________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૦૬ ગ્રહવા જતો નથી”—એ તો સ્પર્શઇન્દ્રિય-ભાવઇન્દ્રિયનો વિષય છે ટાઢી-ઊની અવસ્થાને જાણવું! આત્માનું જ્ઞાન એને જાણતું જ નથી. કે ભઈ નિશ્ચયે ન જાણે તો કાંઈ નહીં, વ્યવહાર (તો) જાણે છે ને?
વ્યવહારે જાણે છે એટલે શું? એનો અર્થ શું? “વ્યવહારે જાણે છે” એ શાસ્ત્રમાં આવે છે. એની હું સિદ્ધિ કરું છું, વ્યવહારે જાણે છે એની મારે સિદ્ધિ કરવી છે, વ્યવહારે જાણે છે એની સિદ્ધિ કરું છું હું.
કે ઈ પુદ્ગલાદિ પરદ્રવ્યોને વ્યવહારે જાણે છે, એટલે શું? ઈ વ્યવહારનું ઉદ્ભવ સ્થાન શું છે? ( કે એનો પ્રતિભાસ આંહી દેખીને કાર્યમાં કારણનો આરોપ આપીને આહા! જ્ઞાન જાણે છે જ્ઞાનને અને ઉપચારથી એમ કહેવાય કે પરને જાણે છે-એનું નામ વ્યવહાર છે! આહા..હા! પોતાની એક જ જ્ઞાનની પર્યાયમાં નિશ્ચય-વ્યવહાર છે!! જ્ઞાનની પર્યાય એક છે. એમાં નિશ્ચય ને વ્યવહાર, બે ભાવ છે!! જે જ્ઞાન આત્માને જાણે છે અંતર્મુખ થઈને, અભેદ થઇને (નિર્વિકલ્પ ધ્યાનમાં) એ તો નિશ્ચય જ્ઞાન છે. પણ એમાં પડતા પ્રતિભાસો.પ્રતિભાસ દેખીને ડરને જાણે છે એમ કહેવું છે વ્યવહાર છે. (જ્ઞાન) પર સન્મુખ થાય જ નહીં.
(ખાસ સમજો !) વ્યવહારની વ્યાખ્યા...પર સન્મુખ થઈને જાણે છે પરદ્રવ્યને! એનું નામ વ્યવહાર નથી, એનું નામ તો અજ્ઞાન છે !!
અમારા.કેવળી ભગવાનલોકાલોકને જાણે છે. પણ પરસમ્મુખ થઇને જાણે છે? કે અંતરમુખ રહીને જાણે છે? (નિર્ણય કરો !) આ કોને પડી છે પણ આમાં ! આહા..હા ! કે પરસનુખ તો થાય જ નહીં છે તો ચોથાગુણસ્થાને ગયું એનું પરસમ્મુખપણું ! ઇન્દ્રિયજ્ઞાન ક્યાં છે એની પાસે? ત્યારે સ્વસમ્મુખ રહેતો થકો જાણે છે એટલે શું?
કે ત્રણકાળના પદાર્થો દ્રવ્યગુણપર્યાય! અતીત, અનાગત, વર્તમાન પર્યાય સહિતનાં દ્રવ્યો, એ કેવળજ્ઞાનમાં પ્રતિભાસે છે. એવા સ્વસંવેદનશાનરૂપે આત્મા પરિણમે છે તો ઉપચારથી એ નિમિત્ત છે. એ લોકાલોકને જાણે છે એમ કહેવાય. એ નિમિત્ત છે. ઉપાદાન...નિમિત્તને જાણતું નથી, પણ “નૈમિત્તિકને જાણે છે” નૈમિત્તિક એ જ્ઞાનની અવસ્થા છે, એ શેયાકાર અવસ્થા છે.
અને શેયાકાર અવસ્થામાં કેવળી ભગવાન પોતાના આત્માને જાણે છે!! આ હા...હા...હા...હા!
હવે આગળ..(હવે પછીની ગાથા) “અશુભ અથવા શુભ ગુણ ” હવે ગુણભેદની વાત કરે છે. જેમ ધર્માસ્તિકાયનું લક્ષણ-ગતિeતુત્વ! અધર્માસ્તિકાયનું સ્થિતિ-હેતુત્વ! એમ બધાનાં લક્ષણો છે ને? એ લક્ષણોને એ પદાર્થના ગુણ કહેવામાં આવે છે. એમ સિદ્ધભગવાનના ગુણો, અરિહંતના ગુણો, આચાર્ય-ઉપાધ્યાયના ગુણો (સાધુના ગુણો) પરપદાર્થના ગુણો ગુણો! એ
ગુણોને અને પરંપદાથે ભગવાન આત્માને- અરિહંતન અને આચાર્ય ઉપાધ્યાયનું દ્રવ્ય એને કોણ જાણે છે? “મન” જાણે છે. આત્માનું જ્ઞાન નહીં.
“અશુભ અથવા શુભ ગુણ તને એમ નથી કહેતો કે “તું મને જાણ'પાંચ ઇન્દ્રિયના વિષય પૂરા થયા, હવે મનના વિષયની વાત (આ ગાથામાં) કરે છે. આહા...હા! સિદ્ધના કેટલાં ગુણ ? અરિહંતના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com