________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વોટc 2
૬૭
પ્રવચન નં. - ૫ કોઈ દિવસ જાયજ નહીં! આત્માનું લક્ષ પર ઉપર જતું નથી. હલી ગયા ભાઈ ! આ લે એવી વાત છે, મિથ્યાત્વનો નાશ થાય એની વાત છે!
જેને જેનું લક્ષ હોય તે જણાય અને જેને જેનું લક્ષ નથી તે ન જણાય. આત્મા ઉપર લક્ષ નથી ગયું અનંતકાળથી, માટે આત્મા જણાતો નથી. અને ઇન્દ્રિયજ્ઞાનનું લક્ષ પર ઉપર ગયું છે, મારું લક્ષ પર ઉપર જતું નથી મારું જ્ઞાન મને છોડીને, પરને જાણવા-પરનું લક્ષ કરવા જતું નથી એટલે એવા જ્ઞાનમાં રાગ-દ્વેષ-મોહની ઉત્પત્તિ થતી નથી.
અને જે ઇન્દ્રિયજ્ઞાન, પરનું લક્ષ કરીને (પરને) પોતાનું માને છે, એકત્વ કરે છે એ ઇન્દ્રિયજ્ઞાન સાથે અવિનાભાવ સંબંધ કષાયનો છે. અતીન્દ્રિયજ્ઞાનની સાથે, કષાયનો સંબંધ નથી. એની સાથે અવિનાભાવ કહેવો હોય તો વીતરાગતા સૂનો સંબંધ) છે. પણ રાગ, આત્માના લક્ષ રાગ થાય નહીં. અને આત્માના જ્ઞાનમાં પણ રાગ થાય નહીં. આહા....હા! કને જેનું લક્ષ હોય ઈ જણાય! તો ઇન્દ્રિયજ્ઞાનનું લક્ષ પર ઉપર છે તો એ પાંચ ઇન્દ્રિયો એ પરપદાર્થને વિષય કરે છે અને પ્રસિદ્ધ કરે છે અને છઠું મન એનું લક્ષ પણ પર ઉપર છે. મનનો વિષય આત્મા નથી. અહી... હા....હા !
રૂપી, અરૂપી બે કેમ કહ્યું મનનો વિષય? કે પુદ્ગલને વિષય કરે પણ ધર્માસ્તિકાયને તે વિષય કરે છે. અને ધર્માસ્તિકાયને જાણીને એમાં અધ્યવસાન પણ કરે છે. જો મન ધર્માસ્તિકાયને ન જાણતું હોય, તો ધર્માસ્તિકાયમાં મમત્વ એને થાત જ નહીં (પરંતુ ) ધર્માસ્તિકાયમાં મમત્વ થાય છે અને અને ભાવબંધ થાય છે. (સ. સાર.) બંધ અધિકારમાં આ વાત લખી છે.
આહા...! ગુરુદેવના સમયની વાત છે, બનાવ તો ઘણા બને ને એમના વખતમાં... મહાપુરુષ હતા અહાહા! મોટા-મોટા વિદ્વાનો અને મોટા ત્યાગીઓ પણ ત્યાં આવે (એમને) સાંભળવા, એમાં ફૂલચંદજી સિદ્ધાંતશાસ્ત્રી ત્યાં આવ્યા 'તા. બહુ વિદ્વાન આહાહા ! ગુરુદેવના ભક્ત અને બંધઅધિકાર ચાલે એ વખતે બપોરના ત્રણથી ચાર. એમાં એમ આવ્યું! આ મનનો વિષય રૂપી, અરૂપી બન્ને છે એ સિદ્ધ કરું છું.
એમાં એમ આવ્યું કે આ ધર્મદ્રવ્ય મને જણાય છે ને એને હું જાણું છું. કુંદકુંદઆચાર્ય ભગવાને કલમ ચલાવી “જેવી રીતે હું પરને મારી શકું છું એવો જે તારો અભિપ્રાય છે, એ હિંસા છે. એવી રીતે હું ધર્મદ્રવ્યને જાણું છું એ ભાવહિંસા થઈ-અધ્યવસાન છે. અને અંદર ખળભળાટ થઈ ગયો! ચાલુ વાંચનમાં તો પુછાય નહીં અને પુછવાનો કાળ (સમય) તો રાખ્યો તો રાતના-પ્રશ્નોત્તરનો ટાઈમ હતો એટલે મૌન થઈને સાંભળી લીધું. પછી સાંજે હું અને મુ. ખીમચંદભાઈ અને ફૂલચંદજી સિદ્ધાંતશાસ્ત્રી ત્રણેય જણાં જિંથરીને રસ્તે ફરવા જતાં હતાં, સાંજે જમ્યા પછી. તેમાં ફૂલચંદ સિદ્ધાંતશાસ્ત્રીએ પ્રશ્ન કર્યો કે લાલચંદભાઈ યે કયા બાત આયી ? (મેં કહ્યું) કયા આયી બોલો, તો કહે.છ દ્રવ્યકો જાનતા હૈ, ઈસમેં મિથ્યાત્વકા દોષ કયા આયા ?
આત્મા જ્ઞાતા હી હૈ ઔર વહ શેય હૈ, ઐસા કયું લિખા આચાર્ય ભગવાનને?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com