________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સમયસારાય નમ: શ્રી સદગુરુદેવાય નમ: શ્રી સમયસાર, ગાથા ૩૭૩-૩૮૨
તા. ૧૩-૯-૯૧ જામનગર પ્રવચન નં. ૧ આજથી દશ દિવસ સુધી પર્યુષણ પર્વાધિરાજના માંગલિક દિવસો શરૂ થાય છે. એટલે શું? પર્યુષણ પર્વ એટલે, શુદ્ધ આત્માની આરાધના કરવી, એની સેવા કરવી, એનો અંતર સ્વસમ્મુખ થઇને અનુભવ કરવો આત્માનો ! એનું નામ પર્યુષણ પર્વ કહેવામાં આવે છે.
દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ચારે તરફથી અંતર્મુખ થઇને, અને એના ભેદને પર લક્ષમાંથી છોડીને અભેદ આત્માનો અનુભવ કરવો, આરાધના કરવી એનું નામ પર્યુષણ પર્વ કહેવામાં આવે છે.
અનંત, અનંત કાળથી આત્મા, પોતાના સ્વભાવને ભૂલીને, વિરાધના કરી રહ્યો છે અને વિરાધના કરીને જ છે અહીંયાં જન્મ્યો છે, સમ્યગ્દષ્ટિનો જન્મ અહીંયાં થતો નથી. અહીંયાં જન્મ્યા પછી, સમ્યગ્દષ્ટિ થઇ શકે છે. પણ છે અહીં આવે તો મિથ્યાત્વ લઇને જ, અહીંયાં આવે છે. પૂર્વભવમાં સમ્યગ્દર્શન હોય અને એનું આયુષ્ય પૂરું થાય તો એ સ્વર્ગમાં જાય, પણ અહીંયાં મનુષ્ય તરીકે આવે નહીં, એવો નિયમ છે.
તો અનંત અનંત કાળથી જે (નિજ ) આત્માને ભૂલીને, પરને પોતાનું માનવું-એનું નામ વિરાધના છે. તેનું નામ અપરાધ છે અને ઇ પુણ્ય-પાપનાં પરિણામથી અને ઇંદ્રિયજ્ઞાનથી ભિન્ન, અતીન્દ્રિયજ્ઞાનમયી આત્માનો અનુભવ કરવો–એનું નામ આરાધના છે.
આ આરાધનાના દિવસો છે, એમાં આજે પ્રથમ “ઉત્તમક્ષમા” નો દિવસ છે. એના ઉપર પૂ. ગુરુદેવના વ્યાખ્યાનો પણ થઇ ચૂકયા છે, તેના ઉપર થોડું પહેલાં એમાંથી લેવામાં આવે છે.
ઉત્તમક્ષમા ધર્મ- આજથી દશલક્ષણ પર્વ શરૂ થાય છે. આજે ઉત્તમ ક્ષમાનો પ્રથમ દિવસ છે. ચારિત્રદશામાં વર્તતા મુનિઓને ઉત્તમક્ષમાદિ દશ પ્રકારના ધર્મો હોય છે. એ ઉત્તમક્ષમાદિથી ચારિત્રદશા શોભે છે-હોય છે. તે ચારિત્ર મોક્ષનું કારણ છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન તે ચારિત્રનું કારણ છે. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનને મોક્ષમાર્ગ કહેવો તે ઉપચાર છે.
જેને સમ્યગ્દર્શનજ્ઞાન થયા હોય તેને સમ્યકચારિત્ર અલ્પકાળે અવશ્ય પ્રગટે છે. તેથી સમ્યગ્દર્શન થતાં જ મોક્ષમાર્ગ કહેવામાં આવે છે પણ મોક્ષ માટે સાક્ષાત્ કારણ તો વીતરાગી ચારિત્ર એટલે શુદ્ધોપયોગની દશા છે, શુદ્ધ પરિણતિ પણ પરંપરા કારણ છે.
છઠ્ઠી (ગુણસ્થાનની) પરિણતિ જે શુદ્ધ છે. ત્રણ કષાયના અભાવપૂર્વક મુનિરાજની અહા! અંદરમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com