________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૧
પ્રવચન નં. – ૨૦ છે તો બહિર્મુખ થઇ ગયો, અનંતકાળથી જ્ઞાન (બહિર્મુખ છે) હવે અંતરમુખ થઇને આત્માની અનુભૂતિ કેવી રીતે થાય, એની વાત ચાલે છે.
આમાં આ નાની ભૂલ નથીહું પરને કરું છું (પરનો કર્તા છું) એ તો મોટી ભૂલ છે જ પણ “પરને જાણું છું” એ પણ મોટી ભૂલ છે!! એ છૂપી ભૂલ છે.
- જ્યારે જ્ઞાની-અનુભવી-સાધક (આ ભૂલો બતાવે ત્યારે ખ્યાલમાં આવે! “પરને જાણું છું” એને કોઇ દોષ માનતા જ નથી. (પરને) જાણતો નથી છતાં પણ હું “પરને જાણું છું” એવો હઠાગ્રહ કરીને પરિણમે છે તો જ્ઞાન જાણવામાં આવી રહ્યું હોવા છતાં, એને જ્ઞાનનાંજ્ઞાયકનાં દર્શન નથી થતાં !
એવી વાત છે.
સૌને, બધાને-આબાળ-ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા/ત્યાં જ્ઞાનની પર્યાય જાણવામાં આવે છે એમ નથી લીધું (પરંતુ) અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે! એટલે જણાઇ રહ્યો છે આત્મા કેમકે કથંચિત્ અભેદ છે પર્યાયથી. શેયની અપેક્ષાએ તો અભેદ જ છે, “ધ્યેયની અપેક્ષાએ કથંચિત્ છે.
બાળ-ગોપાળ સૌને સમયે સમયે જાણનાર જણાય છે...સમયે સમયે જાણનાર જણાય છે, સમયે સમયે જાણનાર જણાય છે.સમયે સમયે જાણનાર જણાય છે. આહા..હા ! જાણનારો જણાઇ રહ્યો છે!! છતાં માનતો નથી, પર જણાય છે એમ માને!
એક ધર્મદાસ ક્ષુલ્લક થઈ ગયા. એમણે આત્માનાં દર્શન માટે બહુ પ્રયત્ન કર્યો! અથાગ પ્રયત્ન કર્યા!! અને જે એની પોતાની સમજણ છે અથવા જ્યાં જ્યાંથી ઉપદેશ મળે તે તે પ્રકારે એ કરતા ગયા! કોઈ કહે સો વખત સમ્મદશીખરની જાત્રા કરો તો દર્શન થશે ! ગિરનાર, શેત્રુંજય- પાલીતાણા આમ કરો ! આમ કરો! જે કહે ત્યાં જાય જે કહે ત્યાં જાય એમ કરતાં-કરતાં-કરતાં એક સમય એવો આવ્યો કે તેઓ મિરારમાં કારંજા ગામ છે. ત્યાં ભટ્ટારક રહેતા હતા. કોઇએ (તેમને) કહ્યું કે એ ભટ્ટારક છે ને! એ “સમયસાર” ના પાડી છે. ત્યાં તમોને રસ્તો મળી જશે! ત્યાં એકવાર જાવ. તો ત્યાં ગયા. વિનય કરીને, વંદન કરીને બેઠા, ધર્મદાસ ક્ષુલ્લક.
તો.બાપજી! મારે આત્માના દર્શન કરવા છે! ઘણું ઘણું કર્યુ? તું, આટલું આટલું કર્યું જે જે ક્રિયાઓ-પ્રયત્નો કર્યા હતા તેની બધી વાત કરી દીધી, રીપોર્ટ દઈ દીધો બધો. તો પણ મને આત્માનાં દર્શન થયા નથી ! તો એમણે (ભટ્ટારકે) કહ્યું: શું તું આંધળો છો? એટલું કહીને ચૂપ થઈ ગયા. વિચાર કરે છે ધર્મદાસ ક્ષુલ્લક ! હું તો દેખતો છું. આંધળો તો હું નહીં આ શું કીધું? આ શું શબ્દ આવ્યા ? શું આંધળો છો? તો બાપજી! આપશ્રીએ જે મંત્ર દીધો પણ મારી સમજમાં નથી આવતો....તો કૃપા કરીને ખોલીને ( વિસ્તાર કરીને-રહસ્ય ખુલ્લું કરીને) મને બતાવો તો મને સમજાય, મારી સમજણમાં આવે.
એમણે બતાવ્યું-કહ્યું: શું દેખવાવાળાને દેખતો નથી તું? જાણનારને જાણતો નથી? દેખનારો તને દેખાય છે. જો !!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com