________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૦૪ આવી અપૂર્વ વાતો આ પર્યુષણમાં આવી છે! ટેપ ઊતરી જાય છે સારું છે. આહા...! આ તો સારા પર્વના દિવસો છે ને! ત્યારે સારો ખોરાક હોય ને! રોજ તો રોટલી, દાળ, શાક, ભાત અને રોટલા હોય! પણ આ દિવસોમાં રોટલા ન હોય આહા...હા! આ (દિવસોમાં) તો માલ હોય !!
એમ કહે છે કેઃ રસ તને કહેતું નથી કે તું (મને) જાણ! અને રસનાઇન્દ્રિયના વિષયમાં આવેલા જે રસ, એ જ્ઞાન ને શેય! ઇન્દ્રિયજ્ઞાન છે જ્ઞાન છે વ્યવહાર ! અને ઓલું એનું જ્ઞય છે વ્યવહારે ! ઈ બેય વ્યવહાર છે. બાહ્યપદાર્થ બેય વ્યવહાર છે.
અને “નિશ્ચય” તો આંહીયા આત્માનું જ્ઞાન છે કે જે આત્માને જાણે છે બસ! સમયે
સમયે!
કે જાણે છે તો આનંદ કેમ નથી આવતો? કે...જણાય છે તને, પણ તું એને “જાણતો નથી ” જણાઈ રહ્યો છે ઇ ની વાત છે, પણ તું એને જાણતો નથી. આહા ! તારી બુદ્ધિ ભ્રષ્ટ થઇ ગઇ છે! આહા! (૮) સ્વભાવથી ખસી ગયો છે. સ્વભાવથી વ્યુત થઈ ગયો છે આત્મા! આ કયારથી વાત હશે? આ મિથ્યાત્વનો નાશ થઇને સમ્યકત્વ થાય એની વાત છે. અનાદિ કાળના અપ્રતિબુદ્ધજીવને એક શલ્ય છે, “હું પરને જાણું છું” તો પરને જાણનારો તને બતાવ્યો. હવે તું હઠ છોડ!!
આહા ! “હઠ છોડ બાબુલ હુઠ છોડ મત જા ગિરનાર' આવે છે ને! આહા ! એ હઠ છોડી દેને “હું પરને જાણું છું !
વધારેમાં વધારે થાય તો અંતરમુહૂર્તમાં થાય અનુભવ!! પણ વધારેમાં વધારે તું આનો પ્રયોગ કર, ભેદજ્ઞાનનો કેસ અતીન્દ્રિયજ્ઞાનમયી હું છું અને ઇન્દ્રિયજ્ઞાન હું નથી, તો ઈન્દ્રિયજ્ઞાનના વિષયો તો ક્યાંયના ક્યાંય રહી ગયા! ઇન્દ્રિયજ્ઞાન પણ જણાતું નથી. મારા જ્ઞાનનું જ્ઞય નથી! આહા...હા..હા ! તો એના વિષયો તો મારા જ્ઞાનનું જ્ઞય ક્યાંથી થાય ? એમ કરીને આવેલા રસને પોતાના સ્થાનથી છૂટીને ગ્રહવા જતો નથી.
ભગવાન પરમાત્મા અને પરમાત્માનું જ્ઞાન પ્રગટ થાય છે તે...પરમાત્મા એને જાણવા જતો નથી અને પરમાત્મા જેમાં જણાય...એવા (પરમ) આત્માનું જ્ઞાન પણ “પરને જાણવા જતું નથી.'
થયું હવે આગળ (હવે પછીની ગાથા)
“અશુભ અથવા શુભ સ્પર્શ' ટીકા લેવી છે ને એટલે..( ટૂંકાવીને લઇએ!) “અશુભ અથવા શુભ સ્પર્શ' ટાઢી-ઊની અવસ્થા, તને એમ નથી કહેતી કે “તું મને સ્પર્શ' ટાઢી-ઊની અવસ્થા વિગેરે ખરબચડી (લાસી વગેરે) ગમે તેવી અવસ્થા હોય, ઈ સ્પર્શ નામનો ગુણ છે (પુગલમાં) અને એની પર્યાયો થાય છે. ઇ એમ કહેતું નથી કે “તું મને સ્પર્શ' (તું મને) સ્પર્શ કરીને જો....કે આ ટાઢી અવસ્થા છે કે ઊની અવસ્થા (છે). “તું મને સ્પર્શ' અને આત્મા પણ/અનાદિઅનંતની આ સ્થિતિ છે. આ સિદ્ધાંતની વાત છે. ચોથા કાળમાં ય “આ” અને પંચમકાળમાં ય “આ” અનાદિ અનંત “આ”...ઈ (વસ્તુ) સ્થિતિ છે. આ દશ ગાથા ભગવાનના શ્રીમુખેથી સાંભળી અને કુંદકુંદભગવાન આહીંયા પધાર્યા હતા, એમણે આ ગાથા (ઓ) લખી છે. સીધી વાત છે “આ ” ઉત્તરોત્તર કાને સાંભળેલી આ વાત લખતો નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com