________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન એમ નહીં, પણ ઇન્દ્રિયજ્ઞાનની રુચિ છોડવી (રસ છોડવો) આહા..હા! કે ઇન્દ્રિયજ્ઞાન તે જ્ઞાન નથી એમ જાણવું અને રાગ તે એકલા બંધનું કારણ છે, પણ મોક્ષનું કારણ નથી એમ જાણવું–તે જ ઉત્તમક્ષમાની આરાધના છે.
આત્મસ્વભાવનો ભગવંતર કરી, જે પુણ્ય-પાપની રુચિ કરવી તે તો ક્રોધ છે. સ્વભાવને છોડીને પુણ્યની રુચિ કરવી, શુભ ભાવ મીઠો લાગે, એ હિતનું કારણ લાગે, એ તો કહે છે ક્રોધ છે.
આત્માની અરુચિ તેનું નામ ક્રોધ છે. અને આત્મસ્વભાવના આદર વડ, પુણ્યપાપની રુચિ છોડી, દેવી-એ જ ઉત્તમક્ષમાં છે. દશ દિવસને પર્વ કહેવું તે તો ઉપચાર છે. આત્માના સ્વભાવની ઓળખાણ પૂર્વક ચારિત્ર ધર્મની દશ પ્રકારે આરાધના કરવી એ જ સાધકજીવનું સાચું પર્વ છે. પર્વ એટલે આરાધના! તે આરાધનાનો આરોપ કરીને અમુક દિવસોને પણ પર્વ કહેવું છે તે વ્યવહાર છે. પણ જે આત્મા, પોતામાં આરાધક ભાવ પ્રગટ કરે તે નિશ્ચય મોક્ષમાર્ગ છે. એને માટે (તે) દિવસને વ્યવહારથી પર્વ કહેવાય, પણ જેને આત્માનું ભાન નથી, જ્ઞાન નથી એને પોતામાં જ પર્વ નથી, તો દિવસોમાં પણ કોનો ઉપચાર કરવો !
એટલે આજે ઉત્તમક્ષમાનો પ્રથમ દિવસ છે. વીતરાગી ક્ષમા! હવે એ ચારિત્રના જે દશ ધર્મ કહ્યા, એ વીતરાગી ચારિત્રનું કારણ સમ્યગ્દર્શન જ્ઞાન છે, એ સમ્યગ્દર્શન ને જ્ઞાન કેમ પ્રગટ થાય, પ્રથમ એના માટે (શ્રી) સમયસારની રચના થઇ ગઇ છે!
અનાદિ અપ્રતિબુદ્ધ (અણસમજુ) જીવન (માટે છે), મુનિરાજ માટે નથી. આ સમયસાર પણ અનાદિ અજ્ઞાની જે (છે), પોતાના શુદ્ધ આત્માનો અજાણ છે; મિથ્યાષ્ટિવિપરીતદષ્ટિ (જ) છે એવા જીવોને, પ્રથમ ભેદજ્ઞાન કરી, અભેદનો અનુભવ થઇ અને સમ્યગ્દર્શન એટલે આત્મદર્શન, કેમ પ્રગટ થાય, એના માટે આ શાસ્ત્રની રચના કરવામાં આવી છે.
(કુંદકુંદ) આચાર્ય ભગવાન પોતે જ કહે છેઃ (સ. સાર. ગાથા. ૫ “તે યજ્ઞવિદત્ત વાÉ Hપ્પણવિદવે') હું એકત્વ-વિભક્ત આત્માની વાત કહીશ. હુમણાં આપણે (પૂ. ગુરુદેવશ્રીની) ટેપમાં પણ સાંભળ્યું. રાગાદિથી ભિન્ન, જ્ઞાયકનું લક્ષ કરવું અને રાગાદિ પરભાવનું લક્ષ છોડવું, એનું નામ એકત્વ-વિભક્ત કહેવામાં આવે છે.
અનંતગુણથી આત્મા એકરૂપ છે અને સર્વપ્રકારના વિભાવભાવથી વિભક્ત નામ ભિન્ન છે, એ વિભાવભાવના બે પ્રકાર છે. એક રાગને પણ વિભાવ કહેવાય અને એક રાગને જાણનારું ઇન્દ્રિયજ્ઞાન, તે પણ વિભાવ ભાવ છે. (તે જ્ઞાન) સ્વભાવભાવ નથી. ઇન્દ્રિયજ્ઞાનનો તો અભાવ થાય છે, કેવળજ્ઞાન થાય ત્યારે !
જ ઇન્દ્રિયજ્ઞાન, સ્વભાવ હોય ને રાગ સ્વભાવ હોય, તો તો રાગ અને ઇન્દ્રિયજ્ઞાન એ બે રહેવા જોઇએ (કેવળજ્ઞાન થાય ત્યારે) પણ, એ રહેતા નથી એ વિભાવ છે, નીકળી જાય છે. (આત્મ) દ્રવ્યમાં તો એ નથી પણ બહુ ઊંડથી, લાંબો વિચાર કરવામાં આવે તો એ પર્યાયનો પણ સ્વભાવ નથી, કેમકે તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com