________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૫
પ્રવચન નં. – ૧૬ શકાતો નહિ હોવાથી” “પર વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી” વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહિ હોવાથી—આ બે સિદ્ધાંતના વાક્ય છે. આ બે સિદ્ધાંત છે. દીવો અને પ્રસિદ્ધ કરતો નથી અને ઓલું કહેતું નથી કે તું મને પ્રસિદ્ધ કર. “વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી' એટલે દીવો પરને પ્રસિદ્ધ કરી શકતો નથી. આહા...હા !
આહાહા...“દીવો જેમ બાહ્ય પદાર્થની અસમીપતામાં” હવે જો, જો! ઘટપટના સદભાવ વખતે દીવાની શું સ્થિતિ છે? ઘડો હોય..કે ઘડો ન હોય. જો....એને પ્રકાશે તો જ દીવો ? તો તો ઘડો કાયમ હોય તો જ દીવો અને ઘડાને લઇ લ્યો તો અંધારું થઇ જાય! જો, જો ટ્રાય કરજો ! આહા...હા !
ઘડાને આધારે પ્રકાશ નથી અને પ્રકાશને આધારે ઘડો નથી. આહાહાપ્રકાશ્ય અને પ્રકાશ સંબંધ અભેદમાં હોય. દીવો પોતે પ્રકાશક છે, પ્રકાશ પણ છે જે પ્રકાશ્ય પણ છે. ઇ.અભેદ આમાં છે. એનું પ્રકાશ્ય ઘડો ન બને. જો એનું પ્રકાશ્ય ઘડો બની જાય, આનો ધર્મ ત્યાં જાય તો દીવાનો નાશ થઈ જાય! અને અહીંયાં દીવાનો નાશ થાય તો ઘડાનો પણ નાશ થઈ જાય.
આહાહા! આ તો કોઇ મુનિરાજ પાસે જઇને...આ વાત પૂછીને એનો ખુલાસો એમની પાસેથી લઇએ તો કામ થઇ જાય પણ અત્યારે શું કરીએ ? આહા. હા! પંચમકાળમ કોઇક ઠેકાણે હશે તે આપણે કહી ન શકીએ! ભાવલિંગી સંતનો ય દુષ્કાળ! અને સમ્યગ્દષ્ટિ પણ કો'ક ક્યાંક જવલ્લેજ ! એમાં આ ગુરુદેવ આપણને મળ્યા...ઈ પણ વયા ગયા આપણને મૂકીને...આહા! પણ આપણે બહુ રોતા 'તા ને કે (આપ) વયા જાશો પછી અમારું શું થાશે?
ત્યારે....( તેઓશ્રી) એમ કહેતા ગ્યા છે કે મેં બધું સાહિત્ય કહી દીધું છે, મેં તો કાંઇ બાકી રાખ્યું નથી. (વાણીની) ટેઇપો છે, તમે કરી લેજો કામ!!
અરે! દીવાની, ઘડાની વાતની જરા ચર્ચા કરો ને ભેગાં બેસીને! આહાહા! કોઇને ન માનવામાં આવે પણ મોક્ષમાર્ગી માની લેશે! બંધમાર્ગમાં રહેલા જીવોને આ પ્રકાશનો દાખલો નહીં બેસે, દૂરભવીને..નહીં બેસે! નિકટભવીને બેસી જશે. જો, દાંત બેસશે તો સિદ્ધાંત એકદમ સરળ થઇ જશે હમણાં!
“વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી '-દીવો જેમ, બાહ્યપદાર્થની અસમીપતામાં’ એટલે બાહ્ય ઘડો આદિ ન હોય-દીવાને પ્રકાશ વખતે ઘડો આદિ ન પણ હોય...તો પોતાના સ્વભાવથી જ પ્રકાશે છે. ઘડો છે માટે પ્રકાશ ચ્યો અહીંયાં? ઘડાને પ્રકાશે તો જ પ્રકાશ છે? કે પરને જાણે તો તે જ્ઞાન છે? “પર ને જાણે '...તો જ્ઞાનની સિદ્ધિ થાય છે?
આહા...હા! અને પરથી જ્ઞાનની સિદ્ધિ ન થાય અને જ્ઞાન પરને જાણે તો પણ એ જ્ઞાનની સિદ્ધિ ન થાય. (પરને ) જાણે તો અજ્ઞાનની સિદ્ધિ થઈ જાય !
શું આ દશ ગાથામાં માલ ભર્યો છે! અમારી શક્તિ તો લિમિટેડ છે, એટલો આમાં “માલ” ભર્યો છે! આહા.હા! ભંડાર છે આ! ખાણ છે રત્નોની! હીરા ટાંકયા છે આમાં કોહીનૂરનાં!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com