________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૩
પ્રવચન નં. - ૧૬ પ્રકાશરૂપે પરિણમે છે કોણ? પુદગલ દ્રવ્ય! સૂર્ય આદિ તો એમાં નિમિત્તમાત્ર છે.
આહાહાએવો ખરેખર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નથી..બન્નેના ઉપાદાનથી જુઓ તો! પણ..ઉપાદાનની સ્વશક્તિને છોડીને જે નિમિત્ત-નૈમિત્તિક સંબંધને આગળ કરે છે, એને કર્તાકર્મની ભ્રાંતિ થયા વગર રહેશે જ નહીં!
(શ્રોતા:) પરમાણુનું પરિણમન ચાલી રહ્યું છે!
(ઉત્તર) પરમાણુનું પરિણમન જે કાળું હતું...તે સફેદરૂપે પરિણમ્યું એમાં “દીવો ” શું કરે? ગળે ઊતરશે તો કામ થશે, ઉતારવા જેવું તો “આ છે.
આહાહા! “અર્થાત્ બાહ્યપદાર્થોને પ્રકાશવાના કાર્યમાં જોડતો નથી “કે: “તું મને પ્રકાશ —ઘડો એમ કહેતો નથી દીવાને કે તું મને પ્રકાશ! એમ કહેતો નથી. આહા.હા એને કહેવાની જરૂર જ નથી પોતે-પ્રકાશરૂપે પરિણમી જાય છે. પોતે પ્રકાશરૂપે ન પરિણમતું હોય તો તો એને કહે! આ જૈનદર્શન! તત્ત્વદર્શન! પદાર્થનું દર્શન! કોઇ અલૌકિક છે!! “એ તો જાણે તે માણે!” બીજું કાંઈ નથી આમાં..!
ઘડો કહેતો નથી કે તું મને પ્રકાશ! આ તો દષ્ટાંત આપે છે હજી! દષ્ટાંત ગળે ન ઊતરે તો સિદ્ધાંતની તો ક્યાંથી, ચાંચે ય ડૂબે નહી એની ! પૂછો બધાને, કે, પ્રકાશ ઘટપટને પ્રકાશે કે નહી ? બધાય કહેશે “હા'! સ્વીચ દાબી ધો, નહી પ્રકાશે જો ! ક્યાં ગઇ એની પર્યાય?
પહેલી પર્યાય સફેદ (ઉજળાઇરૂપ) હતી તે પાછી કાળી થઇ ગઇ છે. ઓલ સ્વીચ દબાવી માટે કાળી થઇ ગઈ એમ નહીં, એનો સ્વકાળ હતો પર્યાયનો એટલે કાળી થઇ છે. ઓલો ( પ્રકાશ) તો એનું નિમિત્ત છે આહાહા! સદ્દભાવ અને અભાવ (બન્ને) નિમિત્ત છે. સફેદ થાય છે એમાં સદભાવ દીવો અને કાળી થાય એમાં એનો અભાવ નિમિત્ત છે. બે પ્રકારના નિમિત્ત છે–સદ્દભાવ અને અભાવ !
આ તો કોઇ અલૌકિક વાતું છે! લોકોત્તર વાત છે આ તો!
આહા! “તું મને પ્રકાશ” અને દીવો પણ જુઓ! હવે એક સાઇડમાં ઓલો ઘડો કહેતો નથી કેઃ “તું મને પ્રકાશ” અને દીવો પણ...“લોહચુંબકપાષાણથી ખેંચાયેલ લોખંડની જેમ ” લોખંડની સોય તો...એ પથ્થર જે લોહચુંબક છે એનાં તરફ ખેંચાય છે એવો પોતાનો સ્વતઃ સિદ્ધ સ્વભાવ છે. લોખંડનો ગોળો (લોહચુંબકપાષાણ) એને ખેંચતો નથી. અને એના કારણે એ (સોય) ખેંચાતી નથી. શું કહેવું? આહાહા! ઇ ક્ષેત્રથી ક્ષેત્રમંતર થવાનો એ સોયનો સ્વકાળ છે, એટલે ખેંચાઇને એમાં ચોંટી જાય છે, એમાં એમ થાય છે, દષ્ટાંતમાં! દષ્ટાંત કહે છે કેએમાં એમ થાય છે પણ આ દીવામાં એમ થતું નથી. આહાહા ! “અને દીવો પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ટ્યુત થઇને (બાહ્ય પદાર્થને પ્રકાશવા જતો નથી.)-દીવો...દીવાનો પ્રકાશ-પ્રકાશક ને પ્રકાશ્ય-ત્રણધર્મથી અભેદ એવો દીવો, તે પ્રકાશક પણ છૂટતો નથી, પ્રકાશ છૂટતો નથી ને તેનું પ્રકાશ્યપણું પણ છૂટતું નથી ! ત્રણધર્મરૂપે દીવો એક સમયમાં પરિણમી જાય છે! એવો દીવો ! પોતાના સ્થાનથી વ્યુત થઇને.. બાહ્યપદાર્થોને પ્રકાશવા જતો નથી! ઘડાને પ્રકાશવા જતો નથી. પોતાના સ્થાનને છોડતો નથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com