________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૩૫
પ્રવચન નં. - ૩ વ્યવહાર રત્નત્રયનાં પરિણામ પણ બંધનું કારણ છે, નિશ્ચયરત્નત્રયનાં પરિણામ મોક્ષનું કારણ છે (કેમકે) નિશ્ચય રત્નત્રયનાં પરિણામ આત્મ-આશ્રિત છે. વ્યવહાર રત્નત્રય (નાં પરિણામ ) પરાશ્રિત છે.
આત્મ-આશ્રિત સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રનાં જે પરિણામ, અભેદ થાય તે, નિશ્ચય મોક્ષનો માર્ગ છે. પણ કેવળજ્ઞાન પૂરું (પૂર્ણ) ન થાય ત્યાં સુધી વચ્ચે આ પ્રકારનું બાધક તત્ત્વ (કે જે) વ્યવહા૨ રત્નત્રયનાં પરિણામ ( સાધકને ) આવે છે. શાસ્ત્રોનું જ્ઞાનદેવગુરુશાસ્ત્રનું શ્રદ્ધાન-નવતત્ત્વનું શ્રદ્ધાન એવા બધા ભાવો-શુભભાવ-રાગ આવે છે, પણ તે (ભાવો ) બંધનું કારણ છે. મોક્ષનું કારણ નથી, સાધકને ય નથી. આહા ! વ્યવહાર–રત્નત્રય પણ રાગ છે. તે આત્માનું સ્વરૂપ નથી પ્રભુ !
આહા...! આત્માનું જ્ઞાયકસ્વરૂપ! જીવતત્ત્વનું સ્વરૂપ! પુણ્ય-પાપથી રહિત છે. ( જે ) સહિત માને છે તે બધા અનાર્યતા-કપટના ખેલ છે! વ્યવહાર રત્નત્રય-પરાશ્રિત ભાવથી, તેને લાભ માનવો, તે અનંત કપટનું સેવન છે. એ કપટ સેવે છે.
વ્યવહાર રત્નત્રયના ભાવ હોય તે જુદી વાત છે, પણ એનાથી મોક્ષમાર્ગ માનવો, એનાથી મોક્ષ માનવો એ મિથ્યાત્વ છે.
વ્યવહાર રત્નત્રયના પરિણામનું અસ્તિત્વ, તે મિથ્યાત્વનું કારણ નથી. તે તો સાધકને હોય છે, હેયબુદ્ધિએ આવે છે. આહા ! એને ઇન્દ્રિયજ્ઞાન જાણે છે અને આત્માને આત્માનું જ્ઞાન જાણે છે, એવી કાર્યસ્થિતિ ચાલુ હોય છે. વ્યવહાર રત્નત્રય (કે જે ) પરાશ્રિત ભાવ તેનાથી લાભ માનવો (તે અજ્ઞાન છે) અને તે વ્યવહારનો આશ્રય છોડીને, એટલે રાગનું લક્ષ છોડીને, આશ્રય છોડીને એટલે લક્ષ છોડીને, નિશ્ચય શુદ્ધ જ્ઞાતા (આત્મ ) સ્વભાવને જાણવો ને માનવો “ જાણનારને જાણવો જાણનાર છું તેમ માનવું”-જાણનારને જાણવો ને જાણેલાનું શ્રદ્ધાન કરવું કે: જાણવામાં આવ્યો તે હું જ છું એમ પ્રતીતિમાં લે, તેમાં સ્થિર થાય છે, તે ‘ ઉત્તમ આર્જવ ધર્મ' છે.
ચારિત્ર
આહા ! ( નિજ ) સ્વભાવની શ્રદ્ધા અને જ્ઞાન થયા પછી, મુનિદશામાં જે વ્યવહાર રત્નત્રયની (શુભ) વૃત્તિ ઊઠે તે રાગ છે. આહા ! પાંચ મહાવ્રતનાં પરિણામ, તે બંધનું કારણ છે. તે ઉદયના સંગથી, તે ઔયિકભાવ થાય છે, તે સંવ-નિર્જરા તત્ત્વ નથી. તે બંધ તત્ત્વ છે, આસ્રવતત્ત્વ છે. તે કાંઈ ઉત્તમ આર્જવ ધર્મ નથી, વ્યવહાર રત્નત્રયનાં પરિણામ પણ રાગરહિત થઈને જેટલો (વીતરાગ) સ્વરૂપમાં ઠર્યો, સ્થિર થયો તેટલો ઉત્તમ આર્જવધર્મ છે. વીતરાગી પરિણામને ‘ધર્મ’ કહેવામાં આવે છે. રાગ ‘ધર્મ’ નથી. સાધકને ‘વ્યવહાર ધર્મ’ કહેવાય ! પણ નિશ્ચયથી, તે પણ અધર્મભાવ છે સાધકને !
સ્વભાવથી વિરુદ્ધ ભાવને ‘ અધર્મ’ કહેવામાં આવે છે. સ્વભાવની સાથે અણમળતો ભાવ છે રાગ, માટે ( તે ) ધર્મ નથી. સ્વભાવથી વિરુદ્ધ ( ભાવ ) છે માટે અધર્મ છે. ધર્મ નહીં. ‘ઉત્તમ આર્જવ ધર્મ' છે ખરેખર તો આત્માના વીતરાગી ભાવમાં જ. એક વીતરાગી પર્યાય પ્રગટ થાય છે, એમાં જ ઉત્તમક્ષમા આદિ દશે ય ધર્મો સમાઈ જાય છે, એ તો પૂર્વ પર્યાયની અપેક્ષાએ તેના દશ ભેદ (કહેવાય) છે બાકી, વીતરાગી પર્યાય તો એક જ છે તેમાં દશેય ધર્મો આવી જાય છે–સમાઈ જાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com