________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૧૪ દીવો! આહ...! હવે દાંત આપવું છે સિદ્ધાંત સમજાવવા, તો હવે સિદ્ધાંત કરતાં દષ્ટાંત આકરું છે!
કે, એવી જાતની વિચારકોટી નથી કોઇની! ઉપાદાનથી–સ્વભાવથી જોતાં જ નથી ! અહાહા ! આનાથી આ થયું ને આનાથી આ થયું, છેવટ કે કર્તાકર્મ સંબંધ ન હોય તો કાંઇ નહીં, પણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તો છે ને! જે નિમિત્ત-નૈમિત્તિક સંબંધને જુએ છે...તો, એ પાછલા બારણેથી કર્તાકર્મની બુદ્ધિ અને થઇ જાય છે! એને ખબર પડતી નથી! એ તો હું નિમિત્ત-નૈમિત્તિક સંબંધને હું જાણું છું! આ નિમિત્ત છે ને ઓલું નૈમિત્તિક છે!
હવે, બન્નેનાં ઉપાદાનથી જો! કોઇ જગતમાં નિમિત્ત નથી!
એક વાર હું અહીંયા વાંચતો' તો મંદિરમાં, ઘણા વર્ષો પહેલાંની વાત છે. કહ્યું કે જગતમાં બધા ઉપાદાન છે. કોઈ....નિમિત્ત દેખાતું નથી. સમજી ગયા? પછી બનાવ એવો બન્યો, એ વખતે અમે રવિવારે બે, ત્રણ, ચાર મોટર લઈને બહાર ફરવા જતા હતા, આપણા મુમુક્ષુઓ જ. સમજી ગયા? એમાં મોદી સાહેબ પણ હુતા (અહીં ) છે ને? ( શ્રોતા ) હા. આ મોદી સાહેબ પણ હતા. બીજા કોઇએ પૂછયું નહીં. કોઇ વિદ્વાને પણ પૂછયું નહીં, મોદી સાહેબ કહે આજ તમે શું કહી નાખ્યું? કોઇ જગતમાં નિમિત્ત નથી? કહ્યું, ના કોઇ નિમિત્ત નથી.
જો નિમિત્તને સ્થાપશો તો અહીં નૈમિત્તિક ઊભું થઇ જશે. અને એ પણ ઉપાદાન ને હું પણ ઉપાદાન! તો છૂટકારો થઈ જશે તમારો!
એમ કહ્યું તું. એને યાદ નહીં હોય પણ મને યાદ છે. આહાહા ! (શ્રોતા:) યાદ છે. (ઉત્તર) યાદ છે! બોલો! મને કહે કે આ ધડાકો તમે શું કર્યો? મેં કહ્યું: આ ધડાકો બરાબર કર્યો છે! મિથ્યાત્વનો નાશ થઇ જાય એવો ધડાકો છે. જગતમાં કોઇને તું નિમિત્ત ન દેખ! નિમિત્ત દેખાશે તને, તો નૈમિત્તિક ઉપર લક્ષ જશે! હું એ ઉપાદાન ને જગતના પદાર્થો ય ઉપાદાન! આહા...હા...હા!
(શ્રોતા ) ખરેખર તો એમ જ છે, વસ્તુની વ્યવસ્થા જ એવી જ છે! (ઉત્તર) છે. એમ જ છે, વસ્તુસ્વભાવ છે! આ કોઇએ કર્યું નથી.
જૈનદર્શન-વસ્તુદર્શન, વસ્તુનો સ્વભાવ પ્રસિદ્ધ કરે છે બસ ! વસ્તુના સ્વભાવથી વ્યુત થયેલા અજ્ઞાની જીવો ! એને વસ્તુનો સ્વભાવ બતાવે છે. આહાહા! કોઇ જગતમાં નિમિત્ત નથી હોં? હુજી દાંડી પીટીને કહું છું...! કાંઇ ખાનગી વાત નથી “આ” ટેઇપમાં ઊતરે છે, બહાર જાશે, આ શું? લાલચંદભાઈ શું કહે છે! જગતમાં કોઇ નિમિત્ત નથી!નિમિત્ત નથી તો નૈમિત્તિક નથી.....તો સ્વભાવની પ્રાપ્તિ થઇ જશે.
આહા...હા! પણ ભેદજ્ઞાનની શક્તિ બિડાઇ ગઇ છે. એવી! “હું પરને જાણું છું” એમાં ભેદજ્ઞાનની શક્તિ બિડાઈ ગઈ છે. મહાપાપ છે હોં?! આહાહા! સાધારણ પાપ નથી એમાં ! (પરને) જાણવામાં પાપ? હા, પા૫ છે. પોતાને જાણવું છૂટી ગયું છે મહાપા૫ નહીં ?
આહા! દીવો એને પ્રકાશવા જતો નથી પરંતુ પરંતુ વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com