________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૦૭
,
પ્રવચન નં. ૧૫ કેટલા ગુણ ? આચાર્ય ભગવાનના આટલા ગુણ, ઉપાધ્યાય ભગવાનના આટલા ગુણ! છે ને બધું? બધું છે! ગુણો છે પણ એને જાણનાર કોણ છે? ‘તું જાણનાર નથી, ‘તારું મન ’ એને જાણે છે! હઠી જા ! પાછો ખસી જા!! હું જાણું છું ૨હેવા દે ! મનને સોંપી દે કામ ! તને ભાર ઊતરી જશે ! ‘ જાણનારો ’ બતાવ્યો તને તો હવે બોજો શું કામ લે છે કે હું જાણું છું એને !!
ગુણ એમ કહેતા નથી કે: ‘તું મને જાણ’ અને આત્મા પણ એટલે આત્માનું જ્ઞાન પણ, પોતાના સ્થાનથી છૂટીને-પોતાને જાણવાનું છોડે તો આત્મા જડ થઇ જાય અને પરને જાણે ૫૨માર્થે તો પણ (જડ થઇ જાય) અને વ્યવહારે ‘ જાણે છે' તેનો અર્થ ‘પ્રતિભાસ ’ દેખીને ઉપચાર કરવામાં આવે છે.
(જુઓ ભાઈ !) આ ‘પ્રતિભાસ ’ ની માર્મિક વાત છે. કે: વ્યવહા૨ે જાણે છે. (સ. સાર) બારમી ગાથામાં (આવ્યું કે વ્યવહા૨ જાણેલો-જણાયેલો પ્રયોજનવાન છે) બરાબર ! જાણે છે વ્યવહારે. પણ ઇ વ્યવહારે જાણે છે એ ઇન્દ્રિયજ્ઞાન જાણે છે કે અતીન્દ્રિયજ્ઞાન જાણે છે? ( કયું જ્ઞાન જાણે છે ? ) ઇ ભેદને કોણ જાણે છે? કેઃ જ્યાં સુધી ઇન્દ્રિયજ્ઞાન છે ત્યાં સુધી ઇન્દ્રિયજ્ઞાન (એને ) જાણે છે. ઇન્દ્રિયજ્ઞાન કાયમી ચીજ નથી. એટલે...એનો (લોકાલોકનો ) પ્રતિભાસ...ઇ આત્મજ્ઞાનમાં પડે છે! ઇ પ્રતિભાસને જાણતાં, કાર્યમાં કારણનો ઉપચાર કરીને, વ્યવહા૨ે ૫૨ને જાણે છે (એવું કથન છે!) આહા...હા...હા! જ્ઞાન ત્રણકાળમાં ‘ ૫૨સન્મુખ ’ થતું જ નથી. ‘ સ્વસન્મુખતા ’ છૂટે નહીં અને ‘ ૫૨સન્મુખતા ’ થાય નહીં અને ‘૫૨નો પ્રતિભાસ ’ જાય નહીં અને ૫૨નો પ્રતિભાસ જણાયા કરે અને આત્માનું ભાન થઇ જાય !! ( શ્રોતાઃ ) વાહ રે વાહ !
આવી વાત છે! આહા...!
પછી આગળ (હવે પછીની ગાથા)
‘અશુભ અથવા શુભ દ્રવ્ય ' તને એમ નથી કહેતું કે ‘તું મને જાણ' અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને,' બુદ્ધિગોચર છે ઈ. ‘હરિગીતમાં બુદ્ધિગોચર છે' આવેલા દ્રવ્યને ગ્રહવા જતો નથી' હવે, છેલ્લી શિખામણ આપે છે. કેઃ પાંચઇન્દ્રિયના એક એક વિષયને કોણ જાણે છે? એનું સ્પષ્ટીકરણ મેં કર્યું. અને ૫૨૫દાર્થ ગુણો અને ૫૨૫દાર્થને કોણ જાણે છે? એ પણ મેં તને સમજાવ્યું! (તેઓ બુદ્ધિગોચર છે, જ્ઞાનગોચર નથી. બુદ્ધિ એટલે ‘મન ’...બુદ્ધિ એટલે મન!
'
‘મન ’ જુદું ને ‘ જ્ઞાન ’ જુદું છે.
હવે, છેલ્લું એ કરુણા કરીને કહે છે. ઇ હરિગીત છેલ્લું બોલો ! ત્રણસોબ્યાસી (ગાથા ) આ જાણીને પણ મૂઢ જીવ પામે નહીં ઉપશમ અરે!
**
શિવબુદ્ધિને પામેલ નહીં એ ૫૨ ગ્રહણ કરવા ચહે!”
ગ્રહણ એટલે જાણવાની ઇચ્છા કરે છે. પ૨ને જાણવાની ઇચ્છા (કર્યા જ કરે છે!) આટલું-આટલું તને કહ્યું! અને હજી તને ઈ ‘હું પરને જાણું છું' ઇ છોડતો નથી ને ઉપશમભાવને પામતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com