________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૯૪ પરનું જ્ઞાન થાય છે. ભવાંતરનું એટલે પોતાનાં ને બીજાના ભવોનું અને જ્ઞાન થાય છે, જાણી શકાય છે. આહા ! કહેવું ન કહેવાની વાત નથી. પણ ઇ પ્રતિભાસનો જ આવિર્ભાવ થાય છે. એમ.જે આત્માનો મોક્ષ થવાનો હોય, નિશ્ચિત છે. ભવ્યાપ્રાણી છે. થોડા યા વધારે કાળમાં એને કેવળજ્ઞાન પ્રગટ થવાનું છે. અવશ્ય થવાનું છે. એને ખબર નથી પણ...થવાનું છે. અને એને પછી સમ્યગ્દર્શન થાય છે, ત્યારે કોઈ વખતે ધ્યાનમાં મગ્ન થઈને આહા! ભગવાન આત્માના દર્શન થતી વખતે એ કેવળજ્ઞાનનાં દર્શન થઈ જાય છે.
કેવળજ્ઞાન અત્યારે પ્રગટ નથી. પ્રગટ નથી છતાં પ્રતિભાસ છે એટલે જ્ઞાનમાંઆવિર્ભાવમાં ઇ જણાય જાય છે. પ્રતિભાસનો આવિર્ભાવ થાય છે. અનુભવની વાત ! બિનઅનુભવી તો આને કાંઈ સમજી શકે નહીં કે આ શું કહેવા માગે છે! આ... પંચમકાળમાં!! બોલો, પંચમકાળમાં કેવળજ્ઞાનના દર્શન થાય? નાગસેન મુનિએ કહ્યું કે અમને તો અરિહંતના દર્શન થાય છે.”
શિષ્ય પૂછે છે કે પ્રભુ! આ પંચમકાળ છે? ઇ અમને ખબર છે. અમને ખબર નથી? કે પંચમકાળ છે અત્યારે કેવળજ્ઞાન ન હોય! પણ...કેવળજ્ઞાન અંદરમાં છે. આત્માને જાણતાં ઇ કેવળજ્ઞાનની પર્યાય જે પ્રગટ થવાની છે...ઇ પરોક્ષપણે અનુભવમાં આવે છે. આહાહા...હા ! (શ્રોતા.) બહુ સરસ!
(ઉત્તર:) ઇ પ્રતિભાસનો આવિર્ભાવ થાય છે. પ્રતિભાસ ન હોય તો આવિર્ભાવ થઈ શકે નહીં. અને જેનો પ્રતિભાસ છે એનો આવિર્ભાવ થાય, જેને આવિર્ભાવ થાય એ નિઃશંક થઈ ગ્યો! અલ્પકાળમાં કેવળજ્ઞાન થશે, દર્શન થયાં આજે! આહા! એમ આ કાળમાં પણ...આ કાળમાં પણ અમુક અમુક જીવોને ગુરુદેવ સિવાય પણ કેવળજ્ઞાનનાં દર્શન થયા છે!! અલૌકિક વાત છે આ. જીરવાય નહીં એવી વાત છે!
પ્રતિભાસનો આવિર્ભાવ થાય છે. પ્રતિભાસ થયેલો છે બધાનો! અને કોઈ કોઈ અજ્ઞાની જીવોને પણ એની સ્વચ્છતામાં કોઈ વખતે, પોતાના પણ ભાવિના પર્યાયનો ખ્યાલ એને આવી જાય છે. અને ઇ સાચું પડે છે! ઈ...સાચું પડે છે પ્રતિભાસનો આવિર્ભાવ થાય છે. એવા ઘણા ઘણા પ્રકારો છે.
પણ...પ્રતિભાસમાં મર્મ ઘણો છે. પ્રતિભાસમાં? (શ્રોતા:) મર્મ ઘણો છે. આહા! પ્રતિભાસમાં બે ફાયદા છે. એક કર્તા બુદ્ધિ જાય છે અને એ જ્ઞાતાબુદ્ધિ જાય છે. તેને જાણવું છે? મને તો બધુંય જણાય રહ્યું છે! આ શું! મને જાણવાની આકાંક્ષા (રહી નથી!)
એમ લખે છે કે મૂઢ જીવ ! પણ આવું જાણીને ઉપશમને પામતો નથી, આમાં છે. છેલ્લી ગાથામાં આવશે. આવ્યું તું કાલ. આહાહા! “મૂઢ જીવ પણ ઉપશમને પામતો નથી” આહાહા! તને પ્રતિભાસ થઈ રહ્યો છે લોકાલોકનો અત્યારે !કેમ એ ગળે ઊતરે એને! આહાહાહા ! પ્રતિભાસ થાય છે હોં? લોકાલોકને પ્રત્યક્ષ જાણતો નથી. પ્રતિભાસ છે પણ, પરોક્ષ પણ જાણતો નથી. કોઈ કોઈને પરોક્ષ જ્ઞાન થઈ જાય છે, પછી પ્રત્યક્ષ થઈ જાય છે! સમજાણું?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com