________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. - ૧ નીકળી જાય છે.
(આત્માના) દ્રવ્યસ્વભાવમાં અતીન્દ્રિયજ્ઞાનમય આત્મામાં, ઇન્દ્રિયજ્ઞાનનો તો અભાવ છે, સર્વથા અભાવ છે–સર્વથા ભિન્ન છે, કથંચિત્ ભિન્ન, અભિન્ન નથી. એમ રાગાદિ સર્વથા ભિન્ન છે આત્માથી, આત્મામાં તો સર્વથા ભિન્ન છે, પણ એક સમયની પર્યાયમાં, જ્યાં સુધી હોય ત્યાં સુધી એમાં...એનો સદ્દભાવ...હોય છે. શું કહ્યું? અજમેરાભાઈ !
ભગવાન આત્મામાં તો ઇન્દ્રિયજ્ઞાન અને રાગ એનો તો ત્રણેકાળ અભાવ છે. જ્યારે સદ્ભાવ પર્યાયમાં છે-પરલક્ષી ઉઘાડ ઇન્દ્રિયજ્ઞાનનો અને પરલક્ષી રાગ, એનો પર્યાયમાં જ્યાં સુધી સભાવ છે અજ્ઞાનીને ત્યાં સુધી એ પર્યાયમાં, એ ભાવો સમય પૂરતા છે, પણ આત્મામાં તો એનો સર્વથા અભાવ છે. એ દ્રવ્યમાં તો નથી ! અને પર્યાયમાં પણ સમયવર્તી છે. ત્રિકાળવર્તી નથી.
શું કહ્યું? આ મિથ્યાત્વ છે ને! એ પર્યાયમાં પણ ત્રિકાળવર્તી નથી. સમયવર્તી છે. મનુભાઈ, આ સમજવા જેવું છે. મિથ્યાત્વનો રાગ, તેનો ભગવાન જ્ઞાયક પરમાત્મામાં તો (ત્રિકાળ) અભાવ છે. આહાહા! અને પર્યાયમાં સદભાવ છે, પણ પર્યાયમાં ય સમયવર્તી સદ્ભાવ છે. ત્રિકાળવર્તી મિથ્યાત્વ રહેતું નથી. અને ઇન્દ્રિયજ્ઞાન પણ છે ત્યાં સુધી પર્યાયમાં સદભાવ છે. જરા પર્યાયધર્મને જુઓ લંબાવીને, દ્રવ્ય ઉપર દષ્ટિ રાખીને-એ શરત છે. દ્રવ્ય ઉપર દષ્ટિ રાખીને, દ્રવ્યને જોતાં જોતાં જો પર્યાયને જોઇશ ને-દ્રવ્યને જોતાં જોતાં જો પર્યાયને જોઇશને, તો તને પર્યાયમાં પણ ઇન્દ્રિયજ્ઞાન ને રાગ, લાંબો કાળ રહેશે એમ દેખાતું નથી એનો અભાવ થઇ જશે એમ દેખાય છે, એવા પર્યાયના દર્શન થઈ જાય છે!
ભગવાન આત્મામાં તો ઇન્દ્રિયજ્ઞાન (નથી) અતીન્દ્રિયજ્ઞાનમયી આત્મા છે. તેમાં પરલક્ષી ઇન્દ્રિય ક્યાં છે? એ તો વિભાવ છે. એનો તો સ્વભાવમાં ત્રિકાળ અભાવ છે. પણ એક સમયના પરલક્ષવાળું શાસ્ત્રના લક્ષવાળું જે જ્ઞાન-શાસ્ત્રના સંબંધવાળું જે જ્ઞાનઈન્દ્રિયજ્ઞાન-માનસિકજ્ઞાન, એ ઇન્દ્રિયજ્ઞાનનું પણ પર્યાયમાં ક્ષણિક તાદાભ્ય છે.
શું કહ્યું? ઇન્દ્રિયજ્ઞાન પણ અતીન્દ્રિયજ્ઞાનમયી ભગવાન આત્મામાં તો નથી. પણ પર્યાયમાં છે ત્યાં સુધી છે. અને પર્યાયમાં રાગ છે ત્યાં સુધી છે.-અજ્ઞાનીની પર્યાયમાં પણ ત્રિકાળ રાગ રહે, કે એ પર્યાયમાં ઇન્દ્રિયજ્ઞાન (ત્રિકાળ) રહે, એવો પર્યાયનો સ્વભાવ નથી.
એમ તું સ્વભાવનું લક્ષ કરી ને-અને અનુભવ પહેલાં તું સ્વભાવની અધિકતા કરીને સ્વભાવ ઉપર (દષ્ટિ દેતાં) સ્વભાવને જોતાં, સ્વભાવને જોતાં જોતાં પર્યાયને જોઇશને, તો પર્યાયમાં રાગ લંબાતો નહીં દેખાય! ઇન્દ્રિયજ્ઞાન લંબાતું...નહીં દેખાય, કેવળજ્ઞાન દેખાશે તને ને યથાખ્યાત ચારિત્ર દેખાશે, પર્યાયમાં અત્યારે હો? આહાહા ! એ પર્યાયનો સ્વભાવ છે!!
પર્યાયમાં મિથ્યાત્વ રહે. ભલે, એક સમય પૂરતો હો! પણ ત્રિકાળવર્તી નથી. (જેમ) પાણી ઉષ્ણ થાય, કેટલો ટાઈમ રહે? થોડો ટાઇમ, શરીરમાં તાવ આવે, તો કેટલો ટાઈમ (રહે) ? થોડો ટાઇમ. પછી નોર્મલ થઈ જાય છે કે નહીં? ઈ પર્યાયમાં ઉષ્ણતા આવીને! ઇ ઉષ્ણતા લાંબો ટાઇમ રહેતી નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com