________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૩
પ્રવચન નં. – ૧૫ ગંધને પોતાના સ્થાનથી શ્રુત થઇને ગ્રહવા એટલે જાણવા જતો નથી. આગળ.... (પછીની ગાથા) “અશુભ અથવા શુભ રસ” ખાટો-મીઠો રસ. આ...ખાટો-મીઠો જે રસ છે, એ પુદ્ગલનો રસ છે. ચૈતન્યરસ છે ઇ આત્માનો છે. આ ખાટો-મીઠો રસ છે એ પુદ્ગલનો રસ છે. શુભ રસ તને એમ નથી કહેતો કે તું મને ચાખ ! આહાહા ! લીંબુની ખાટી અવસ્થા એમ કહેતી નથી કે તું મને ચાખ” અને સાકરની મીઠી અવસ્થા એમ કહેતી નથી કે “તું મને ચાખ”—મારામાં મીઠાશ છે હોં? (મને) ચાખ! ચાખ! આહ! હાફુસ કેરી છે હવે તો ચાખ! એમ અત્યાર સુધી...કોઇ પગલે કહ્યું જાણવામાં આવતું નથી. પ્રયોગ કરજો, બધા! સામે પુદ્ગલ રાખીને! રસ રાખીને ! કોઇ કાળે રસ, નહીં કર્યું કે તું મને ચાખ!
આહા..હા ! બે પદાર્થ ભિન્ન ભિન્ન છે. પોત-પોતાના ચતુષ્ટયમાં રહેલા છે. (સ્વચતુષ્ટય છે) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવમાં! એકમાં બીજાની સર્વથા નાસ્તિ છે. બે વચ્ચે કર્તકર્મ સંબંધ નથી. નિમિત્ત-નૈમિત્તિકસંબંધ નથી. જ્ઞાતા શેયનો સંબંધ નથી. આહા! રસ છે એ જ્ઞાનનું જ્ઞય નથી. જ્ઞાન.ખાટા-મીઠા રસને જાણતું નથી.
અલ્યા, જાણનાર તને બતાવ્યો હવે “હું જાણું છું” શલ્ય કાઢી નાખને !
એ રસેન્દ્રિય આ જીભ છે ને! ભાવઇન્દ્રિય છે અહીં ઉઘાડ! આ તો (જીભ) દ્રવ્યઇન્દ્રિય કહેવાય, પણ ત્યાં એક ઉઘાડ છે. એ ઉઘાડ અને જાણે છે રસને! એ ભાવઇન્દ્રિય રસને જાણે છે એમ ! પણ હું એને જાણતો નથી. વજુભાઈ ! લાવ..આને કોણ જાણે છે? જોઇ લઉં! હું ?
રસને તો ઇ જાણતો નથી. પણ રસઇન્દ્રિય એને જાણે છે. તો લાવ જોઇ લઉં કે મારા સિવાય કોણ એને જાણે છે? “જાણવાનો' તો મારી પાસે (ગુણ) છે. વળી આ (અન્ય) જાણનાર ક્યાંથી પાક્યો? કે, અમે ઈ ભાવઈન્દ્રિયને એના વિષયોને જાણતા નથી. આહા..હા! અમે અમારા જ્ઞાનમાં આત્માને જાણવાનું છોડીએ, તો તો એને જાણીએ! પણ...એ જ્ઞાન તો આત્માને જાણવાનું કદી છોડતું જ નથી, માટે અમે એને જાણતા નથી.
રસને કે રસને પ્રસિદ્ધ કરનાર રસેન્દ્રિય, એ અમારા જ્ઞાનનું ઝેય નથી. આહા..! અમારાં જ્ઞાનનું જ્ઞય તો કહે છે કે: દ્રવ્ય-ગુણ-પર્યાયમાં, જે પર્યાયમાં છદ્રવ્ય જણાયપ્રતિભાસે! જણાય એટલે પ્રતિભાસે, એવી જ્ઞાનની એકસમયની પર્યાય પણ મારા જ્ઞાનનું mય નથી. અને એકલો ધ્રુવ પરમાત્મા ધ્યાનનું ધ્યેય ભલે હો! પણ એકલો ધ્રુવ એ અમારાં જ્ઞાનનું શેય નથી. આહા...હા!
પછી, સાધક ફરમાવે છે, કે અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થાય ત્યારે અતીન્દ્રિય જ્ઞાનની અવસ્થા/એ તો અમારાં જ્ઞાનનું શેય થાય કે નહીં? કે “ના” અમારા જ્ઞાનનું શેય (એ પર્યાય નથી) અંશ હોય છે અમારાં જ્ઞાનનું જોય નથી. ભેદ અમારાં જ્ઞાનનું શેય નથી.
અમારાં જ્ઞાનનું “શેય’ તો અંતરમુખ થયેલી નિર્મળ પર્યાય સહિતનો આખો (પરિપર્ણ) આત્મા દ્રવ્યગણપર્યાયથી અભેદ! એ ગણભેદ જ્ઞાનનું ય નહીં. પર્યાયભેદ જ્ઞાનનું શેય નહીં અને એકલો “ધ્રુવ” ધ્યાનનું ધ્યેય ભલે હોય પણ “જ્ઞાનનું શેય” નથી. આહા...હા..હા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com