________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૫૨ દેખનારો દેખાય છે!? આહાહા! દેખનારો છું! અહા! દેખનારો તો છું!! પણ જે દેખનારો છે...એ જ દેખાય છે! “દેખાય છે ઇ દેખાતું નથી ' ઓહો! ત્યાં તો અનુભવ થઇ ગયો!!
જેમ વાંસડો પડે એમ દંડવત પ્રણામ કર્યા! જ્યાં (આત્મ) દર્શન થઈ ગયાં! આહા.. આપની કૃપાથી થયાં (આત્મ દર્શન) થયાં ! આપની કૃપા થઇ, મારા પુરુષાર્થથી થયા દર્શન એમ ન કહે. લાયક પ્રાણી ! આહા..હા! ઉપકાર ઓળવે નહીં હો સજ્જન ઉપકાર ન ઓળવે! આપશ્રીએ આપ્યો, આપને દીધો, આપે આપ્યો અને અનુભવ થઇ ગયો...બધો આપશ્રીનો ઉપકાર છે!!
તો...ઇ આ એક “હું પરને જાણું છું” એ સાધારણ ભૂલ નથી....અસાધારણ અક્ષમ્ય ભૂલ છે. “પરને જાણું છું” તો ઉપયોગ ત્યાં જ જશે-રહેશે !
ગુરુદેવે કહ્યું: જો આત્મા પરને જાણતો જ નથી તો પછી પર ઉપર “ઉપયોગ” મૂકવાની વાત જ ક્યાં રહી? પછી કહે છે કે જ્ઞાયક જ્ઞાયકને જાણે છે. એમાં ય..સાધ્યની સિદ્ધિ નથી પ્રભુ! પ્રભુ! જ્ઞાયક તો જ્ઞાયક છે બસ! આહ..હા...હા!
અસદભૂત વ્યવહારમાં તો સાધ્યની સિદ્ધિ નથી પરને જાણતાં પણ સદભૂત વ્યવહાર, અણઉપચરિત,-ઉપચરિત સદ્દભૂત વ્યવહાર તો કાઢી નાખ્યો આત્મા આત્માને જાણે છે, જ્ઞાન આત્માને જાણે છે, જ્ઞાયક જ્ઞાયકને જાણે છે એમાં પણ ભાઈ ! સાધ્યની સિદ્ધિ-સમ્યગ્દર્શન નથી. એ ભેદરૂપ વિકલ્પ, સમ્યગ્દર્શનની નિર્વિકલ્પ ભૂમિકામાં બાધક થાય છે. (ભેદનો વિકલ્પ ) બાધક થઇ જાય છે. એટલો ય વિકલ્પ બાધક થઇ જાય છે કેઃ “મારા જ્ઞાનમાં, મારો આત્મા જણાય છે” અને વાત સાચી છે ખોટી એ નથી. પર જણાય છે એ તો સો ટકા ખોટી છે એમાં એક ટકોય સાચો નથી પણ..જ્ઞાનમાં આત્મા જણાય છે કેમ કે તાદાભ્ય છે જ્ઞાન ને જ્ઞાયક ! જ્ઞાનમાં..આત્મા જણાય છે. એમાં જણાતો નથી !
તો..જ્ઞાનમાં પર જણાય છે અથવા સ્વ-પર જણાય છે! દિલ્હી ઘણી દૂર છે. વાત સની નહીં ફરે! અજ્ઞાનીને ફરવું પડશે!! અને લાયક પ્રાણી ફરી પણ જાય છે. લાયક પ્રાણી, એને કાલ ન બેસતું હોય આજે એને બેસી જાય છે. અનુભવ કરી લ્ય છે! એમ નથી કે (જેનું) નથી બેસતું (એને) ન જ બેસે એટલે કે નથી બેસતું એવું કાંઇ જ નથી. સમયપૂરતી પર્યાય છે. ન બેસે! વિચાર કરતાં બેસી જાય છે.
એવી અપૂર્વ આ દશ ગાથા છે. ફરી, ફરને કહેવાનો ભાવ આવે છે કેઃ સોનાનાં પતરામાં, હીરાના અક્ષરથી લખવા જેવી આ ગાથા (ઓ) છે. આહા...! આંહીયા લખાઈ જાય છે ઈ બધું આંહીયા છે ઓલું તો બધું બહારની વાત તો મહિમાની, જિનવાણીનો મહિમા છે ને!! આહ....! આવું જિનવાણીનું સ્વરૂપ!!
આવું, આપ મને ફરમાવો છો કુંદકુંદભગવાન! આહા ! ઉપરથી આશીર્વાદ આપે છે કે આ વાત પરમ સત્ય છે! ફરે એમ નથી, જગતને ફરવું પડશે, યુગલજી’ સાહેબે કહ્યું કે શૈય તો જ્ઞાનમાં આવતા જ નથી એની વાત તો દૂર રહો, પણ.. “જ્ઞેય જ્ઞાનમાં જણાતા નથી જ્ઞાન જ જણાય છે”
લઈ લેને એક વાર! આહા..હા ! એ મૂળ વાત હતી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com