________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧
પ્રવચન નં. – ૧ પંડિતજી પોતે લખે છે. જયચંદજી પંડિત થઇ ગયા, જયપુરમાં પોણાબસો બસો વર્ષ પહેલાં, એણે આ અનુવાદ કર્યો છે, એનું આ લખાણ છે.
“સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ આદિરૂપે પરિણમતા પુદ્ગલો”
કોણ આ શબ્દરૂપે પરિણમતું હશે, આત્મા કે પુદ્ગલ? આહ.હા? ગુરુદેવ કહે, વાણિયાને વિચાર કરવાનો ટાઇમ મળતો નથી.' આ શબ્દરૂપે પુગલ પરિણમે છે એ ભાઈ ! આત્મા શબ્દરૂપે પરિણમતો નથી, માટે શબ્દની પર્યાયનો કર્તા આત્મા નથી. આહાહા ! પુદ્ગલ પરિણમે છે એમ લખ્યું આમાં!! પરિણમતા પુદ્ગલો, આત્માને કાંઇ કહેતા નથી કે “તું અમને જાણ”
એકદમ ઊંચા પ્રકારની ગાથા છે. અતીન્દ્રિયજ્ઞાનમયી આત્મા અને ઇન્દ્રિયજ્ઞાન-બે વચ્ચેના ભેદજ્ઞાનનો ફેંસલો છે. આત્મા અને રાગ વચ્ચેનો ફેંસલો તો આખા સમયસારમાં છે, આત્મા અને આસવ ભિન્ન છે એ વાત તો ઠેકઠેકાણે આવે છે, પણ ઇન્દ્રિયજ્ઞાનથી, અતીન્દ્રિયજ્ઞાનમયી જ્ઞાયક આત્મા, ભિન્ન-ભિન્ન છે બે તત્ત્વ! એ વાત થોડી આવી છે, શાસ્ત્રોમાં પણ, આવી તો છે. આ એક જ જગ્યાએ એ છે એમ નથી, સમયસારમાં ઘણી જગ્યાએ છે પણ છૂટી-છવાઇ છે.
એ વાત કહે છે કે સ્પર્શ આદિ પદાર્થો, શબ્દ આદિ પદાર્થો, આત્માને એમ કહેતા નથી.. કે તું અમને જાણ. શબ્દ એમ કહેતો નથી કે તું અમને જાણ. શું કહ્યું? શ
શબ્દ એમ કહેતો નથી કે તું અમને જાણ, આ જે શબ્દ નીકળ્યો ને, તમારા કાન ઉપર આવ્યો ને, કાન સુધી આવે છે ઇ, એનાથી આગળ જતો નથી. કર્ણ ઇન્દ્રિયનો વિષય છે ઇ. જ્ઞાનનો વિષય નથી. સમજાશે હોં? ધીમેધીમે ! દશ દિવસ આપણા હાથમાં છે, એક દિવસ હોય તો જરા કઠણ પડે, પણ દશ દિવસ છે ને! એટલે સમજાશે, નહીં સમજાય છે તો (શલ્ય ) કાઢી જ નાખવાનું ! (માથું ધૂણાવીને ના, ના) સમજ્યા વિના ના, ના ન કરવું. આમ તો કરવું નહીં અને સમજ્યા વિના આમ માથું ધુણાવીને હા, હા પણ ન કરવું. (જિજ્ઞાસાપણે તટસ્થ ) આમ સમજવા માટે માથુ સ્થિર રાખવું, બરાબર સમજાય ત્યારે આમ (હા, હું માથું ધુણાવવું) કરવું આહા..! આમ તો (ના, ના, તો કરીશ મા!
આ જિનેન્દ્રભગવાનની વાણી ! ત્રણલોકના નાથની વાણી! કુંદકુંદ આચાર્ય ભગવાનની વાણી...આવી છે.
આહા....! એ (સ્પર્શદિ) એમ કહેતા નથી કે તું મને જાણ, અને આત્મા પણ(પ્રથમ) ઓલા પક્ષથી કહ્યું હવે આ પક્ષથી કહે છે. શબ્દો નીકળે છે ઈ એમ કહેતા નથી શબ્દો-જડ, આત્માને એમ કહેતા નથી કે તું મને સાંભળ, તું મને જાણ. કેમ (ક) શબ્દ જડ છે એ કાંઈ કહે આત્માને? કે તું મને જાણ? એમ કહેતા નથી. અને અહીંયાં હવે આ પક્ષથી વાત કરે છે. અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને પોતાને જાણવાનું છોડીને, આહા! અમૃત જેવી ગાથા છે.
આત્મા, જ્ઞાનાનંદ પરમાત્મા છે ને એનું લક્ષણ ઉપયોગ ને એ ઉપયોગમાં નિરંતર, બાળગોપાળ સૌને ભગવાન આત્મા એમાં જણાઈ રહ્યો છે, એ પોતાને જાણવાનું છોડીને, એ શબ્દને જાણવા જતો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com