________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૫
પ્રવચન નં. - ૧૫ હું! મારા અનુભવથી લખું છું....અને તું પણ અનુભવથી પ્રમાણ કરજે! | સ્પર્શ તને એમ નથી કહેતા કે તું મને સ્પર્શ. (એ હું અર્થાત્ આત્મા) પોતાના સ્થાનથી છૂટીને-આત્મા પણ પોતાને જાણવાનું છોડીને/અરે ! આત્મા પોતાને જાણવાનું છોડ તો જડ થઇ જાય..આત્મા પોતાને જાણવાનું છોડતો નથી એટલે આત્માનું અસ્તિત્વ અનાદિઅનંત રહ્યું છે. એક (વાત) પોતાને જાણવાનું છોડે તો જડ થાય અને કાં પરને જાણવા જાય તો ય જડ થાય ! (શ્રોતા:વાહ! વાહ!) અહીં...હા ! બધી વાત શાસ્ત્રમાં છે હોં ? (સમયસાર ગાથા ૩પ૬/૬પ) “સેટિકા ” માં છે આ વાત!
આહા ! પરમાર્થ જો પુદગલ આદિ પરદ્રવ્યોને જાણવા જાય તો કહે છે કે આત્માનો નાશ થાય. આહા...! વિચ્છેદ થઈ જાય !!
તો આત્મા તો પરને જાણવા જતો નથી માટે તો આત્માનો નાશ થઈ શકતો નથી.
માટે હુવે ! આત્મા આત્માને જાણે છે. પરને જાણવાનું છોડી દે! કે, હા, આત્મા આત્માને જાણે છે. એમાં પણ સાધ્યની સિદ્ધિ નથી !! તો આત્મા પરને જાણે છે એમાં તો સાધ્યની સિદ્ધિ ક્યાંથી થાય? આ વાતશુદ્ધનયનો ઉપદેશ જ વિરલ છે!! આપણે વાંચ્યું 'તું ને અગિયાર ગાથામાં (કહ્યું છે) કે..વ્યવહારનો ઉપદેશ તો ઠામ ઠામ છે અહાહા ! અને શાસ્ત્રોમાં પણ વ્યવહારનું પ્રતિપાદન નિશ્ચયનું હસ્તાવલંબન જાણી બહુ કરવામાં આવ્યો છે. પણ એનું ફળ...સંસાર છે.
આહા...હા! કોઇની હારે વાદવિવાદ કરીશમાં! પગે લાગીને ખસી જાજે !! પગે...લાગજે એને ! ખસી જાજે!કે મારું જ્ઞાન બહુ કાચું છે ને!! તમારી વાત, હું સમજી શકતો નથી !! પછી જ્યારે મારો (જ્ઞાનનો) ઉઘાડ વધશે ને.ત્યારે તમારી પાસે આવીશ.
આહાહા! કેમ કે (મુમુક્ષુ) કોઇની હારે ઝઘડો-કજિયો કરે નહીં, ખસી જાય! આહા! “ખસી જવું” એના જેવું એક્કેય ઉત્તમ કાર્ય નથી !
શાસ્ત્રમાં દાખલો આવે છે. કુશીલનો દાખલો છે. કે તને કુશીલ લાગે કુશીલ એટલે? કુશીલનો અર્થ કોઇ ચારિત્રનો દોષ, એની વાત નથી અત્યારે, તત્ત્વની વાત છે. કે કુશીલ તને એવી વિપરીત વાત કરતો હોય ને! તો સંગ છોડી દેજે બસ! બીજું કાંઇ નહીં, અહા ! એની હારે ઝઘડો કરીશમાં ! હા..તમારી વાત તો બહુ ઊંચી છે પણ મારા ગ્રહણમાં આવતી નથી ને! એમ કરીને...પગે લાગીને ખસી જવાનું! ક્રોધ કરીને ખસવું નહીં.
આહા ! કોઇના પ્રત્યે રોષ કે તોષ-દોષ ક્યાં કરવાનો? કેને કરવો? ઠપકો આપવો હોય તો આંહીયાં (પોતાને) આપને! બીજે શું કામ ઠપકો આપે છે!! કે હે! આત્મા ! તે ધંધો શું કર્યો? અત્યાર સુધી? આત્માને જાણવાનું છોડીને પરને જાણવા ગ્યો! હે આત્મ! હવે તને શોભે નહીં! કુંદકુંદ જેવા સમર્થ આચાર્ય મળ્યા! અને ગુરુદેવ જેવું “તીર્થકર દ્રવ્ય” મળ્યું!! આહા...હા! હવે તને આ શોભે નહીં! ઠપકો આપવો હોય તો અહીં આપજે ને! આહા ! બીજાને શું કહેવું?
અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને કાયાના સ્પર્શઇન્દ્રિયના વિષયમાં આવેલા
સ્પર્શને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com