________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૪૮ માનો, ન માનો તો હોનહાર! બીજું શું થાય ! અહા..! કોઈ કોઈને બળાત્કારે સમજાવી શકે એવી સ્થિતિ છે નહીં, સ્વતંત્ર દરેક!
હવે..એક-બે ને ત્રણ ગાથાનો અર્થ થયો. ચોથી ગાથા ! પહેલી ગાથા શબ્દની લીધી ! અહીંથી લીધું. અહીં સ્પર્શ, રંગ, ગંધ વર્ણ એમ ન લીધું અહીંથી લીધું.
| (ચોથી ગાથા) “અશુભ અથવા શુભ રૂપ” રૂપ એટલે વર્ણ. કાળા-ધોળા વર્ણ છે ને પદાર્થોના. ઈન્દ્રિયજ્ઞાનમાં કાળા-ધોળા પદાર્થો, રંગ બેરંગ થાય, કોઇ રાતો રંગ, કાળો રંગ થાય, જાંબલી રંગ એ રૂપ કહેવાય, એ પુદ્ગલનું રૂપ કહેવાય. “જીવનું રૂપ એ નથી ” પુદ્ગલનું રૂપ છે.
(રૂપ) તને એમ નથી કહેતું કે “તું મને જો ' આહા...હા..હા ! એ રૂપ, એમ કહેતું નથી કે. તું મારી સામે જો! આ મફતનો પોતાના સ્વભાવને જાણવાનું છોડી, અનંતકાળથી..અને પરને જાણવાનું લક્ષ” કરે છે. બહિર્મુખ જ્ઞાન તો ભાઈ, બંધનું કારણ છે.
“અશુભ અથવા શુભ રૂપ તને એમ નથી કહેતું કે તું મને જો”..મારી સામે તો જો! એમ કહેતું નથી આહાહા! “અને આત્મા/એક વાત કરીને હવે બીજી અહીંથી વાત કરે છે. “અને આત્માની આ મૂળસ્વભાવ સુધી જીવ ન પહોંચે ત્યાં સુધી બધું નકામું છે. વસ્તુના સ્વભાવ સુધી પહોચવાથી કામ થશે! અટકવાનાં ઠેકાણા ઘણાં છૂટવાનું ઠેકાણું વસ્તુનો સ્વભાવ! એક દ્રવ્યસ્વભાવ અને એક પર્યાયસ્વભાવ જ્ઞાનનો !
એક દ્રવ્યનો નિશ્ચય અને એક જ્ઞાનની પર્યાયનો નિશ્ચય! આહાહા! (એમાં) જ્ઞાનની પર્યાયના સ્વભાવની વાત ચાલે છે. સ્વભાવમાં તો પરનું જાણવું છે નહીં ક્યાંય !!
પણ પોતાના સ્થાનથી છૂટીને'-રૂપ એમ કહેતું નથી કે “તું મારી સામે જો” “અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને-એટલે “ઉપયોગ લક્ષણ' આત્માને જાણવાનું છોડી, અને રૂપને જાણવા જતું નથી. આહા...હા! આત્મા તો જ્ઞાનમય છે. જ્ઞાન તો આત્માનું છે. જેનું જે હોય તે તે જ હોય' આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે. રૂપનું જ્ઞાન નથી, શબ્દનું...જ્ઞાન નથી. શબ્દનું જ્ઞાન હોય તો જ્ઞાન, શબ્દ થઈ જાય. રૂપનું જ્ઞાન હોય તો જ્ઞાન રૂપ થઇ જાય. એ તો બનતું નથી. આહા..હા ! તો..તો આત્માનો નાશ થઇ જાય.
આ સમયસાર તો સમયસાર છે!!
સમયસાર લગે હુમકો પ્યારા” પેલો બાળક એમ બોલ્યો ” તો ને એનું નામ “જ્ઞાયક' છે જુઓ ! બાર-તેર વરસનો છોકરો છે. સમયસાર લગે હુમકો પ્યારા' આહા ! સમયસાર એટલે “આ” (આત્મ તત્ત્વ!) આ સમયસાર લગે હમકો પ્યારા! ઉપાદાનપણે, નિમિત્તપણે આ (સમયસાર ગ્રંથ) છે!
“પોતાના સ્થાનથી છૂટીને'-આત્માને જાણવાનું છોડીને ચક્ષુઇન્દ્રિયના વિષયમાં આવેલા” જ્ઞાનનો વિષય નથી રૂપ! કાળા, ધોળા રાતા પદાર્થો હોય, એ જ્ઞાનનો વિષય નથી, જ્ઞાન એને જાણતું નથી. કે પહેલાં જાણે ને પછી છોડે! હું? એવા તર્ક આવે છે. પહેલાં એને જાણે અને પછી છોડી દે !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com