________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. – ૧ ભાવલિંગ પ્રગટ થઈ ગયું છે અને બહારમાં દ્રવ્યલિંગ હોય, એને વસ્ત્રનો તાણાવાણો ન હોય, એને મોરપીંછ અને કમંડળ (એ બે જ) ઉપકરણ સંયમના બહારના સાધનો હોય છે. એવી કોઇ શુદ્ધઉપયોગની દશા સાતમે, આઠમે, નવમે, દશમ, બારમે (ગુણસ્થાને હોય છે, એને ખરેખર સાક્ષાત્ મોક્ષનું કારણ કહેવામાં આવે છે.
(મુનિરાજને) છઠ્ઠી ગુણસ્થાનની શુદ્ધ પરિણતિ પણ પરંપરાએ મોક્ષનું કારણ છે. અને સમ્યગ્દર્શન-જ્ઞાન પણ ચોથા, પાંચમાવાળાને પરંપરાએ મોક્ષનું કારણ છે. રાગ તો પરંપરાએ પણ મોક્ષનું કારણ નથી. એ તો વર્તમાન પણ બંધનું કારણ (અને) પરંપરા લંબાવે તો પણ રાગ બંધના કારણરૂપે રહેલો છે.
તે ચારિત્રદશાના ઉત્તમક્ષમા વગેરે દશ પ્રકાર છે. એ ઉત્તમ ક્ષમા વગેરે દશ પ્રકારના ધર્મની આરાધનાનું પર્વ આજથી શરૂ થાય છે. એટલે આ દશ પ્રકારના, દશ દિવસ છે, એટલા જ દિવસો આરાધના કરવી અને બાકીના દિવસોમાં વિરાધના કરવી એમ છે નહીં. પણ બાર મહિનામાં એને અલ્પ ટાઇમ મળ્યો હોય તો આ દશ દિવસોમાં પૂરો ટાઇમ કાઢીને એની આરાધના કરવામાં એણે ટાઇમ કાઢવો જોઇએ. દશ દિવસ તો ખરેખર વ્યાપારથી પણ નિવૃત્ત થઇ જવું જાઇએ. આહા...... હાં...હા ! અને એકલી (આત્મભગવાનની) આરાધના સ્વરૂપમાં, સ્વરૂપનો વિચાર અને (નિજ) સ્વરૂપનો અનુભવ કરવાનો પ્રયત્ન અને અનુભવ થાય તો વિશેષ ઠરવાનો (લીનતાનો) પ્રયત્ન, એ પ્રકારની આરાધનાના આ દિવસો છે.
દશ લક્ષણ પર્વ એટલે મોક્ષની આરાધનાનો મહોત્સવ! આજથી આ મહોત્સવ શરૂ થયો છે. ઉત્તમ ક્ષમાની વ્યાખ્યા.. જે ગુરુદેવના શ્રીમુખેથી થયેલી વ્યાખ્યા છે. આહા....! પંચમકાળમાં આ પુરુષ પાક્યો ! જાણે (ક) આપણા માટે જ એણે અહીં જન્મ લીધો હોય, એવો બનાવ બની ગયો! (નહીંતર) તદ્દન અંધારું હતું !
આહા! આજનો દિવસ ઉત્તમ ક્ષમાનો ગણાય છે. સમ્યગ્દર્શન વગર ઉત્તમ ક્ષમા હોય જ નહીં. લૌકિકમાં શુભભાવને ક્ષમા કહેવાય છે. પરસ્પર વેરભાવ થયો હોય તો પરસ્પર ક્ષમા પ્રદાન કરે, એટલે એનું મન કષાયથી હળવું થઈ જાય, એ પ્રકારનો શુભભાવ હોય છે, એ શુભભાવને (લૌકિકમાં) ક્ષમા કહેવાય છે.
અહા! તેનો નિષેધ કરવા માટે અહીં “ઉત્તમ ક્ષમા” એમ કહ્યું છે. અહા! ક્ષમાની આગળ જે “ઉત્તમ શબ્દ ( વિશેષણ) વાપરવામાં આવ્યો છે-લખવામાં આવ્યો છે તે વીતરાગી ક્ષમા છે, શુભભાવરૂપી ક્ષમા એ તો બંધનું કારણ છે અને ચારિત્રવત ધર્માત્માઓને વીતરાગી ક્ષમાં હોય છે એ ક્ષમા, એ ચારિત્ર એ મોક્ષનું કારણ છે. પછી કહેશે કે ચોથે-પાંચમે પણ જઘન્ય એવી ઉત્તમક્ષમા (સમ્યગ્દષ્ટિને) હોય છે.
નિશ્ચયથી, પોતાનો આત્મસ્વભાવ ત્રિકાળ જ્ઞાયકમૂર્તિ છે!! જાણનાર.. જાણનાર.... જાણનાર છે. એની ઓળખાણ અને બહુમાન કરવું (નિજ) આત્માનું આહા..! તથા રાગદ્વષની, ક્રોધાદિની રુચિ છોડવી, રાગ-દ્વેષને છોડવા એમ લખતા નથી, પણ રાગાદિની રુચિ છોડવી, ઇન્દ્રિયજ્ઞાન છોડવું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com