________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૨૪ ભૂતકાળમાં, અનુભવ પહેલાં, એને સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર જ હોય નિમિત્ત! કુદેવ આદિ.. નિમિત્ત ન હોય.
આહા...હાહા ! એ તો નિમિત્તનો આંતરો જ્યાં બતાવ્યો...ત્યાં નિમિત્તને વળગી ગયો!! કે કુદેવ આદિ....નિમિત્ત ન હોય સમ્યજ્ઞાનમાં ! અજ્ઞાની નિમિત્ત ન પડ, અનુભવી નિમિત્ત થાય. એમ જ્યાં કહ્યું. ત્યાં ચોટી ગયો નિમિત્તથી જ્ઞાન થયું! ત્રણ કાળમાં નિમિત્તના
લક્ષે ” આત્મજ્ઞાન ન થાય! સાક્ષાત્ તીર્થકર૫રમાત્મા બિરાજમાન હોય ત્રણલોકનો નાથ ! એનું “લક્ષ” કરતાં આત્મજ્ઞાન થતું નથી. ઇન્દ્રિયજ્ઞાન થાય છે. અને ઇન્દ્રિયજ્ઞાન તો મારું છે નહીં, એનાથી તો હું ભિન્ન છું! આહા...હા!
ત્યારે શું પણ આ દેશનાલબ્ધિ સાંભળવી નહીં અમારે? શાસ્ત્ર ન વાંચવા? વાંચવા ન વાંચવાનો સવાલ નથી! પણ શાસ્ત્રનુખનું જે જ્ઞાન થાય-શાસ્ત્રનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. આહા! એમ શાસ્ત્ર વાંચતાં (એમાં લખેલું આમ ) આવશે! તું શાસ્ત્રને છોડી દઈશ તો એ પણ જ્ઞાન તને નહીં થાય! છોડવાની વાત નથી! છતાં છોડવાની વાત છે!! (શ્રોતા:) આહા ! આહા! (ઉત્તર) લક્ષ છોડવાની વાત છે. (શ્રોતા:) બરાબર છે.
તો આ ધીરુભાઈ કહે અમે આટલો બધો ખર્ચો કર્યો શું! આ સાંભળવાનો ભાવ અમને આવ્યો! સાંભળવાથી જ્ઞાન ન થાય? કે “ના! સાંભળવાથી જ્ઞાન ન થાય ! આહા...હા...હા! સાંભળવાથી થયેલું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. આત્માનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન છે. આત્માના “લક્ષે” જ્ઞાન થાય તે જ આત્માનું જ્ઞાન છે. “પર દબ્બાઓ દુગઈ ' ગુરુદેવ હોય તો કહું ‘પર બૂમો યુડ્ડ” પરના “લ” તારી દુર્ગતિ થશે.
પરમાં શું લેવું (સમજવું) બે ભાગ પાડવા કે એક? (કહ્યું કે, પારદ્રવ્યના લક્ષે દુર્ગતિ થાય! તો કુદેવાદિના લક્ષે તો દુર્ગતિ થાય પણ સુદેવ આદિના-અરિહંતના લક્ષે તો સુગતિ થાય કે નહીં ? કે ન થાય!! કોઈ દિ' પરના લક્ષે સુગતિ (ન થાય!) આહાહા! બધી વાત તો બહાર આવી ગઈ છે. આ તો આપણે એને જરા ખોલીએ તો વધારે ખ્યાલ આવે !
કોઈ નવી વાત નથી ‘આ’..ગુરુદેવ બધી વાત...કરી ગયા છે.
આહા! વસ્તુસ્વભાવ પર વડ ઉત્પન્ન કરી શકાતો નથી” એટલે શય થી આત્માનું જ્ઞાન થતું નથી. તો શયથી જ્ઞાન તો થાય છે ઈ કયું જ્ઞાન ? એ ભાઈ ! શેયથી જ્ઞાન જે થાય ઈ જ્ઞાન આત્મજ્ઞાન નહીં ? આહા...હા ! જ્ઞયના લક્ષે થયેલુ જ્ઞાન...તે ઇન્દ્રિયજ્ઞાન-ભાવેન્દ્રિય છે. આહા ! ખંડજ્ઞાન છે. એ આકુળતાને ઉત્પન્ન કરનાર છે, નવા કર્મબંધનું કારણ છે ઇન્દ્રિયજ્ઞાન ! અહાહા! જેમ આસ્રવ અશુચિ છે એમ ઇન્દ્રિયજ્ઞાનને પણ અશુચિ-અપવિત્ર કહ્યું છે. આ બધું સંતોએ કહેલી વાત કહું છું હો ! આ બધું છે એમાં. આ “ઇન્દ્રિયજ્ઞાનને પણ અશુચિ-અપવિત્ર કહ્યું છે. આ બધું સંતોએ કહેલી વાત કહું છું હો! આ બધું છે એમાં. આ ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી ”(પુસ્તક) વાંચશો તો એમાં બધું નીકળશે આધાર સહિત ! હ...
વસુસ્વભાવ પર વડ ઉત્પન્ન કરી શકાતો નથી... આહા....! હા! પ્રભુ! શેયના લક્ષ આત્મજ્ઞાન થાય નહીં...એક વાત! તેમ જ શેયથી જ્ઞાન થતું નથી તે વાત ચાલી. હવે જે આત્મજ્ઞાન થાય છે એ તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com