________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૫
પ્રવચન નં. – ૧૪ આવી વાતો છે બધી! (શ્રોતા ) કોઈ કોઈને પરોક્ષ થાય? પ્રત્યક્ષ થાય? (ઉત્તર) પરોક્ષ થાય એને પ્રત્યક્ષ થાય ને !! એને કેવળજ્ઞાનમાં જેને દર્શન થયાં આ ભવમાં...હું! એને તો અલ્પકાળમાં પ્રત્યક્ષ થાય છે. અને એમાં એવો એક મર્મ છે કે જેને આ કાળમાં, કેવળજ્ઞાનના પરોક્ષ દર્શન થાયને એને ગણ્યા ગાંઠયા જ ભવો હોય છે, ઝાઝા ભવો હોતા નથી. પંદર ભવની અંદરનો એ જીવ છે.
એવી અપૂર્વ વાતો છે! જ્ઞાનનું સામર્થ્ય કોઈ અચિંત્ય છે!! આહા...હા..હા! આ વિષયનું કોઈ પ્રફ મળે એવું નથી. કોઈ માંગો તો મારી પાસે! પ્રફ નથી! સત્ય કહું છું શ્રદ્ધામાં રાખવું હોય તો રાખો! બાકી તમે જાણો ને તમારું કામ જાણે! (શ્રોતા ) પરીક્ષા કરવાની શક્તિ તો બધા પાસે છે! (ઉત્તર) હા, છે ને! પરીક્ષા કરો ને!કોણ ના પાડે છે. અનુભવ કરો! ને કેવળજ્ઞાનના દર્શન થશે ! પણ પંદર ભવની અંદર હશે તો...બહુ લાંબામાં હશે તો..ભવનો અંત તો એને આવી ગયો છે પણ ટૂંકા ભવ હોય ને? તો પ્રતિભાસનો આવિર્ભાવ જલ્દી થાય!
જેમ કે એક કૂવો છે મોટો કૂવો ! સો હાથ ઊંડો ! અને સ્વચ્છ છે પાણી, પાણી સ્વચ્છ ( નિર્મળ) છે. એમાં લાકડું નીચે પડ્યું, ભારે (વજનદાર) લાકડું વયું ગયું અંદર ઠેઠ (તળિયા) સુધી, પછી ધીમે ધીમે ધીમે લાકડું તરવાના સ્વભાવવાળું છે એટલે ઉપર આવતું જાય છે. કાંઠે બેઠેલો જીવ જુએ છે કે આહા ! આ તો આવ્યું ઉપર! આવ્યું ઉપર.... હમણાં હાથમાં આવી જશે !
આ એવું છે બધું આ ! કેવળજ્ઞાનનું! શું કરવું? (શ્રોતા ) આવ્યું ઉપર આવ્યું ઉપર એમ વાત છે! શાંતિભાઈ ? આવી અપૂર્વ વાતો છે. સુનિલભાઈ ? આહા...હા ! સાંભળવા મળે નહીં ત્યાં શું થાય ! સ્તનું. શુદ્ધનયનો ઉપદેશ વયો ગ્યો! ક્યાંક ક્યાંક વિરલ છે! અને સાંભળનારા ય ઓછા-ગણ્યાગાંઠ્યા!આહા...હા! (શ્રોતા ) સંભળાવનારાય ઓછા ! (ઉત્તર) ઓછા જ હોય પંચમકાળમાં શું હોય? ક્યાંથી હોય? ઓછા જ હોય ને! બીજું શું થાય ?
આહા...આપણે આપણું કરીને ભાગી જાવ! બાકી કોઈની હારે પાર્ટનરશીપ નથી ડીડ ઇ બહુ સારું છે! કોઈની હારે ભાગીદારી છે? કે ડેબીટનોટ આવે? નુકશાન કરતો હોય તો મિથ્યાદષ્ટિ! આપણે શું લેવા-દેવા ! ઈ જાણે ને એનું કામ જાણે બસ!
અરે! પરપદાર્થ મારા જ્ઞાનનું શેય નથી! પછી પરની આપણે વ્યાધિ શું કરવી?
આહાહા! હોન હર જેની જેવી હશે ઈ કામ થશે! આહા..હા! ગુરુદેવ કહે છે કે તારું કોઈ ય નથી. આ કહે છે “સ્વ-પર પ્રકાશક’ છે બોલો?
હવે શું આ...કરવું શું? એના પક્ષમાં પડ્યો છે. ઉપચરિત સદભૂત વ્યવહારનો” પણ છે, શેય-જ્ઞાયકનો સંકરદોષ થશે એને. આહા..હા! છે પંચાધ્યાયીમાં પાઠ છે. ચાર પ્રકારના વ્યવહાર છે ને! એમાં આ બે પ્રકારના, અનુપચરિત ને ઉપચરિત વ્યવહાર છે.
પાંચ મિનિટ છે હજી (બાકી). લ્યો! હવે આ આવિર્ભાવ, પ્રતિભાસનું થઈ ગયું ( સ્પષ્ટીકરણ ) ખ્યાલ આવ્યો ? એક આ દૃષ્ટાંતે ય આપ્યું કવામાં લાકડું પડી ગયું છે. તો ? આવે છે લાકડું દેખાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com