________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી શુદ્ધાત્માને નમ: શ્રી પરમાત્મને નમ: શ્રી સમયસાર ગાથા ૩૭૩-૩૮૨.
તા. ૧૫-૯-૯૧ જામનગર પ્રવચન નં. ૩ આજે દશલક્ષણ પર્વનો ત્રીજો દિવસ છે. આજે “ઉત્તમ આર્જવ ધર્મ' નો દિવસ કહેવાય છે. ઉત્તમ આર્જવ એટલે સમ્યગ્દર્શનપૂર્વકની વીતરાગી સરળતા! જે શ્રીમદ્જીએ પણ કહ્યું છે: મધ્યસ્થતા, કષાયની મંદતા, સરળતા ઇન્દ્રિયજીતપણે એમાં જે સરળતા કહી છે, તે આ સરળતા છે. સામાન્ય સરળતા તો અનંતવાર જીવમાં આવી અને સ્વર્ગમાં ગયો! પણ એકવાર જો આ સમ્યગ્દર્શનપૂર્વકની સરળતા આવે, તો ચારિત્ર અંગીકાર થઈ જાય છે. આહા! ( એવી આ) વીતરાગી સરળતા ! આત્માનાં જ્ઞાયક સ્વરૂપમાં કપટનો ભાવ જ ઉત્પન્ન ન થવા દેવો, ઉપદેશ બોધમાં તો એમજ (વાણી) આવે ને! બાકી ઉત્પન્ન થવાનો (તેનો) કાળ જ ન હોય, ત્યારે ઉત્પન્ન થતો જ નથી. “થવાયોગ્ય થાય છે” પણ ઉપદેશ બોધમાં એમ હોય, કપટનો ભાવ ઉત્પન્ન ન થવા દેવો તે ઉત્તમ સરળતા છે.
અહા! આત્મા, જ્ઞાનઆનંદની મૂર્તિ છે. ક્રોધ, માન, માયા, લોભ રહિત છે. ત્રણે કાળ રહિત છે. જ્યારે રહિત છે? પર્યાયમાં ક્રોધ થાય ને ત્યારે જીવતત્ત્વ, આસ્રવથી સર્વથા ભિન્ન છે! તેને (તે) જેવો છે તેવો સમજવો અને શ્રદ્ધામાં વક્રતા ન કરવી-ઊંધાઈ ન કરવીઆડોડાઈ ન કરવી, તે સમ્યગ્દર્શનરૂપ સરળતા છે. અને ચૈતન્યસ્વરૂપ (આત્માને) જેમ છે તેમ ન માનતાં સ્વરૂપની આડાઈ કરીને, પુણ્ય-પાપવાળો માનવો-આત્મા પુણ્ય-પાપવાળો નથી છતાં (તેવો) માનવો એ તેની આડોડાઈ છે-અજ્ઞાનતા છે. એવું આત્માનું સ્વરૂપ નથી. અજ્ઞાની માને છે એવું આત્માનું સ્વરૂપ (જ) નથી! સર્વજ્ઞ-ભગવાન કેવળજ્ઞાનમાં જાણે છે એવું આત્માનું સ્વરૂપ છે. અને સંતો અનુભવે છે તેવું આત્માનું સ્વરૂપ છે.
પ્રફુલ્લભાઈ ! ત્યાં કેમ બેઠા ! આગળ આવો ને! અહીં આવો આગળ આવો, આચાર્ય ભગવાન કહે છે. આવો.. આવો.. અહીંયા. અહીં જગા છે. આવો આવો ! શું કહે છે. સંતો શું કહે છે! કપટનો ભાવ તું છોડી દે! કપટ એટલે શું? (ક) આત્મા શુભાશુભ ભાવથી રહિત છે,
- રહિત છે. છતાં માને કે મારો આત્મા પન્યશાળી છે. એ કપટના ખેલ છે બધાં! (કારણ કે) પુન્ય અને પુન્યનાં ફળ આત્મામાં નથી. જ્ઞાનીઓને ક્યાં કોઈ પાસે ફાળો કરવો છે? હું, ( તેઓ ) નગ્ન દિગંબર મુનિ (રાજ) આહા....? નાગા, બાદશાહ થી આઘા” એમ કહેવત છે ને!
કહે છે કે કુળ-કપટના ભાવ તું છોડી દે! હું કર્મવાળો છું, હું ફેકટરીવાળો છું ને જમીનવાળો છું અને પુન્યવાળો છું. આહાહા! ગુરુદેવ કહેતા 'તા કેટલાવાળા? એક વાળો (એક પ્રકારનો રોગ)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com