________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૩
પ્રવચન નં. – ૧૪ (ઉત્તર) એમ...! એનો અર્થ એ થાય પ્રતિભાસ!
(શ્રોતા:) ઇ જ્ઞાનની સ્વચ્છત્વ શક્તિ છે, ઇ જ્ઞાનનું સ્વચ્છત્વ જાહેર થઈ ગયું! (ઉત્તર) બરાબર ! (શ્રોતાઃ) જ્ઞાનનું જાણપણું જાહેર નથી થઈ રહ્યું!
(ઉત્તર) સ્વ-પરનો પ્રતિભાસ થાય છે એનો અર્થ “સ્વ-પરને જાણે છે' એવો અર્થ જ નથી. પણ પેલા ધીમે ધીમે શું થયું? અર્થઘટનમાં! ઘણીવાર આપણે વાત થઈ ગઈ છે.
કે સ્વ-પરનો પ્રતિભાસ થાય છે, તો સ્વ-પર જણાય છે. પહેલાં એમ આવ્યું એટલે જે સંસ્કૃત છે ઇ સ્પીરીટ એનું જુદું હોય, અર્થ કરે એટલે જરાક પહેલા પગથિયે થોડું ઢીલું થાય
કે જણાય છે' જણાય છે બેય જણાય છે..બેય જણાય છે..બેય જણાય છે, સ્વને પર બેય જણાય છે, પછી એમ કરતાં-કરતાં “બેયને જાણે છે ત્યાં સુધી નીચે ઊતરી ગયું અર્થઘટન ! આહાહા !
સ્વ-પરનો પ્રતિભાસ છે તો અહીંયાં...આવી ગયો પોતે! અને સ્વ-પર પ્રકાશમાં તો...બહાર નીકળી ગયું જ્ઞાન એનું.... પરને જાણે છે એવો અર્થ કરે તો! આહાહા! ગજબની વાત છે. આ દશ ગાથા તો અમૃત છે! અમૃત છે આ તો!!
એવો વિચાર આવે કે આ દશ ગાથાનું અધ્યયન તો નિરંતર, જગતના જીવોએ કરવા જેવું છે. આમાં અર્થ ચોખ્ખો લખેલો છે પાછો. કોઈને પૂછવું ન પડે! એમ આમાં ગુજરાતીમાં નથી કહેતા? આ વાત અમને જોયેલ દશ્ય ઊડીને આંખમાં આવે છે (કહેવતમાં) નથી કહેતા ! બહુ સારો પદાર્થ હોય (દશ્ય હોય) તો ઊડીને આંખમાં આવે છે.
એમ આ ઊડીને આંખમાં આવે છે કે જાણનાર જણાય છે, પર જણાતું નથી મૂળ ગાથા બે હજાર વર્ષ પહેલાંની, પ્રાકૃત ગાથા છે, એનો અનુવાદ આ છે આહા...હા!
આહા...હા! સ્પષ્ટ શબ્દોમાં કહે છે. અહા! “જીવ પણ ગ્રહવા ન જાયે કર્ણગોચર શબ્દને; જીવપણ ગ્રહવા ન જાય-ચક્ષુગોચર રૂપને-જીવ પણ ગ્રહવા ન જાયે ઘાણગોચર ગંધને” જીવ પણ ગ્રહવા ન જાયે રસેન્દ્રિયના વિષયને “જીવ પણ ગ્રહવા ન જાયે કાયગોચર સ્પર્શને'
પછી...કહે છે “જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિગોચર ગુણને' જ્ઞાનગોચર નથી. ધર્માસ્તિકાયનું જે લક્ષણ છે તેને આત્મા...એના લક્ષણને જાણતું નથી. આહા..હા...હા ! આવી અપૂર્વ વાત આ દશગાથામાં છે. પહેલેથી નક્કી કર્યું હતું કે આ દશગાથા તો લેવી, લેવી ને લેવી આહાહાહા!
હવે, ભાઈએ એમ કહ્યું કે આ એક જરાક..પ્રતિભાસનો આવિર્ભાવ કેવળજ્ઞાનનો થાય ઈ શું છે? સમજી ગ્યા? ખરેખર તો..ખરેખર તો એ સાધકની અનુભવ દશામાં, એની જે જ્ઞાનની નિર્મળતા પ્રગટ થઈ ગઈ છે, એ પ્રગટ થયેલી નિર્મળતામાં અને કોઈ વખતે ધ્યાનમાં-નિર્વિકલ્પ ધ્યાનમાં આવી જાય છે ત્યારે એને અંદરમાં કેવળજ્ઞાનની પર્યાયના દર્શન થાય છે. (આ વાત) ત્રણ જગ્યાએ તો સમયસારમાં છે. ભાવાર્થ કર્તાએ ત્રણ જગ્યાએ લખી છે વાત આ. એક નાગસેન મુનિમાં છે અને બીજું શ્રીમદ્ થઈ ગયા, એકાવતારી. એમના વચનોમાં છે કે અનુભવ જેને થાય છે અને ભવાંતરનું-સ્વને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com