________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૦૮ આહાહા ! મૂઢ છે! આહાહા! જ્ઞાનશક્તિ બિડાઇ જાય છે. જો પરને જાણતાં... જાણતાં...કાળ ગયો તો વધારેમાં વધારે બે હજાર સાગરની સ્થિતિ છે ત્રસની! વધારેમાં વધારે! નહીંતર....બોલવુંય ગમતું નથી એવી સ્થિતિમાં એ જીવ જાય છે! (શ્રોતા ) બોલવુંય ગમતું નથી ? આહા...હા....! કોઇ (જીવ) દુઃખી થાય તો આપણે રાજી થોડા થઇએ !! કાં એ આત્મા ભાન કરીને મોક્ષમાં જાય અને કાં નિગોદમાં ચાલ્યો જાય છે આહા! આ કાંઇ સાધારણ દંડ નથી ! “હું પરને જાણું છું'(તેમાં) એક ભવનો દંડ નથી ! આ હાલ્યું આવે છે પરને જાણું છું...પરને જાણું છું અનાદિ કાળથી ચાલે છે એ.
આટલું તને સમજાવ્યું કે પાંચ ઈન્દ્રિયનો વિષય તારો નથી. તું એને જાણતો નથી. અને ગુણભેદ અને બીજા દ્રવ્યોને પણ તું જાણતો નથી. એ તો...બુદ્ધિગમ્ય છે- બુદ્ધિનો વિષય છે. આટલું આટલું કહેવા છતાં પણ હે! મૂઢ આત્મા તું ઉપશમને પામતો નથી !!
એટલે કે એને હું જાણતો નથી પણ જાણનાર જણાય છે, એમાં તું આવતો નથી (એટલે આવો અભિપ્રાય કરતો નથી!)
હવે, એનો અર્થ આપણે કરીએ. “આવું જાણીને પણ ' આહાહા! અત્યાર સુધી (તો) તે જાણ્યું નહોતું, હવે તો તે આ જાણ્યું ને અમારી વાત! જાણીને પણ..મૂઢ જીવ! ઉપશમને પામતો નથી” “અને શિવબુદ્ધિને-કલ્યાણકારી બુદ્ધિને-સમ્યજ્ઞાન ને, “નહીં પામેલો તો પોતે અજ્ઞાની છે” “પરને જાણવાનું મન કરે છે... આહા..હા? પરને જાણવાની ઇચ્છા કરે છે. કાલે આવ્યું 'તું પરને જાણવાના લોભમાં સઘળો આ સંસાર છે. આજે આવ્યા નથી ને કેતનભાઈ ? (શ્રોતા:) આવ્યા છે. (ઉત્તર) આવ્યા છે, નહીંને! (શ્રોતા) આવ્યા છે, આવ્યા છે. (ઉત્તર) છે? પછી આવી જજો અહીંયાં! એકને બદલે બે ભજન બોલજો આજ! હવે તો દિવસો થોડા રહ્યા આપણે. આહા..!
“આવું જાણીને પણ ”—અત્યાર સુધી તો જાણતો નહોતો કે પરને જાણવું એ દોષ છે હવે, અમે તને કહીએ છીએ મહાદોષ છે. આવું તે જાણ્યું! અમારી વાત સાંભળી! “ જાણી પણ મૂઢ જીવ! ઉપશમને પામતો નથી! અહા! જ્ઞાનવૈરાગ્યને પામતો નથી. અને શિવબુદ્ધિને સમ્યજ્ઞાનને નહીં પામેલો અજ્ઞાની પ્રાણી! પરને જાણવાનું મન કરે છે, ઇચ્છા કરે છે.
હવે...એની ટીકા છે. ટીકા કોઇ...અદભુત અને અપૂર્વ છે. આપણી પાસે દિવસોય છે હજી બે! આજ સિવાયના, આજ સિવાયના બે દિવસ છે ને આપણી પાસે? (શ્રોતા ) જી, હા !
આપણે પછી છેલ્લે દિવસે એમ..નકકી કર્યું છે કે બપોરે ત્રણથી ચાર નહીં, ત્યાં આલોચના છે. એટલે. અને સવારે સાડાદશથી સવા અગિયાર, આ જ વિષય આપણે લેશું. એટલે પૂરું થઇ જશે બધું, (બરાબર પૂરું.) થઇ જશે.
ટીકા – પ્રથમ દષ્ટાંત કહે છે. આહા..હા! ઓમાં કાંઇ દષ્ટાંત નહોતું. ટીકાકાર દષ્ટાંત કહે છે “આ જગતમાં બાહ્ય પદાર્થ...આ જગતમાં આત્મા સિવાયના બાહ્યપદાર્થો- અનંતા પુગલ પરમાણુન, અનંતા જીવ નામના પદાર્થો, ધર્મ, અધર્મ, આકાશ ને કાળ એ બાહ્યપદાર્થો ઘટ, પટ આદિ વિગેરે...
વિગેરે! “જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઇ કાર્યમાં જોડે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com