________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૯
પ્રવચન નં. – ૧૯ એ પહેલાં ને પછી એને જાણતો જ નથી પછી છોડવાની વાત જ ક્યાં છે! (શ્રોતા:) પહેલાં ને પછી એ જાણતો જ નથી! (ઉત્તર) પ્રથમથી જ જે જ્ઞાન પોતાને જાણે છે અને પ્રથમથી જ આદિ- મધ્ય-અંતમાં (જ્ઞાન) પરને જાણતું જ નથી. આ તો હજી સમ્યગ્દર્શનની વાત ચાલે છે. ઠરવાની વાત, ચારિત્રની તો અલૌકિક છે!!
ચક્ષુ ઇન્દ્રિયના વિષયમાં' આ રૂપ છે ને! ચક્ષુઇન્દ્રિયના વિષયમાં-આંખનો ઉઘાડ આંખતો જડ છે, દ્રવ્ય ઇન્દ્રિય છે પણ અહીંયાં ઉઘાડ છે ને! ઇ એને (રૂપને) જાણે છે. આ ટયુબલાઇટને કોણ જાણે છે? કે અહાહા! કે આત્મા જાણે છે. ના, ના. જરા વિચાર કર, આત્મા નથી જાણતો.
અરે! આત્મા...જાણતો નથી તો જડ થઇ જશે? આહાહા? શાંતિ રાખ, જરા શાંતિ રાખ! તે વાત સાંભળી નથી આત્માની! એટલે સાંભળ તો ખરો જરાક શાંતિથી. કે આ રૂપને કોણ જાણે છે? ચક્ષુઇન્દ્રિય જાણે છે. (આ) કોણ લખે છે? સમર્થ મુનિ (રાજ) લખે છે હોં? આહા..હા! (મંગલા ચરણમાં) જેમનું ત્રીજું નામ છે. “મંગલમ્ ભગવાન વીરો, મંગલમ્ ગૌતમો ગણી, મંગલમ્ કુંદકુંદાર્યો, જૈન ધર્મોડસ્તુ મંગલમ્” અમને આંહી કલકત્તામાં કોઇ માને કે ન માને, એની અમને અપેક્ષા જરાય નથી.
અમને તો જે શાસ્ત્રકાર કહે છે કુંદકુંદ ભગવાન અને અમને બેઠી છે વાત એટલે અમે રજૂ કરીએ છીએ. કોઇ માનો કે ન માનો! આહા! કોઇ માનો યા ન માનો! “જાણનાર જણાય છે” આ બોલે છે “કોઈ માનો યા ન માનો... આહાહા !
ચક્ષુઇન્દ્રિયના વિષયમાં આવેલા અર્થાત્ ચક્ષુગોચર થયેલા, જ્ઞાનગોચર નથી. આ રૂપ છે ને એ જ્ઞાનગોચર નથી. જ્ઞાન જુદું ને ઇન્દ્રિયજ્ઞાન જુદું છે.
ઇન્દ્રિયજ્ઞાનને જગત “જ્ઞાન” માને છે. એના માટે એક પુસ્તક બહાર પડી ગયું છે. ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી” આહા ! બધા શાસ્ત્રોના અને સંતોના આધાર છે એમાં. અનુવાદ કરનારો કોઇ એક પણ બિલકુલ શબ્દ નથી. આહાહા ! સંકલન કરનાર નો એક (પણ) શબ્દ એમાં નથી. બધાં સાધકના, સર્વજ્ઞપરમાત્માના, ગુરુદેવના વચનો એમાં ( સંકલન કરીને) મૂક્યાં છે.
આહા..! ચહ્યુગોચર થયેલું (રૂપ) જ્ઞાનગોચર નથી. પ્રભુ! જ્ઞાનગોચર એકલો આત્મા, મનગોચર આખું વિશ્વ! જ્ઞાનગોચર? (શ્રોતા:) એકલો આત્મા (ઉત્તર) અને મનગોચર બુદ્ધિનો વિષય (શ્રોતા) આખું વિશ્વ!
છેલ્લી ગાથામાં ઈ કહેશે. “ચક્ષુગોચર થયેલા રૂપને ગ્રહવા જતો નથી” (કોઇ તર્ક કરે કે) ભલે ! ઇન્દ્રિયજ્ઞાને ય જાણે અને આત્મા ય જાણે એમાં શું વાંધો, બેય જાણે ! એક જાણે ને બીજ, ન જાણે એનું નામ અનેકાંત છે. અસ્તિ-નાસ્તિ અનેકાંત ! ઇન્દ્રિયજ્ઞાન પરને જાણે અને આત્મજ્ઞાન પરને ન જાણે, અને જાણે ને પરને ન જાણે! આહાહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com