________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૩૪ નીકળે તો દુ:ખનો પાર નહીં, અગાઉના કાળમાં (સમયમાં)વાળા બહુ નીકળતા ! (તો આને) કેટલાવાળા? આ વાળો...આ વાળો...આ વાળો. હવે રહેવા દે ને! કુળ-કપટના ખેલ છોડી દે ને! “હું તો જ્ઞાનમય આત્મા છું” મારામાં પુણ્ય પાપના ભાવો નથી. અનાદિ-અનંત પુણ્યપાપથી ભિન્ન મારો આત્મા (છે) હું તો જ્ઞાનાનંદ આત્મા છું (એમ) લે ને? કપટના ખેલ કરીને ચારગતિમાં દુઃખી થઈ રહ્યો છે!
(આત્માને) એમ ન માનતા, સ્વરૂપની આડાઈ કરી, પુણ્ય-પાપવાળો માનવો પુણ્યપાપ ભલે હો (પર્યાયમાં ) પણ એ વાળો છું (એ મારો સ્વભાવ છે) એમ નહીં પણ એનાથી રહિત છું. જ્ઞાનથી સહિત ને પુણ્ય (પાપ) થી રહિત છું, એમ જાણને, માન ને! આહી...! પુણ્ય ને પાપવાળો માનવો તે તો અનંત કપટ છે. કપટની આગળ વિશેષણ મૂકયું (અનંત!) આ કપટના ખેલ કર્યા છે અનંતકાળથી (અજ્ઞાનીએ) એ માયા-કપટના ખેલથી, એને તિર્યંચ પર્યાય આવે છે.
આહા.હા ! કોઈ પરના સંગથી કે પુણ્ય પરિણામથી આત્માને લાભ માનવો, એ વક્રતા છે, અડોડાઈ છે, અનાર્યતા છે! આહા ! ઈ અનાર્યપણું છે. તો આ ભરતક્ષેત્ર છે તે આર્યની ભૂમિ છે, આર્યની ભૂમિ સાચી પણ પુષ્યવાળો (પોતાને) માને તો, અનાર્ય છે, જીવ! (તે) આર્ય નથી. (તે) વીતરાગી સરળતા નથી. સામાન્ય સરળતા હોય તે પુણ્યબંધનું કારણ છે, અને વીતરાગી સરળતા તે મોક્ષનું કારણ છે.
અહીંયાં તો મોક્ષ થવાની જ વાત ચાલે છે. પુણ્ય થાય ને સ્વર્ગમાં જાય એ વાત.. અહીં નથી, ઈ દુકાન બીજી ઈ દુકાન બીજી, આ તો વીતરાગની ગાદી છે!
કોઈ પરના સંગથી કે પુણ્યના પરિણામથી, આત્માને લાભ માનવો તે વક્રતા છે. અનાર્યતા છે. આર્ય એટલે સરળ! જેવું સહુજજ્ઞાયકમૂર્તિનું આત્મસ્વરૂપ છે, તેવું જ જાણવું ને માનવું, જરાય વિપરીત ન માનવું (જાણવું) તે સરળતા છે. આ સરળતાની વ્યાખ્યાયે ય જુદી! અજ્ઞાની સરળતાની વ્યાખ્યા કરે તે ય જુદી ! અને જ્ઞાનીની (સરળતાની) વ્યાખ્યા જુદી (જ) હોય. આહા ! ચૈતન્યસ્વરૂપની સમજણમાં આડાઈ કરીને, કોઈ વિકલ્પ કે વ્યવહારના આશ્રય લાભ માનવો તે અનાર્યપણું છે. શુભભાવથી ધર્મ માનવો તે અનાર્યપણું છે.
(કોઈને એમ થશે કે) તો...તો બધો વ્યવહારનો લોપ થઈ જશે? (અરે! ભાઈ ) વ્યવહારનો લોપ કરવા જેવો છે, તો તું પરમાત્મા થઈ જઈશ, આહા વ્યવહારના લોપે સ્વચ્છેદી નહીં થઈશ ! જ્યાં દષ્ટિમાં આત્મા લીધો અને વીતરાગી સરળતા (પર્યાયમાં) પ્રગટી, ત્યાં અલ્પકાળમાં તેને મોક્ષની પર્યાય પ્રગટ થાય છે (પરંતુ તેની) પહેલાં સમ્યગ્દર્શન (પ્રગટે છે. ).
(જુઓ ભાઈ !) ચૈતન્યસ્વરૂપની સમજણમાં આડાઈ કરીને, કોઈ વિકલ્પ કે વ્યવહારના આશ્રયે (ધર્મ માનવો) અનાર્યતા છે. વ્યવહાર રત્નત્રય પણ રાગ છે. (જો કે) વ્યવહારરત્નત્રયનાં પરિણામ સાધકને જ હોય છે. મિથ્યાદષ્ટિ ને વ્યવહાર રત્નત્રયનાં પરિણામ તો હોય નહીં. આહા ! સાધકનાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com