી ચીજ છે ને લક્ષ જુદી ચીજ છે, આ તો લક્ષની મુખ્યતા છે, પ્રતિભાસની મુખ્યતા નથી. એ તો ૫રમાત્માને પણ છ દ્રવ્યનો ધર્માસ્તિકાય આદિનો પ્રતિભાસ છે એ હો પણ દોષ નથી કેમકે ઇન્દ્રિયજ્ઞાન એને જાણે છે. હું તો મારા આત્માને જાણું છું. આહા.....હા ! જ્ઞાનની પર્યાય એક ને ભાવ બે- ૫૨લક્ષીજ્ઞાન ને સ્વલક્ષીશાન !! જેટલું ૫૨સત્તાવલંબી જ્ઞાન છે એ બંધનું કા૨ણ છે!
ધર્માસ્તિકાયનો જે ગુણ છે, ગતિòતૃત્વ ! અધર્માસ્તિકાયનો ગુણ સ્થિતિòતુત્વ ! આકાશનો (ગુણ છે) અવગાહનહેતુત્વ! અને જીવનો ગુણ ઉપયોગ લક્ષણ. પુદ્દગલની વાત તો આવી ગઈ તો એ બધા જે ગુણો છે કહે છે કે એના ગુણોને જે જાણે છે તે ઇન્દ્રિયજ્ઞાન (મન ) જાણે છે. એ એમ કહેતા નથી કે ‘તું મને જાણ ' સિદ્ધભગવાનના આઠ ગુણ કહેતા નથી કે ‘તું મને જાણ ’ ધર્માસ્તિકાયનો ગુણ છે એ કહેતું નથી કે ‘તું મને જાણ ’, કાળદ્રવ્ય કહેતું નથી કે ‘તું મને જાણ' એનો ધર્મ-ગુણ એમ કહેતા નથી, પછી દ્રવ્યની વાત આવશે, પછી અંદરમાં એક ગુણ છે તેની વાત ચાલે છે, એ ગુણ એમ કહેતું નથી કે ‘તું મને જાણ’ અને આત્મા પણ, પોતાના સ્વભાવને જાણવાનું છોડી–જાણનારનું જાણવું છોડી' અને આત્માનું જ્ઞાન–સોય તો ખેંચાઈને ચુંબકપાષાણ તરફ જાય છે-પણ આ આત્માનું જ્ઞાન પદ્રવ્યોમાં ખેચાતું નથી, પોતાનું સ્થાન છોડતું નથી ને પરભાવમાં જતું નથી. આહાહા !
સમયે સમયે બાળગોપાળ સૌને ભગવાન આત્મા જણાય છે! એ જાણવાનું છોડીને,
ઇન્દ્રિયજ્ઞાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com