________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
એમ પણ નથી, ‘ કેવળ સ્વને જાણવાનો સ્વભાવ છે.’
આ આચાર્યભગવાન પોતે કહે છે હોં ?
બે ગાથા થઇ ગઇ છે. આજે ત્રીજી ગાથા લઇએ.
૨૦૨
‘અશુભ અથવા શુભ ગંધ ’-સુગંધ કે દુર્ગંધ ‘તને એમ નથી કહેતી ' એ પુદ્દગલની પર્યાય છે (સુગંધ કે દુર્ગંધ ) એ પુદ્દગલની પર્યાય છે. એ આના (નાક) વાટે જાણવામાં આવે છે. જ્ઞાન વાટે સુગંધ-દુર્ગંધ જાણવામાં આવતી નથી. કેમ કે એનો વિષય નથી. જેનો વિષય હોય ઇ એને જાણે છે, તે આ ઘ્રાણઇન્દ્રિય આ ભાવઇન્દ્રિય છે આંહીયા! આ છે (બહાર દેખાતું નાક) ઇ તો દ્રવ્યઇન્દ્રિય છે, નિમિત્ત માત્ર છે! પણ ન્યાં એક ઉઘાડ છે (જ્ઞાનનો) એને ઘ્રાણઇન્દ્રિય-ભાવઇન્દ્રિય કહેવામાં આવે છે.
એ ગંધ એમ કહેતી નથી કે તું મને જાણ. તું મને સૂંઘ. ગંધ કહેતી નથી કે તું મને સૂંઘ ! એક સાઇડથી–સામેથી વાત કરી. આહા...હા ! ‘અને આત્મા પણ..' પણ શબ્દ વજનીય છે. ‘આત્મા પણ/ઓલું તો તને કહેતું નથી, મફતનો માથે ઓઢી લેશ તું! અને આત્મા પણ ઘ્રાણઇન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને' આ ઘ્રાણઇન્દ્રિયનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી, સુગંધ-દુર્ગંધ છે ઇ ભાવઇન્દ્રિયનો વિષય છે. આત્મજ્ઞાનનો વિષય નથી. અતીન્દ્રિયજ્ઞાનનો એ વિષય નથી. આત્મા અતીન્દ્રિયજ્ઞાનમયી છે. અને ઇન્દ્રિયજ્ઞાન જ્ઞેયમયી છે. આત્મા અતીન્દ્રિયજ્ઞાનમયી છે. અને ઇન્દ્રિયજ્ઞાન જ્ઞેયમયી છે. આત્મા અતીન્દ્રિયજ્ઞાનમયી છે, અને ભાવ ઇન્દ્રિયો શૈયમય છે ઇ જ્ઞેય જ છે.
Âયના ત્રણ પ્રકાર, ભગવાનની વાણીમાં આવ્યા! દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય ને એના વિષયો ! એ ત્રણેય આહા...હા! ઇ શૈમય છે એમાં જ્ઞાન નથી. દ્રવ્યેન્દ્રિયમાં જ્ઞાન નથી! ભાવેન્દ્રિયમાં જ્ઞાન નથી ! અને ભાવઇન્દ્રિયના વિષયો જે પુદ્દગલ આદિ એમાં પણ જ્ઞાન નથી ! આહા ! જ્ઞેય જ્ઞેયને જાણે છે!! જ્ઞાન જ્ઞેયોને જાણતું નથી !! આ ત્રણ પ્રકારના શેયોને જાણતું નથી ! ને ત્રણ પ્રકારનાં શેયો છે એ આત્માથી અત્યંત ભિન્ન ! સર્વથા ભિન્ન !
જૈનદર્શનમાં સર્વથા આવે? કે હા, સર્વથા આવ્યા પછી કથંચિત્ આવે! આહા... હા...હા ! ‘ કચિત્’ તો આવે છે. આવી ગયું છઠ્ઠી ગાથામાં! કથંચિત્ આવી ગયું સમ્યક્ એકાંત પૂર્વક અનેકાંત...બીજા પારામાં થયું !
‘તું મને સૂંઘ' અને આત્મા પણ ઘ્રાણઇન્દ્રિયના વિષયમાં આવેલી ગંધ. આહાહા...! એને જાણે છે, ઉઘાડ-નાકનો ઉઘાડ એને જાણે છે. પણ આત્માનું જ્ઞાન આત્માને છોડીને, એ સુગંધ-દુર્ગંધને જાણવા જતું નથી, અત્યાર સુધી તો જાણ્યું નથી. (અને ) ભવિષ્યમાં પણ જ્યાંસુધી મોક્ષ ન થાય ત્યાં સુધી તને કદાચ થોડા ભવ આવે... તો પણ એ સુગંધ-દુર્ગંધ, તારા જ્ઞાનનું જ્ઞેય નહીં થાય! તારા જ્ઞાનનું જ્ઞેય ક્યારે થાય? કે, તારું જ્ઞાન આત્માને છોડે...આત્માને છોડે એ ભેગું જો ભાવેન્દ્રિય પ્રગટ થાય, તો ભાવઇન્દ્રિય એને જાણશે! ત્યાં સુધી ભાવ ઇન્દ્રિય એને જાણે છે, આત્માનું જ્ઞાન એને કદીપણ આહા..! સુગંધ કે દુર્ગંધને જાણતું નથી-જાણવાનો સ્વભાવ જ નથી!! ૫૨ને (જાણવાનો સ્વભાવ નથી )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com