________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૩
પ્રવચન નં. – ૨૦ એ વાત હવે અહીંયા બે બોલ તો થઇ ગયા છે. એક.પહેલો શબ્દનો અને બીજો રૂપનો. પહેલો (બોલ) શબ્દનો કર્ણગોચર છે શબ્દ! વાપર્યો, જ્ઞાનગોચર નથી. શબ્દ છે, શબ્દને જ્ઞાન જાણતું નથી આત્માનું જ્ઞાન ! આહી...!
કેટલી સમર્થ આચાર્ય સિવાય આ કોણ કહી શકે! સમર્થ આચાર્ય સિવાય કહેવાની તાકાત કોની છે? અનુભવીની તાકાત છે!!
કેઃ દિવ્યધ્વનિ સાંભળશ ને તું? તારું જ્ઞાન સાંભળતું નથી ! અરે! મારું જ્ઞાન જુદું ને એને સાંભળનારુ જ્ઞાન જુદુ ? કે હું. બેય જ્ઞાન જુદાં જુદાં છે.
આહા.હા, પછી રૂપનો બોલ કહ્યો. હવે ત્રીજા બોલ આવે છે. ગધ !
પહેલાં આંહી દાખલ થતાં.આજે આ દશા ગાથાનો સ્વાધ્યાય ચાલતો'તો અહીંયાં. સારો છે, ચલાવવા જેવો છે. આહા...હા! રોજ ટેપ મૂકવા જેવી છે. રોજ અધ્યયન કરવા જેવું છે આ દશ ગાથાનું! નહીંતર, “પરને હું જાણું છું” ઈ શલ્ય નહીં નીકળે..પણ, કુંદકુંદની વાણીથી ને પોતાની યોગ્યતાથી એ શલ્ય નીકળી જશે.
અને જ્ઞાનનું જ્ઞાન થાય છે, શેયનું જ્ઞાન થતું જ નથી. આજ સુધી કોઇને શેયનું જ્ઞાન થયું નથી. બધાને જ્ઞાનનું જ્ઞાન થાય છે. છતાં માનતો નથી આહા..હા!
હવે, ગંધની વાત કરે છે (આચાર્ય દેવ ગાથા. ૩૭૭).
અશુભ અથવા શુભ ગંધ' ગંધ! આહાહા! “તને એમ નથી કહેતી કેઃ “તું મને સુંઘ” આ...હા...હા ! સુગંધી પદાર્થ તને એમ કહેતા નથી કે તું મને સૂંઘ ! મફતનો આ..માથું મારે છે ત્યાં જાય છે. આહા..! કોઇ કહેતું નથી કે સાંભળ મને તું કે કોઈ કહેતું નથી કે તું મારી સામે જો. આહા ! તું મને સૂંઘ અને આત્મા પણ.../સામી સાઇડથી કહે છે. કે ઈ ગંધ કહેતી નથી કે તું મને સૂંઘ અને આત્મા પણ ધ્રાણેન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને” જુઓ તો ખરા! સમર્થ આચાર્ય કહે છેઃ જ્ઞાનનો વિષય નથી ગંધ. ગંધ છે, ગંધને જાણનાર ઇન્દ્રિયજ્ઞાન છે. પોતે સાધક છે ને!
બહિઆત્મા, અંતઆત્મા અને પરમાત્મા, એમ ત્રણ અવસ્થાઓ અનુક્રમે થાય છે. એમાં આ સમર્થ આચાર્યનું અત્યારે બહિઆત્માપણું ગયું છે, અંતરઆત્મા થયા છે, અલ્પકાળમાં પરમાત્મા થવાના છે.
ટીકાકાર ઉપમા આપે છે કે અતિઆસન્નભવ્ય જીવ છે. કુંદકુંદાચાર્યભગવાન અતિઆસન્નભવ્ય જીવ છે! આહા! એમાં....આ સવિકલ્પ દશામાં અંતરઆત્મા છે. શુદ્ધ ઉપયોગની ભૂમિકામાંથી બહાર આવી, છઠ્ઠાગુણસ્થાને છે, સવિકલ્પદશા આવી છે, એમાં આ (શાસ્ત્ર) લખે છે. ઇન્દ્રિયજ્ઞાન તો ક્યાં સુધી ? જ્યાં સુધી છદ્મસ્થ છે ત્યાં સુધી..પછી ઇન્દ્રિયજ્ઞાન રહેતું નથી.
અનુભવ પછી એ જ્ઞાનના બે ભાગ પડી જાય છે! અજ્ઞાની છે ત્યાં સુધી.એકલું ઇન્દ્રિયજ્ઞાન,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com