________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
SS
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
એ સિદ્ધની આઠગુણની અવસ્થા, એને બુદ્ધિ જાણે છે-મન જાણે છે. એ મનનો વિષય છે, આત્માના જ્ઞાનનો એ વિષય નથી, કેમ વિષય નથી? એનું કારણકે આત્માનું જ્ઞાન જે છે એને આત્માનું જ લક્ષ છે અને “જેને જેનું લક્ષ હોય તેને જ જાણે અને એ જ જણાયસિદ્ધાંત! અરે, એક સિદ્ધાંતને પકડી લ્યો ને પછી એપ્લાય કરો બધામાં શું કહ્યું? કે “જેને જેનું લક્ષ હોય એને જ ઇ જાણે ” અને એ જ આત્મા એમાં જણાય” પણ જેનું લક્ષ પર ઉપર નથી, સિદ્ધભગવાનના ગુણ ઉપર લક્ષ નથી, માટે આઠગુણને ભગવાન આત્મા જાણતો નથી! જરા વાત તો સૂક્ષ્મ છે! પણ આત્મા જ સૂક્ષ્મ છે ને! આત્મા જ સૂકમ છે!! તો એનો ઉપયોગ પણ સૂક્ષ્મ જ હોય ને!
અને (આત્માર્થી) સૂક્ષ્મ બોધનો અભિલાષી હોય. એ એક એનું બહિર્ભત લક્ષણ છે. લક્ષણ તો છે પણ બહિર્ભત લક્ષણ છે. અંતરભૂત લક્ષણ એ નથી. એ એમ કહે-હે (સદ્ધ) ગુરુ! હજી કંઈક હોય તો આપી ઘો, અમે સૂક્ષ્મ તત્ત્વ ઝીલવા માટે આવ્યા છીએ, કાંઈ બાકી રાખશો મા..... સાંભળનારા શ્રોતા, તૈયાર છે આપની વાણી અને વાણીના ભાવને ઝીલવા માટે, એવા નિકટવર્તી શિષ્ય પ્રશ્ન કર્યો છે, એને ઉત્તર (સદ્ગુરુ) આપે છે કે સાંભળ! સિદ્ધભગવાનના આઠ ગુણ, સિદ્ધભગવાન તારાથી ભિન્ન છે કે અભિન્ન? કે સાહેબ, એ તો ભિન્ન છે.
તો કહે છે કે એને જાણનારું એક મન છે–બુદ્ધિ (છે) તે એને જાણે છે. ઇ એને કેમ જાણે છે? કે એનું લક્ષ પર ઉપર છે એટલે એનો વિષય પર જ હોય, સિદ્ધભગવાન પર છે. આ જીવની અપેક્ષાએ સિદ્ધપરમાત્મા, એ પરમાત્મા પૂજનિક છે, નમો અરિહંતાણું, નમો સિદ્ધાણં નમસ્કાર કરું છું સર્વ સિદ્ધોને-ત્રિકાળવર્તી સિદ્ધોને નમસ્કાર કરું છું, પણ એ નમસ્કાર કરે છે કોણ? આહા ! ઇન્દ્રિયજ્ઞાન નમસ્કાર કરે છે !
જો અતીન્દ્રિયજ્ઞાન એને નમસ્કાર કરતું હોય તો એ વખતે એને શુદ્ધભાવ ઉત્પન્ન ન થવો જોઈએ. ન્યાય સમજાય છે? (પંચપરમેષ્ઠીને) નમસ્કાર કરતી વેળાએ તો શુભભાવ થાય છે ને! તો અતીન્દ્રિયજ્ઞાનમાં શુભભાવનો જન્મ ન હોય, અતીન્દ્રિયજ્ઞાનને પરનું અવલંબન ન હોય પરનું લક્ષ જ ન હોય, સર્વથા સ્વનું લક્ષ હોય છે. અને ઇન્દ્રિયજ્ઞાનનું લક્ષ સર્વથા પર હોય છે. એ પરનું લક્ષ કરે છે ઈન્દ્રિયજ્ઞાન તેથી એના ભાગમાં શુભભાવ ઉત્પન્ન થાય છે.
“મારો આત્મા મને લક્ષ કરીને જાણે છે, તો અમારા ભાગમાં તો વીતરાગતા પ્રગટ થાય છે” આહ......! અમારા ભાગમાં રાગ પ્રગટ થતો નથી. ભાવ બેય જુદા છે. આહ....! જેને જેનું લક્ષ હોય, તેને તેજ પદાર્થ જણાય. જેને જેનું લક્ષ ન હોય એને એ પદાર્થ ન જણાય !!
અનાદિ કાળથી આત્માનું લક્ષ નથી કરતો, તો એને આત્મા નહીં જણાય! પછી કહે છે અમને કેમ સમ્યગ્દર્શન થતું નથી ? કે તારું લક્ષ આત્મા ઉપર ક્યાં છે? તારું લક્ષ તો પર ઉપર છે અને પર ઉપર લક્ષ કરનારું ઈન્દ્રિયજ્ઞાન છે, એને તું માને છે કે મારું લક્ષ પર ઉપર છે, પણ તારું લક્ષ પર ઉપર નથી કેમકે ઇન્દ્રિયજ્ઞાન તારું નથી, એટલે તારું લક્ષ પર ઉપર જતું જ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com