________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
નથી.
૧૨
ત્યારે કોણ એને જાણે છે? એવા પ્રશ્નો ઘણા આવશે, એ પ્રશ્નોના ઉત્તર પણ આમાં બધા આવશે ધીમે-ધીમે ! ધીમે-ધીમે આવે ને, એક સાથે (કાંઇ) બધી વાત ન થાય !
બે વાત કરી કે: શબ્દ એમ કહેતો નથી કે તું મને જાણ, અને આ આત્મા છે-બધાના આત્માની વાત છે હો! આ આત્માનો સ્વભાવ આત્માને જાણવાનો છે, શબ્દને જાણવાનો નથી. આત્માનો સ્વભાવ ) શબ્દને જાણવાનો હોય તો તો શબ્દને જાણે, પણ આચાર્ય ભગવાન કહે છે ‘કે શબ્દને જાણનારું જ્ઞાન જુદું ને આત્માને જાણનારું જ્ઞાન જુદું, અંદર બે ભાગ પડેલા છે. (બે વચ્ચે સાંધ છે ) સાંભળ તું ! આહા ! એકત્વ-વિભક્ત આત્માની વાત હું કહીશ.
આહા ! શબ્દ એમ કહેતા નથી કે તું મને સાંભળ, અને આત્મા પણ પોતાના સ્થાનથી ( એટલે ) પોતાને જાણવાનું છોડીને, એને જાણવા જતો નથી. એટલે એનું લક્ષ કરીને એને જાણે એવો આત્માનો સ્વભાવ નથી. આહા...હા ! આત્માને જાણવાનું છોડે નહીં અને શબ્દને જાણવા જાય નહીં અને શબ્દ કહેતો નથી કે તું મને જાણ !!
અહા ! અંદ૨માંથી ‘ હા ’ આવી જશે એવી વાત છે ‘ આ ’ ! કુંદકુંદની વાણી છે!
(શું કહે છે) · તેને જાણવા જતો નથી' આહા !' બન્ને તદ્દન સ્વતંત્રપણે પોત-પોતાના સ્વભાવથી સ્વતંત્રપણે પરિણમે છે. (તેમાં) પુદ્દગલ શબ્દરૂપે પરિણમે છે અને આત્મા પોતાને જાણવારૂપે પરિણમે છે. પોતાને જાણે અને શબ્દને જાણે, એવું સ્વરૂપ છે નહીં.
અમને બધી ખબર છે. આવશે સ્વ૫૨પ્રકાશકનો ખુલાસો તો આવશે, આવે તો ખરું ને ભઇ! સ્વને જાણે ને શબ્દને જાણે વ્યવહારે, એ બધું આવે છે શાસ્ત્રમાં તો એનું શું? એનો બધો ખુલાસો આસ્તે-આસ્તે, ધીમે-ધીમે (આવશે હોં!)
આહા...હા ! ખુલાસા તો બધા આવશે. ૫૨માર્થની વાત એણે સાંભળી નથી, ને વ્યવહારની વાત બધી એણે સાંભળી છે ને વ્યવહાર સાચો લાગ્યો છે. આ વ્યવહા૨ સાચો લાગ્યો, એનો સંસાર-ચારગતિનું દુ:ખ છે. જ્યારે વ્યવહાર જૂઠો લાગશે ને નિશ્ચય સાચો લાગશે, ત્યારે એને અનુભવ થઇ જશે. આહાહા! આ કાળમાં અનુભવ થઇ શકે છે, ચારિત્રદશા પણ પંચમકાળમાં આવી શકે છે, છઠ્ઠા સાતમા સુધી આવી શકે છે. શ્રેણી નથી અત્યારે! એટલે અરિહંતદશા અત્યારે (આ ક્ષેત્રે) થતી નથી. તો છઠ્ઠુ સાતમું (ગુણસ્થાન ) જો આવી શકે આ પંચમકાળના છેડા સુધી, તો સમ્યગ્દર્શન ને જ્ઞાન તો સાધારણ છે, ગૃહસ્થને થઇ શકે છે. વ્યાપાર કરવા છતાં હૈયાહેયનું જ્ઞાન ગૃહકામ કરવા છતાં પણ હૈયાહેયનું જ્ઞાન! ‘યોગસાર' માં લખ્યું છે આહા...હા! સમ્યગ્દર્શન માટે નગ્ન થવાની જરૂર નથી! આ...હા...હા!
ચારિત્રદશા માટે નગ્નદશા હોય છે, એ કપડાંવાળા (સાધુ) ન હોય! પણ અહીંયાં તો કહે છે: કપડાં મારા નથી ને કપડાંને જાણતો નથી, હું તો જાણના૨ને જાણું છું, કપડાં કપડાંમાં રહી જાય છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com