________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૮૫
પ્રવચન નં. - ૬
‘તું મને પ્રકાશ’! એ તો સ્વભાવ જ છે ઘડાને પ્રકાશવાનો ! દીવાનો પ્રકાશ, ઘડાને પ્રકાશવાનો...સ્વભાવ છે? કે (દીવાનો) દીવાને પ્રકાશવાનો સ્વભાવ છે? દીવાની સાથે પ્રકાશનું તન્મયપણું છે કે અતન્મયપણું છે?
(દીવાને ) ઘટની સાથે અતન્મયપણું-અન્યપણું છે માટે એને પ્રકાશતો નથી. એને (ઘટને ) પ્રકાશે એમ માને તેણે પ્રકાશને અને ઘટર્ન, બેને એક કર્યાં, પ્રકાશ ભિન્ન, અને ઘટ ભિન્ન ! (તેના ) જ્ઞાનમાંથી નીકળી ગયું! (ન્યાય ) આવશે હજી–લોજિક આપશે હજી હોં? એમાં લોજિક આપશે.
આહા ! ‘સ્વપ્રકાશનમાં જોડતો નથી કે ‘તું મને પ્રકાશ ’–‘તું મને જાણ' ઈ તો જ્ઞાનની વાત આવશે-સિદ્ધાંતની ત્યારે ( કહેશે ) આમાં તો...એમ કહેતું નથી કે ‘તું મને પ્રકાશ' અને દીવો પણ ઓલો એમ નથી કહેતું કે ‘તું મને પ્રકાશ' અને દીવો પણ એને પ્રકાશ કરવા જતો નથી !
દષ્ટાંત આપે છે:
અને દીવો પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી વ્યુત થઈને તેને (બાહ્યપદાર્થને ) પ્રકાશવા જતો નથી; ’
આહા.....હા ! જેમ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોય-લોખંડ હોય ને! લોચુંબકમાં એ ખેંચાય છે–સોય એમાં ખેંચાય છે, એવો એક નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બનાવ બની જાય છે, એમાં તો એમ થાય છે, પણ આમાં પ્રકાશ ખેંચાઈને ઘડા સુધી જતો નથી. પોતાનું સ્વક્ષેત્ર છોડતો નથી. પોતાને પ્રકાશવાનું છોડતો નથી. પોતાને પ્રકાશવાનું છોડે તો જ એને પ્રકાશે ! (લોખંડની ) સોય તો ખેંચાય, પણ દીવાનો પ્રકાશ, ત્યાં ખેંચાઈને જાય અને પેલું એને ખેંચે એમ છે નહીં. એનું કારણ આપશે હોં?
‘લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી વ્યુત થઈને ' દીવો, એનો પ્રકાશ પોતાને પ્રકાશવાનું છોડીને એમ. પોતાને પ્રકાશવાનું છોડે, તો એને પ્રકાશે! તો તો બરાબર છે પણ પોતાને પ્રકાશવાનું છોડતો (જ) નથી. ચ્યુત થઈને, તેને બાહ્યપદાર્થને પ્રકાશવા જતો નથી. આહા ! લોચુંબક તરફ (લોખંડની) સોય ખેંચાય છે પણ આ દીવાનો પ્રકાશ, એ ઘડા (આદિ ) તરફ ખેંચાઈને એને પ્રકાશ કરવા જતો નથી.
પ્રશ્નઃ- પોતામાં રહીને એને પ્રકાશે તો શું વાંધો ?
ઉત્તર:- પોતામાં રહીને પોતાને પ્રકાશે! પોતાને પ્રકાશવાનું છોડે (તો એને પ્રકાશે ) એને ભ્રાંતિ થાય છે કેઃ પરને પ્રકાશે છે. દષ્ટાંતે ય પચવું કઠણ પડે તેવું છે! પરંતુ.....હવે એ દીવાનો પ્રકાશ (છે એને ) ઘડો એમ તો નથી કે ‘તું મને પ્રકાશ' અને દીવાનો પ્રકાશ, પોતાના પ્રકાશકને છોડીને, ઘડાને પ્રકાશવા જતો નથી. એમ બે વાત આચાર્યભગવાને કરી, હવે એ ઘડો કેમ કહેતો નથી ? કે ‘તું મને પ્રકાશ’? અને દીવો-પ્રકાશક! એને કેમ પ્રકાશવા જતો નથી ? એની એક ગૂઢ–માર્મિક વાત (આચાર્યદેવ ) કરે છે, લોજિક આપે છે.
“પરંતુ વસ્તુસ્વભાવ ૫૨ વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી તેમ જ વસ્તુસ્વભાવ ૫૨ને ઉત્પન્ન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com