________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૯૬
એ...આવ્યું આવ્યું ઇ.....અર્થે આવી ગયું! (શ્રોતાઃ) આવતું દેખાય છે! (ઉત્તર:) હા, આવતું દેખાય છે, ઉપર ચડતું ! પછી તો કાંઠે બેસીને આટલો હાથ જ નાખે, આ..... આવ્યું !! ખલાસ !
આહા...હા...હા!
શુભ, અશુભ એમ નથી તને કહેતું કે તું મને જાણ, રૂપ! અને આત્મા પણ પોતાના સ્થાનને છોડીને-પોતાને જાણવાનું છોડીને ‘ચક્ષુઇન્દ્રિયના વિષયમાં આવેલા' આ રૂપ છે ઇ જ્ઞાનનો વિષય નથી. ચક્ષુઇન્દ્રિયનો વિષય છે આંખના ઉઘાડનો વિષય છે. રૂપને આત્માનું જ્ઞાન જાણતું નથી. પુદ્ગલને આત્માનું જ્ઞાન જાણતું નથી. શરીરને આત્માનું જ્ઞાન જાણતું નથી. રાગને ને દુ:ખને આત્માનું જ્ઞાન જાણતું નથી. શરીરને જાણે છે એ ચક્ષુઇન્દ્રિય છે. અને સુખદુઃખને જાણે છે ઇ બુદ્ધિગોચર છે–મનનો વિષય છે. જ્ઞાનનો વિષય નથી. આહા...હા !
એ...શેય ફરશે તો આત્મદર્શન થશે! એ શેય નહીં ફરે તો આત્મદર્શન થવાનો અવકાશ નથી. શેય ફેર ફેર છે આખો !!
આહા...હા ! એક બેન બાવીસ-ત્રેવીસ વર્ષના હતા. સમજી ગ્યા? બરોડા, આપણા મુમુક્ષુના દીકરાના વાઈફ હતા. અને ત્યાં આવ્યા હતા. ગુરુદેવનો ત્યાં પ્રતિષ્ઠા મહોત્સવ હતો બરોડામાં. પછી બધા જાતા 'તા જાત્રાએ ઉપર પહાડ ઉપર પાવાગઢ! હાં તો હું ને મારે ઘરેથી ને ઇ બેનને બધાં જાણીતાં, એટલે ઉપર ગ્યા. એને (એ બેન) પ્રશ્ન પૂછવાં મંડયા રસ્તામાં, પાંચ-સાત કિલોમીટર દૂર ગયા (રસ્તામાં) ત્યાં પ્રશ્ન પૂછયા! મેં કહ્યું બહેન, બેટા! તું મને પ્રશ્ન પૂછ મા ! હું તને કહું ઇ તું અવધારી લે! અને એનો વિચાર કરજે! તારું હિત થશે ! ભલે કહે કે તો મારે પ્રશ્ન (પૂછવાની ) જરૂર નથી.
મેં કહ્યું: આત્મા સ્વભાવથી અકા૨ક, અવેઠક છે. કર્તા નથી. પરિણામનો કર્તા નથી, થાય એને ન કરે ! પરિણામ થાય છે થવાયોગ્ય ! એને ‘ કરવું ’ હોઈ શકે નહીં. પકડી લીધું એક વાક્ય!
પછી બીજું કે: પરિણામ આત્માના જ્ઞાનનું જ્ઞેય નથી. આત્મા ૫૨ને જાણતો નથી. બસ ! બે વાત મેં કરી. મૌન થઈ ગઈ બહેન !
ગયા જાત્રાએ, જાત્રા કરીને પાછા આવ્યા, ત્યાં ધર્મશાળામાં બધાએ નાસ્તા પાણી કર્યા, ત્યાં વાંકાનેરવાળા ઘણાં ય આપણા મુમુક્ષુ હતા ઇ વખતે તો હારે હારે, પછી ‘મૌન થઈ ગઈ બોલી નહીં બિલકુલ' પછી પાછા ફર્યાં બરોડા, બરોડા પાછા ફરતાં દશ કિલોમીટર (કે) પંદર કિલોમીટર ગયા અંદર...મને કહે ભાઈ...! મારી જાત્રા ફળી ગઈ ? કે હા. શું શ્યું ? કે આત્મા અકર્તા છે ઇ વિકલ્પની ચરમસીમા છે!
પછી, કોઈ અકર્તાનો વિકલ્પ નહીં આવે. પછી નિર્વિકલ્પધ્યાન આવશે એમ. પછી કહે, આખું જ્ઞેય ફરી ગયું !! આખું જ્ઞેય ફરી ગયું ‘ આ ’ જ્ઞેય થઈ ગયું !!
આહા...હા...હા ! મને ઇ વખતે, મેં એને કહ્યું નથી હજી, એમ શ્યું કે આ કોઈ પૂર્વનો સંસ્કારી જીવ અહીંયા આવ્યો છે. આપણા મુમુક્ષુનાં ઘરમાં જ છે. મુંબઈમાં છે. એટલે કહેવાનો મારો આશય ઇ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com