________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૭
પ્રવચન નં. – ૧૯ દશમું, બારમું, તેરમું. કેવળજ્ઞાન થઇ જાય! અંતમુહૂર્તમાં કેવળજ્ઞાન થાય. આહા..હા! એવી વાત...અપૂર્વ છે!! એ આત્માનું જ્ઞાન ને આત્માનું જોય ને આત્મા એક જ (અભેદ) સદા ત્રણેય અહીંયાં છે. ત્રણ ભેદ કરો તો કરો બાકી અભેદવસ્તુ છે! ધ્યેય તો એમાં ગર્ભિત છે, ધ્યેયપૂર્વક શેયની વાત ચાલે છે.
અહીંયાં આચાર્ય ભગવાન કહે છે શ્રોત્રઇન્દ્રિયનો વિષય છે એ મારો વિષય નથી. શ્રોત્રઇન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને ગ્રહવા-જાણવા જતો નથી. આ સમયસાર” લખે છે કે આત્મા પરને જાણતો નથી. ક્યાં લખ્યું છે? છે એમાં લખેલું? ( શ્રોતા ) બરાબર ! એમ જ છે પ્રભુ! (ઉત્તર) શું “ગ્રહવા જતો નથી એટલે શું? (શ્રોતા ) જાણવા જતો નથી. (ઉત્તર) એમ. આહા...હા..! આત્મા પરને જાણવા જતો નથી કેમ જતો નથી ? સ્વભાવમાં નથી, માટે જાણવા જતો નથી પરને. પછી સ્વભાવ ઉપર લઇ લેવું આમ !
કેમ જતો નથી? કે જ્ઞાનનો સ્વભાવ-વસ્તુનો સ્વભાવ પોતાને જાણવાનું છોડી અને પરને જાય ઈ છે જ નહીં.
હા, જાણે છે પરને... ઇ ઇન્દ્રિયજ્ઞાન છે. એમાં ના નહીં. સાંભળે છે દિવ્યધ્વનિ, શ્રોત્રઇન્દ્રિય સાંભળે છે. બાકી હું સાંભળતો નથી. આહા...હા! બેસવું કઠણ છે પણ અમૃત છે!! આમાં લખ્યું છે કે ઇ (આત્મા) પરને જાણતો નથી. “જાણવા જતો નથી” એટલે પરને જાણતો નથી...બીજો જાણે છે! હું નહીં. બતાવ્યો “જાણનાર', શબ્દને “જાણનાર” બતાવ્યો.હવે હું જાણું છું તું એ રહેવા દે ! અરે ! અજ્ઞાનદશામાં તું આ પ્રેકટીશ તો કર!
(પ્રયોગ કર!) સાંભળતા, વાંચતા, શાસ્ત્ર વાંચતા પણ, આ ચક્ષુઇન્દ્રિયનો ઉઘાડ વાંચે છે હું નહીં હોં? આ દ્રવ્યશ્રુતને કોણ જાણે છે? આહા...! ચક્ષુનો ઉઘાડ જાણે છે.
ત્યારે આત્માને કોણ જાણે છે? કે ભાવકૃત (જ્ઞાન) થી આત્મા જણાય છે. અંતરમુખ અતીન્દ્રિયજ્ઞાનથી આત્મા જણાય છે.
શબ્દને જાણવા જતો નથી... આહા...! એટલે ત્રણ કાળની વાત છે. સાધક છે પોતે, લખનાર (મુનિરાજ ભાવલિંગી સંત !) છઠ્ઠી-સાતમાં ગુણ સ્થાને (ઝૂલે) છે. શબ્દો પણ ઘણા કાન ઉપર આવતા હોય જંગલમાં-વાઘ, વરૂના શબ્દો તો આવતા હોય ને! આ ચોથુગુણસ્થાન” કેમ આવે તેની વાત ચાલે છે. આ છઠ્ઠી-સાતમા ગુણસ્થાનની કથા નથી.
હું પરને જાણું છું” ઈ સમ્યગ્દર્શનમાં બાધક છે! સમ્યજ્ઞાનમાં બાધક છે!! આજે પાનાં ય વહેંચ્યા છેગુરુદેવના (અમૃત વાણીના) “જ્ઞાનકળામાં અખંડનો પ્રતિભાસ” આવ્યા કે નહીં કોઇની પાસે પાનાં? આપ્યા છે ને! નથી આપ્યા, પછી આપશે.
આહા....! ગુરુદેવે ફરમાવ્યું “કેઃ આત્મા પરને જાણે છે એમ જે માને..તો દિગમ્બર જૈન નથી.” આહા..એના શબ્દો છે. ટેઇપમાં છે હોં? લખાણ તો છે પણ ટેઇપમાં છે. હવે ગુરુદેવે કહ્યું છે, હવે તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com