________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૭૨
એ બુદ્ધિગોચર ગુણને જાણવા જતો નથી. એ બુદ્ધિગોચ૨ ગુણ છે, જ્ઞાનગોચર નથી. ચૌદમાર્ગણા સ્થાન જીવસમાસ ( બુદ્ધિગોચર છે) કહ્યું તું ને કે સૂક્ષ્મ વાત આવશે હવે ! ( શ્રોતાઃ ) પણ મીઠી છે. (ઉત્ત૨:) અહીંયાં પણ મિઠાઈ આપે છે ને! સાંભળ્યું ' તું, મીઠું મોઢું બધાને કરાવે છે.
આહા....હા! શું કહે છે! કે ચૌદમાર્ગણા સ્થાન, ગુણ સ્થાન તેને જાણવા તો જોઈએ ને! આહા..... હા ! ક્યાં તારું વજન ગયું? એ ગુણસ્થાન, માર્ગણાસ્થાન એ વિભાવ છે આત્મા નો ત્રિકાળ સ્વભાવ..નથી. ક્ષણિક પર્યાય છે અને એ પ્રગટ થાય છે માટે મને એ બધા પર દ્રવ્ય છે.
શું કહ્યું? એ પર્યાયો પ્રગટ થાય છે ને! નવ તત્ત્વો ઉત્પન્ન થાય છે ને! પ્રગટ છે તે સ્વદ્રવ્ય છે અને ‘પ્રગટ થાય છે તે' પરદ્રવ્ય છે કેમકે પ્રગટ થાય છે. (પર્યાયો ) સમયવર્તી ! એ ગુણો એમ કહેતા નથી કે ‘તું મને જાણ' અને આત્મા પોતાને જાણવાનું છોડીને, એ ચૌદગુણસ્થાન, માર્ગણાસ્થાનને (જીવસમાસને) જાણવા જતો નથી.
ઈ કેમ જાણવા જતો નથી ? અહીંયાં જાણવાનું કેમ છોડતો નથી? અને ૫૨ને કેમ જાણવા જતો નથી ? એનો ન્યાય આપ્યો કે એ કહેતાં નથી કે તું મને જાણ! અને આત્મા પોતાના સ્વભાવને છોડીને એને જાણવા જાય, તો તો અજ્ઞાની થઈ જાય.
.
આ તો અજ્ઞાનનો કેમ નાશ થાય એની ગાથા છે. આહા...હા ! એ કહેતા નથી કે તું મને જાણ, અને આત્મ પણ ‘બુદ્ધિગોચર ગુણને ' જ્ઞાનગોચર નથી ચૌદ ગુણસ્થાન, માર્ગણાસ્થાન (શ્રોતાઃ) બરોબર, બરોબર (ઉત્ત૨:) એ જ્ઞાનગોચ૨ નથી. બુદ્ધિગોચર એટલે મનનો વિષય છે ! આત્માના જ્ઞાનનો વિષય એ નથી.
આત્માના જ્ઞાનનો વિષય તો એકલો સામાન્ય ! સામાન્ય ! સામાન્ય ! સામાન્ય ને અવલોતો ને વિશેષને નહીં અવલોતો! આહા....! વિશેષનું અવલોકન મને નથી. કેમકે વિશેષોને –પર્યાયભેદોને-ગુણોને-ઈ ઇંદ્રિયગોચર છે, બુદ્ધિગોચર છે, એ જ્ઞાનગોચર નથી.
ઈ મેં તને બતાવ્યું....કે ઇંદ્રિય ( જ્ઞાન ) એને જાણે છે, તું એને જાણતો નથી, છતાં ‘ઉપશમને પામતો નથી! હું એને જાણું છું, !! (એમ જ રટણ કરે છે?)
શું કહ્યું ? જેમ કર્તાબુદ્ધિવાળો, કર્તાબુદ્ધિ નહોતો છોડતો, ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો કે ‘આ પરિણામ જે થાય છે એનો હું કર્તા નથી અને આપ કહો છો કે આત્મા અકર્તા છે, તો મને કાંઈ ન્યાય, યુક્તિ આપો તો હું માની લઉં આપની વાત. મને કાંઈ માનવામાં વાંધો નથી. પણ અત્યાર સુધી તો મને એમ ભાસ્યું છે ‘કે આ પરિણામને હું જ કરું છું-આત્મા જ કરે છે. ૫૨ કરે છે એ શલ્ય તો નીકળી ગયું છે. હું સાંખ્યમતી નથી, હું તો જૈનમતી છું.
એ જૈનમતમાં આવ્યો પણ તું જૈન થયો નથી. કેમકે પરિણામ સ્વતંત્ર થયા કરે છે થવાયોગ્ય થાય છે-એનાં ષટ્કા૨ક થી થાય છે - કર્તાકર્મનું અભેદ પર્યાયમાં છે. એને બદલે હું એને કરું છું પરિણામ ને...તારી બુદ્ધિ મિથ્યા છે. ત્યારે સાહેબ, તેને કોણ કરે છે-પરિણામને કૃપા કરીને જલ્દી હવે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com