________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી શુદ્ધાત્મને નમ: શ્રી સમયસારાય નમઃ
શ્રી સમયસાર ગાથા ૩૭૩-૩૮૨
તા. ૨૩-૧૧-૯૬ કલકત્તા, સવારે. પ્રવચન નં.-૨૦
આજનું બાબુજીનું (યુગલજીનું) જે સ્પષ્ટીકરણ આવ્યું છે, તેનું તાત્પર્ય બહુ ઊંચું છે. એમણે કહ્યું: જેવું સ્વરૂપ છે તેવું કહ્યું. કે બધાને જ્ઞાન જ જાણવામાં આવે છે. જ્ઞેય જણાતું નથી. તો પણ તેની દૃષ્ટિ અનાદિકાળથી જ્ઞેય ઉપર છે. સ્વજ્ઞેયને ભૂલીને ૫૨જ્ઞેય ઉ૫૨ દૃષ્ટિ છે. ભેદજ્ઞાનનો અભાવ છે. એટલે સમયે સમયે એને જ્ઞેય જ દેખાય છે. આ કાળો છે, આ ધોળો છે, આ રૂપ છે, આ ગંધ છે, વર્ણ છે.
ખરેખર તો બધાને પોતાનું જ્ઞાન જ જણાઇ રહ્યું છે. બીજું જણાતું નથી. છેલ્લી પંદર મિનિટમાં તો કહે છે કે શેય તો જ્ઞાનમાં આવતું જ નથી, એ વાત તો દૂર રહો...પણ શેય દેખાતું જ નથી. શેય જેમાં જણાય છે એવું જ્ઞાન જણાય છે! જે શાયકનું જ્ઞાન હોવાથી શાયક જ જણાય છે!!
આહા...હા ! આ મોટી ભૂલ છે, જાણવામાં આવે છે સમયે સમયે જ્ઞાન અથવા જ્ઞાયક!! બાળ-ગોપાળ સૌને આવે છે ને! પ્રત્યેક સમયે પ્રત્યેક જીવને જણાય છે જ્ઞાન પોતાનું જ્ઞાન, બીજાનું જ્ઞાન નહીં. સમયે સમયે જ્ઞાન જાણવામાં આવતું હોવા છતાં જણાતું હોવા છતાં, એમાં ‘૫૨નો પ્રતિભાસ ’ દેખીને અનંત કાળથી ભૂલ્યો છે. કે મને શરીર જણાય છે, રાગ જણાય છે, પ૨ જણાય છે, છ દ્રવ્ય જણાય છે.
મોટી ભૂલ થઇ છે ભાઈ ! આ સાધારણ વાત નથી!
આ શેય અને શાયકનો જે દોષ થયો છે તેનો પરિહાર કરવાનો આ પાઠ ચાલે છે. ભલે! લોકાલોક પ્રતિભાસે જ્ઞાનમાં, પણ લોકાલોક જાણવામાં આવે છે? કે મારું જ્ઞાન જાણવામાં આવે છે?
લોકાલોકના પ્રતિભાસના સમયે લોકાલોકને જાણવામાં નથી આવતો પોતાનો જ્ઞાયક જાણવામાં આવે છે. જ્ઞાયક જ જાણવામાં આવે છે એવો નિર્ણય તો પહેલાં કરી લે! પછી વ્યવહા૨ની વાત કર તું ! તો દોષ નહીં લાગે !
આહા...! પણ એ પોતાને ભૂલી ગયો છે બસ ! ખલાસ ! · આને જાણું છું' ‘આને જાણું છું' (એમ કરી કરી ) મરી ગયો એ! જ્ઞાનનો વિષય એક જ, જ્ઞાયક જ છે!! એક જ શેય છે નિશ્ચયથી તો ! બીજું શેય છે નહીં.
તો..તું બીજા જ્ઞેયને જાણે છે તો એનો અર્થ શું છે કે એમાં પ્રતિભાસ થાય છે, એ નિમિત્ત છે. આંહી (જ્ઞાન પર્યાય ) નૈમિત્તિક છે. તો..નિમિત્તનો પ્રતિભાસ થયો તો તેવું જાણવામાં આવ્યું તો...ઉપચારથી કહેવામાં આવે છે ‘કે ૫૨ જાણવામાં આવ્યું' એ તો ઉપચારનું કથન છે. જો સાચું લાગે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com