________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૬૫
પ્રવચન નં. - ૫
આહા...હા ! ( સાધકને) બે પ્રકારના વ્યાપાર ચાલુ છે. જેમ અસ્થિરતાનો રાગ છે ને એમ અસ્થિરતાજનક ઇન્દ્રિયજ્ઞાન છે, એ અસ્થિરતાનો ભાગ છે. એ જીવની જાત નથી. એ જ્ઞેયની જાત છે એ ઇન્દ્રિયજ્ઞાન !
એવી અપૂર્વ ગાથા-મોટા દિવસો છે માંગલિક એમાં ગાથા આવી છે. કોઈને એમ લાગે કે જાણે ( સાધકને ) ઇન્દ્રિયજ્ઞાનનો અભાવ થઈ જતો હશે, ( પરંતુ ) ઇન્દ્રિયજ્ઞાનનો અભાવ થતો નથી, રાગનો ય અભાવ થતો નથી. ‘રાગના રાગનો અભાવ થાય ’ ‘ અને ઇન્દ્રિયજ્ઞાનમાં એકત્વબુદ્ધિ, એનો અભાવ થાય ’ પણ ઇન્દ્રિયજ્ઞાનનો અભાવ ન થાય. દૃષ્ટિમાં અભાવ થઈ ગયો, પણ દશામાં ઇન્દ્રિયજ્ઞાન થોડું રહી ગયું અને થોડું અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થઈ ગયું ! આહા... ! આ ચોથાગુણસ્થાનથી આ સ્થિતિ થાય છે.
હવે, આપણે અત્યાર સુધી તો પાંચ ઇન્દ્રિયના વિષયની વાત ચાલી-સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ને શબ્દ એ પુદ્દગલની અવસ્થાઓ છે. અને એને જાણનારી પાંચ ભાવ ઇન્દ્રિય છે. ભાવઇન્દ્રિય કહો કે ઇન્દ્રિયજ્ઞાન કહો એક જ વાત છે.
આ (શરી૨નો અવયવ ) દ્રવ્યઇન્દ્રિય છે ને જે (જ્ઞાનનો) ઉઘાડ છે. તેને ભાવઇન્દ્રિય કહેવામાં આવે છે. આ બેયથી ભિન્ન અતીન્દ્રિયજ્ઞાનમયી આત્મા અંદરમાં જુદો છે અને તેનું લક્ષ કરતાં એક અતીન્દ્રિયજ્ઞાન જાત્યંતર જ્ઞાન પ્રગટ થાય, તેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે !!
એ પાંચ ( ઇન્દ્રિયોની ) સ્થૂળ વાત તો થઈ ગઈ, પુદ્દગલ પોતે સ્થૂળ છે અને પાંચ ઇન્દ્રિયો પણ સ્થૂળ છે. પણ હવે એક મન જે છે મન, એ મનનો વિષય રૂપી-અરૂપી બેય છે. પાંચ ઇન્દ્રિયોનો વિષય તો એકલો રૂપીપદાર્થ છે એ રૂપીને જ જાણે, અરૂપીને ન જાણે પાંચ ઇન્દ્રિયો પણ એક મન છે મન, ભાવમન. એનો વિષય રૂપી-અરૂપી બન્ને છે. એ બેયને વિષય કરે છે.
એ હવે, વાત ચાલુ થાય છે. જુઓ! નીચેથી ત્રીજી ગાથા છે. (દસમાંથી ) આઠમી
ગાથા છે.
"
અશુભ અથવા શુભ ગુણ તને એમ નથી કહેતા કે: ‘તું મને જાણ' ગુણ, ગુણ (કહ્યા ને!) જેમ કે અનંતા જીવો છે અને અનંતા જીવોની વિશેષ પર્યાય છે-એ પર્યાયને ગુણ કહેવાય, એ પર્યાય વિકારી હોય કે અવિકારી પણ તેને પણ ગુણ કહેવાય !
એ અનંતા જે જીવો છે, એમાં અનંતી પર્યાયો જે થાય છે-એ બુદ્ધિનો વિષય છેમનનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. જેમકે અનંતા જીવો છે ને! એમાં આપણે અનંતા સિદ્ધ લ્યો ! ને અનંતાનંત નિગોદના જીવ લ્યો, વચ્ચે બધાં (બીજા) આવી જાય! જે અનંતા સિદ્ધ પરમાત્મા થઈ ગયા ને! એમાં આઠ ગુણ પ્રગટ છે. અરિહંત ના છેતાલીસ અને સિદ્ધના આઠ કુલ ચોપન થયા ને....એ ગુણ એટલે પર્યાય, સિદ્ધની આઠ પર્યાય પ્રગટ થાય છે એ ગુણ શબ્દે કહેવાય છે. એવી જે આઠ પર્યાયથી સિદ્ધ પરમાત્માનો આત્મા ભિન્ન છે. પ્રમાણજ્ઞાનથી બહાર પદાર્થ છે, એનો પ્રવેશ આત્મામાં નથી, એટલે ભિન્ન છે. અત્યંત ભિન્ન છે દ્રવ્યે ભિન્ન, ક્ષેત્રે ભિન્ન, કાળે ભિન્ન, ભાવે ભિન્ન-ચોતરફથી ભિન્ન છે!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com