________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન (ચીજો) પણ છે, પણ એ બાહ્યપદાર્થ (ચીજો) ઘટ, પટ આદિ દીવાના પ્રકાશને, એમ કહેતા નથી કે તું મને પ્રકાશ ”—તું મને પ્રકાશ તો જ મારું અસ્તિત્વ છે તેમ તે (પદાર્થો) કહેતા નથી. ઘટ, પટ, એમ કહેતું નથી કે તું મને પ્રકાશ. “દીવાને સ્વપ્રકાશનમાં અર્થાત્ બાહ્ય પદાર્થને પ્રકાશવાના કાર્યમાં જોડતો નથી-ઘટ (ઘડો) એમ કહેતો નથી કે તું મને પ્રકાશ! કેમ કહેતો નથી? (કમ) કે પ્રકાશ તો સ્વયં એને પ્રકાશે છે!
શું કહ્યું? માર્મિક વાત કરી હોં? “હા” પાડશોમાં ઘડિકમાં કોઇ, નહીંતર પકડાઇ જશો! (કીધું કેઃ) દીવાનો પ્રકાશ, આજ સુધી કોઇ ઘટ પટ ને પ્રકાશતો જ નથી હાય, હાય! શું થાશે, આ અમારું શું થાશે ! તારું ભાન થઈ જશે આત્માનું, જો તો ખરો જરા” ક!
આવશે...ધીમે! ધીમે! આપણે ક્યાં ઉતાવળ છે? અહા! આચાર્ય ભગવાન ટીકાકાર અમૃતચંદ્ર ધર્માત્મા! અતિ આસનભવ્ય ધર્માત્મા! એકા” દ ભવમાં તો જેનો મોક્ષ થવાનો છે! કુંદકુંદભગવાન પાંચમા સ્વર્ગમાં ગયા છે! એ એકાવતારી લોકાંતિક દેવ થયા ને ! હવે ત્યાંથી નીકળીને-ઘણા જીવો મુનિઓ છે ત્યાં, છે અત્યારે! એવા આસનભવ્ય ધર્માત્મા, ફરમાવે છે કેઃ “દીવાને સ્વપ્રકાશનમાં એટલે બાહ્યપદાર્થને પ્રકાશવાના કાર્યમાં જડતો નથી કે તું મને પ્રકાશ'- પરપદાર્થ એમ કહેતું નથી કે “તું મને પ્રકાશ'.
(કેટલાકને વળી) ત્યારે એક તર્ક થાય “કે કહ્યા વિના તો એને પ્રકાશે છે ને એ જ તારું અજ્ઞાન છે, એને પ્રકાશતો નથી, ઘડાને પ્રકાશતો નથી, કેમકે “પ્રકાશ્ય” નામની શક્તિ તો દીવામાં છે, એ “પ્રકાશ્ય” નામની શક્તિ ત્યાં ક્યાં વઇ ગઇ છે? દીવાની. દીવો તો દીવાને પ્રકાશે છે, ઘટ-પટને પ્રકાશતો નથી. આહા! આ ચાલતી વાત નથી, દષ્ટાંત સમજવું ય અઘરું પડે!) લાખ્ખો, કરોડો માણસોને પૂછો કે દીવો થાય ત્યારે પરપદાર્થ પ્રસિદ્ધ થાય ને! અંધારું હોય તો પર પદાર્થ પ્રસિદ્ધ ન થાય (ન જણાય!) તો ‘હા’ કહે.
આમાં અજ્ઞાનીનો મત કામ આવે નહીં, અજ્ઞાની તો (વસ્તુસ્વરૂપ) હોય, તેનાથી ઊલટું જાણે માને, એનું નામ અજ્ઞાની કહેવાય, ઇ...તો એનું લક્ષણ છે. દીવો, ઘડાને પ્રકાશિત કરતો નથી. છતાં બધા એમ કહે છે (માને છે) કે દીવો, ઘડાને પ્રકાશે છે! “દીવો' સંબંધે પણ એનું અજ્ઞાન છે, “આત્મા' સંબંધે તો અજ્ઞાન છે! થોડી વાત, સૂક્ષ્મ આવશે, હમણાં આવશે, હમણાં આવશે! અદભુત ચમત્કારિક વાત છે, અજમેરાભાઈ ?
જેમ કુંભારથી ઘડો થતો નથી, એમ દીવાનો પ્રકાશ ઘટને પ્રકાશતો નથી. આ શું ધડાકો? આ ધડાકો છે, મિથ્યાત્વના નાશનો ઉપાય છે. ભાઈ ! શાંતિથી સાંભળ તું, એનું લોજિક આપશે, કારણ આપશે હોં? એમને એમ પ્રકાશતો નથી, એટલું કહીને બંધ નહીં કરે ઇ...એના કારણ આપશે, કે કેમ એને પ્રકાશતો નથી! અને દીવાનું એ પ્રકાશ્ય કેમ નથી? એના લોજિક-કારણ આપશે ધીમે! ધીમે!
આહા ! એ દીવાને એમ કહેતું નથી કે મને સ્વપ્રકાશનમાં પ્રકાશ ! એને જોડતો નથી. જેમ દેવદત્ત યજ્ઞદત્તને બળાત્કારે હાથ પકડીને કામ કરાવે છે, એમ ઘડો, બળાત્કાર કરતો નથી દીવા ઉપર કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com