________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
કરી શકતો નહિ હોવાથી,”
આહા....હા ! વસ્તુસ્વભાવ! દીવાનો જે પ્રકાશસ્વભાવ છે, એ દીવાનો–વસ્તુનો પોતાનો, પોતાથી સ્વભાવ છે. એ વિભાવ નથી. એ તો એનો સ્વભાવ છે. જેમ, અગ્નિનો ઉષ્ણ સ્વભાવ છે એમ દીવાનો પ્રકાશ સ્વભાવ છે. (દીવાનો) પ્રકાશક સ્વભાવ છે, સ્વ-૫૨ને પ્રકાશ કરે છે, એમ નથી !
૮૬
અહીંયા એ શલ્ય ગરી ગયું છે, સ્વપ૨પ્રકાશકનું ! મોટું શલ્ય છે, એક અનેકાંતનું અને એક સ્વ૫૨પ્રકાશકનું !
‘પરંતુ, વસ્તુસ્વભાવ ’ એટલે દીવાનો પ્રકાશ નામનો પોતાનો સ્વભાવ છે, એ વસ્તુનો સ્વભાવ છે. ‘(વસ્તુસ્વભાવ) ૫૨ વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી, એટલે ઘડો છે એ પ્રકાશને ઉત્પન્ન કરતો નથી. ઘડો છે તો પ્રકાશ છે, ઘડો કર્તા અને પ્રકાશની પર્યાય, ઘડાનું કાર્ય એમ છે નહીં. બે ભિન્ન પદાર્થ વચ્ચે કર્તાકર્મ સંબંધ હોય નહીં. ઘડો છે, માટે આ પ્રકાશ ઘટકૃત છે કે દીવાકૃત પ્રકાશ છે? દીવાનો પ્રકાશ તો દીવાકૃત છે, ઘટકૃત છે નહીં.
‘વસ્તુસ્વભાવ ૫૨ વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી' એટલે ઘડો હોય તો અહીંયા પ્રકાશ ઉત્પન્ન થાય અને ઘડો ન હોય તો પ્રકાશ ઉત્પન્ન ન થાય, એમ છે નહીં. દીવાનો પ્રકાશ-વસ્તુસ્વભાવ તો પોતાથી પ્રગટ થાય છે. એને ઘડાની અપેક્ષા નથી. એક વાત કરી ત્યાંથી કે: ઘડો કર્તા અને પ્રકાશની પર્યાય કર્મ એમ છે નહીં.
હવે, દીવો પ્રકાશક છે એ કર્તા અને ઘટને પ્રકાશે એ એનું કર્મ, એમ છે નહીં. ઘડા વડે પ્રકાશ ઉત્પન્ન કરી શકાતો નથી અને પ્રકાશ, ઘડાને પોતાનું પ્રકાશ્ય બનાવી શકતો નથી. પોતાનું પ્રકાશ્ય એ ક્યારે બનાવે ? કે પ્રકાશ્યશક્તિનો અહીંથી અભાવ થાય, તો એનું પ્રકાશ્ય થાય, પણ એનું પ્રમેયત્વ, એનું પ્રકાશત્વ એનામાં છે ને આનું આનામાં છે. અહા! એના વડે તો ન થાય પ્રકાશ ઉત્પન્ન ! દીવાનો પ્રકાશ ! વસ્તુસ્વભાવ ૫૨ વડે તો ઉત્પન્ન ન થાય, ઘડા વડે તો પ્રકાશ ઉત્પન્ન ન થાય એ તો ઠીક! પણ....પ્રકાશકનું જે પ્રકાશ્ય છે એ ઘડો નથી! કેમકે ઘડો પ્રકાશ્ય ક્યારે થાય ? કેઃ અહીંયા પ્રકાશક જે છે એનો પ્રકાશ નામનો પ્રકાશ્ય/પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય (તેમાં) પ્રકાશક દ્રવ્ય છે, પ્રકાશ એનો પર્યાય છે (પ્રકાશ્ય નામનો ગુણધર્મ છે)
(દીવાને ) પ્રકાશપર્યાય, દીવાને પ્રસિદ્ધ કરે છે, ઘટને નહીં. એનો પ્રકાશ્ય નામનો ધર્મ દીવાના દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપેલો છે. એટલે પ્રકાશ્ય નામનો જે ધર્મ છે એ પોતાના પ્રકાશ્ય નામના સ્વભાવને છોડી અને ઘડો એનું પ્રકાશ્ય થાય એમ ત્રણકાળે બનતું નથી, એમ છે નહીં.
એની દષ્ટિ, દીવા ઉ૫૨ નથી અને ઘડા ઉ૫૨ છે, એને એમ લાગે છે (ભાસે છે) કે ઘડાથી પ્રકાશ ઉત્પન્ન થાય અને પ્રકાશ ઘડાને પ્રસિદ્ધ કરે! બેય વાત ખોટી છે સો ટકા !
( આચાર્યદેવ ) પછી સિદ્ધાંતમાં વધારે સમજાવશે, આ જરા આમાં અટપટું છે! સિદ્ધાંતમાં વધારે સહેલું આવશે, વખત થઈ ગયો લ્યો....!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com