________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૩
પ્રવચન નં. - ૫ બતાવો. મોડું થાય છે. તો હું કર્તબુદ્ધિ છોડી દઈશ, મને કાંઈ આગ્રહ નથી. પણ મને તમે કંઈક ન્યાય આપો,-લોજિક આપો-યુક્તિ આપો એમને એમ હું માની લઉં એવો, આપનો આ શિષ્ય નથી. હું આપનો શિષ્ય છું ને આપે મને શિખવાડયું છે કે અનુભવથી પ્રમાણ કરજે. હું આપનો શિષ્ય છું. કાચોપોચો બીજાનો શિષ્ય નથી.
ગુરુ ખુશી થઈ ગયા. વાહ! શિષ્ય તો પરીક્ષક લાગે છે બહુ સારું! આજ્ઞા પ્રધાની નથી પણ પરીક્ષા પ્રધાની છે. આમ જે મહારાજ! જે મહારાજ! ઈ કરવાવાળો નથી. કહે, સાહેબ ! જરા મને યુક્તિ આપો તો હું અકર્તા છું, પરિણામનો કર્તા નથી માની લઈશ!
ભાઈ સાંભળ! પરિણામનો કર્તા પરિણામ છે. આહા...હા..હા! તો પરિણામ, પરથી પણ ન થાય? કે નહીં. અને સ્વથી ન થાય? કે નહીં સ્વથી થાત તો પરિણામ પરાધીન થાત, સત્નો નાશ થાત! આત્મા એને કરે, તો ત્રિકાળ અકર્તા સત્નો નાશ થાય. એ અકર્તાપણું છોડે નહીં ને પરિણામ કોઈની અપેક્ષા રાખે નહીં. સ્વયં કૃત છે પરિણામ! થવા યોગ્ય થાય છે. આહા...! શિષ્ય પગમાં પડી ગ્યો! જલ્દી હો, વાર ન લાગી. ગળે ઊતરી ગયું, બસ મને આજે સંતોષ થઈ ગયો! તમે કર્તા બતાવ્યો ને! કર્તા બતાવ્યો એટલે સંતોષ થઈ ગ્યો એટલે હું અકર્તા છું એ આજે સ્વીકારી લઉં છું.
પછી.. હવે, આ ઇંદ્રિયજ્ઞાન બધાને જાણે છે તું જાણતો નથી, એમ કહ્યું –કે તું એને જાણતો નથી, (તો કહે) હું નથી જાણતો, તો કોણ જાણે છે? એ બતાવો. તો હું જાણું છું એવું શલ્ય-ભ્રાંતિ નીકળી જાય?
કે ઇન્દ્રિયજ્ઞાન પરને જાણે છે-' પરના) દ્રવ્યને અને ગુણને! પરના ને પોતાના ગુણોને (એટલે કે) પોતાનું પરિણામી દ્રવ્ય! એ જ્ઞાન તો સામાન્ય ને જાણે છે, તે પરિણામને અને પરિણામીને પણ જાણતું નથી. એ મનનો વિષય છે. આહાહા! જેનાં લક્ષ જ્ઞાન થાય ને..જેનાં લક્ષે જ્ઞાન પ્રગટ થાય, જેનાં લક્ષ જ્ઞાન વધે, જેનાં લક્ષે જ્ઞાન પૂર્ણ થાય, એ જ જ્ઞાનનો વિષય હોય.
ભેદના લક્ષ, પર્યાય અને ગુણભેદનાં લક્ષ જ્ઞાન પ્રગટે ય ન થાય, વધે પણ નહી ને પૂર્ણ પણ ન થાય. અને પરિણામી દ્રવ્ય-પર્યાયસાપેક્ષ – વ્યવહારનયનો વિષય, તેના લક્ષ જ્ઞાન પ્રગટ, ન થાય. માટે એ મનનો વિષય છે, મારો વિષય નથી. મારો વિષય તો એક જ્ઞાનાનંદ ધ્રુવ પરમાત્મા એક જ મારો વિષય છે.
આહા...! એવી અંદરની બે વાત આવી. અંદરની વાત! ગુણસ્થાન, માર્ગણાસ્થાનને હું જાણતો નથી. કેમકે એને ઇન્દ્રિયજ્ઞાન જાણે છે. એક (વાત) ઈદ્રિયજ્ઞાન એને જાણતાં, રાગીપ્રાણીને રાગ થયા વિના રહેતો નથી. આહીં તો વીતરાગભાવ કેમ પ્રગટ થાય, એની આ ચર્ચા ચાલે છે બાપુ! આહાહા! પછી કહે છે કે દ્રવ્ય, દ્રવ્ય! પરિણામી દ્રવ્ય, પર્યાય સાપેક્ષ દ્રવ્ય-જેમાં અનંતગુણ, જેમાં અનંત પર્યાય, જેમાં અપેક્ષિત અનંત ધર્મ, એવું જે દ્રવ્ય, છદ્રવ્ય માંહેનું (આત્મ) દ્રવ્ય! કે જે પદાર્થ અને ઈદ્રિયજ્ઞાન જાણે છે હું જાણતો નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com