________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
રે! પુદગલો બહુવિધ નિંદા-સ્તુતિવચનરૂપ પરિણમે, તેને સુણી, “મુજને કહ્યું ” ગણી, રોષ તોષ જીવો કરે. ૩૭૩ પુગલદરવ શબ્દ–પરિણત, તેહનો ગુણ અન્ય છે, તો નવ કહ્યું કંઇ પણ તને, હે અબુધ ! રોષ તું કયમ કરે? ૩૭૪ શુભ કે અશુભ જે શબ્દ તે “તું સુણ મને ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે કર્ણગોચર શબ્દને; ૩૭૫ શુભ કે અશુભ જે રૂપ તે “તું જો મને ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે ચક્ષુગોચર રૂપને; ૩૭૬ શુભ કે અશુભ જે ગંધ તે “તું સૂંઘ મૂજને” નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે ઘાણગોચર ગંધને; ૩૭૭ શુભ કે અશુભ રસ જેહુ તે ‘તું ચાખ મુજને નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે રસનગોચર રસ અરે! ૩૭૮ શુભ કે અશુભ જે સ્પર્શ તે “તું સ્પર્શ મુજને” નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે કાયગોચર સ્પર્શને; ૩૭૯ શુભ કે અશુભ જે ગુણ તે “તું જાણ મુજને ' નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિગોચર ગુણને; ૩૮૦ શુભ કે અશુભ જે દ્રવ્ય તે “તું જાણ મુજને” નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાય બુદ્ધિગોચર દ્રવ્યને. ૩૮૧ -આ જાણીને પણ મૂઢ જીવ પામે નહીં ઉપશમ અરે!
શિવ બુદ્ધિને પામે નહિ એ પ૨ ગ્રહણ કરવા ચહે. ૩૮૨
દશ ગાથા હરિગીતમાં આવી. કુંદકુંદ ભગવાન બે હજાર વર્ષ પહેલાં થયા, તેઓશ્રીએ પ્રાકૃતમાં આ ગાથાઓની રચના કરી, ત્યાર પછી એકહજાર વરસે અમૃતચંદ્રઆચાર્ય થયા, એણે આ જ ગાથાની સંસ્કૃતમાં રચના કરી, અને એની ટીકા પણ તેઓશ્રીએ કરી. એનો અર્થ ને એના ભાવાર્થ અને ટીકા હિન્દીમાં જયચંદ (જી) પંડિતે કર્યા ! હવે એક-એક ગાથા જે છે (આ) દશ ગાથા ! એમાં એક એક ગાથાનો આપણે પહેલાં અર્થ લઇએ છીએ. એ દશ ગાથાનો અર્થ લીધા પછી એની ટીકા પણ લેશું. સંસ્કૃતની ટીકા છે. પહેલાં અર્થ એનો લઇએ, ગાથાનો અર્થ ૩૭૩ નંબરની પહેલી ગાથા છે એનો અર્થ
ગાથાર્થ- બહુ પ્રકારનાં નિંદાનાં અને સ્તુતિનાં વચનોરૂપે પુદ્ગલો પરિણમે છે; કોઇને ભાવ આવે નિંદાનો ને સ્તુતિનો સામાં જીવને, તો એ જે શબ્દો પરિણમે છે નિંદાના અથવા એની સ્તુતિના, નમસ્કાર કે તિરસ્કાર, એવા કોઈ વચનો નીકળે કોઈના, એ વચનનો કરનાર છે આત્મા નથી. એ વચન, એણે કર્યા હોય, ઈ બોલતો હોય તો તો તું એના પ્રત્યે રોષ-તોષ કર, પણ એ વચન તો સ્વયં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com