________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૩
- પ્રવચન નં. - ૬ શું કહે છે? પ્રભુ! સાંભળ! “દ્રવ્ય એમ કહેતું નથી'-આ છ દ્રવ્ય તો કાઢી નાખ્યા પણ સ્વદ્રવ્ય પોતાનું દ્રવ્ય ! જેને “તત્ત્વાર્થસૂત્ર” માં “ગુણપર્યાયવત્ દ્રવ્યમ્” “ઉત્પાદવ્યયધુવયુક્ત સ' કહ્યું છે-(તે) પરિણામી...પરિણામી..પરિણામી આ પરિણામી દ્રવ્ય એમ નથી કહેતું કે તું મને જાણ” અને આત્મા અપરિણામીને છોડીને એને જાણવા જતો નથી! આવી વસ્તુસ્થિતિ હોવા છતાં, હે મૂઢપ્રાણી! તું પરિણામીદ્રવ્યને ક્યાં જાણવા ગયો? એ તારા જ્ઞાનનો વિષય નથી, એ તો ઇન્દ્રિયજ્ઞાનનો વિષય-બુદ્ધિનો વિષય (છે), મનનો વિષય છે, એ આત્માનો વિષય આત્મજ્ઞાનનો વિષય નથી.
(અહીંયા) લક્ષની પ્રધાનતા છે, ધ્યાન રાખવું, પ્રતિભાસ અહીં ગૌણ છે, લક્ષની પ્રધાનતાથી વાત ચાલે છે. આહાહા! બુદ્ધિના વિષયમાં આવેલા “દ્રવ્યને '-આ “જીવતત્ત્વ” એમ કહ્યું નથી ! મફતનો ગ્રહવા જાય છે તારા હાથમાં કાંઈ આવશે નહીં! આવું જાણીને પણ મૂઢ જીવ, દ્રવ્યને જાણવા જાય છે તેથી ઉપશમભાવને પામી શકતો નથી! ઉપશમભાવ એટલે ઉદાસીન ભાવને પામતો નથી-વીતરાગદશાને પામતો નથી, અને શિવબુદ્ધિને છોડીને કલ્યાણકારી બુદ્ધિને છોડીને પોતાને જાણવાનું છોડીને, આ દ્રવ્યને જાણવાનું મન કરે છે! એ તો દુઃખદાયક દૃષ્ટિ છે. એમાં તને કાંઈ ફાયદો નથી.
લ્યો! આ બે ગાથા થઇ વિસ્તારથી, હવે ટીકા! આ દશ ગાથા (ની કહેલી વાત ) સમજાણી હોય ને તો ટીકા સમજાશે, મગજમાં આવી હશે ને તો ! આમાં ઇન્દ્રિયજ્ઞાન અને આત્મજ્ઞાન બે (જ્ઞાનો) ભિન્ન ભિન્ન તત્ત્વો છે, ઇન્દ્રિયજ્ઞાનનો વિષય “પર” છે અને આત્મજ્ઞાનનો વિષય “સ્વ” છે.
ટીકા - હવે, અમૃતચંદ્ર આચાર્યદવ ટીકા કરે છે, ટીકા એટલે વિસ્તાર, જે એમાં (ગાથામાં-મૂળમાં) છે ને! ગૂઢ ભાવ ભરેલા (છે) એને ખોલે છે, અને મૂળગાથાઓમાં (તો સિદ્ધાંત) દષ્ટાંત નહોતું આપ્યું (વે) ટીકાકાર સિદ્ધાંતને સમજવામાં સરળતા આવે, એટલા માટે દષ્ટાંત એક આપે છે, એ દષ્ટાંત પણ એવું છે કે, કોઇએ કદી સાંભળ્યું ન હોય એવું છે! છે તો પરિચિત, દીવાનું દષ્ટાંત ! ઈ આવશે, જુઓ ! પ્રથમ દષ્ટાંત કહે છે:
“આ જગતમાં બાહ્યપદાર્થ-ઘટપટાદિ-,જેમ દેવદત્ત નામનો પુરૂષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઇ કાર્યમાં જોડે તેમ, દીવાને સ્વપ્રકાશનમાં (અર્થાત્ બાહ્યપદાર્થને પ્રકાશવાના કાર્યમાં) જોડતો નથી કે “તું મને પ્રકાશ'.
આહા ! આ જગતમાં આ વિશ્વમાં બાહ્ય પદાર્થ-ઘટ, પટ આદિ આત્માને છોડીને, બાકીના જે બધા પદાર્થો છેસોફાસેટ, ખુરશી (ગાદી-તકીયા) વગેરે, વગેરે બધું હોય ને! બાહ્યપદાર્થ ઘટ, પટ, આદિ, જેમ-જેવી રીતે દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઇ કાર્યમાં જોડે તેમ-એ પુરુષ બીજાનો હાથ ઝાલીને કહે (ક) હાલ મારી સાથે, આ કામ સાથે મળીને કરીએ, એમ એનો હાથ પકડી, ઝાલીને કામ કરાવે છે ને! તેમ ઘટ-પટ, પ્રકાશને પકડીને એમ કહેતા નથી કે તું મને પ્રકાશ'.
કહ્યું...? પ્રકાશ પણ છે ઘટ, પટ પણ છે. “બે” (ય) નું અસ્તિત્વ છે બેનું (બન્નેનું) હોવાપણું છે, દીવો પણ છે ને દીવાનો પ્રકાશ પણ (પ્રગટ) થાય છે અને સામે ઘટપટ આદિ બાહ્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com