________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
પ્રવચન નં.
૧૨૫
શેયને પ્રસિદ્ધ કરે છે કે નથી કરતું? જ્ઞેય થી તો આત્માનું જ્ઞાન ન થાય કેમકે એ પરદ્રવ્ય છે. ૫રદ્રવ્યથી સ્વદ્રવ્યના પરિણામ ઉત્પન્ન થતાં જોવામાં આવતા નથી. પરદ્રવ્ય સ્વદ્રવ્યના પરિણામનું ઉત્પાદક-૨ચનાર નથી, એ તો ઠીક!
હવે બીજો બોલ-‘તેમ જ' એમ તેમ જ છે-જોડકું છે આ આખું વાકય ‘તેમ જ ' કેમકે ત્યાં પૂર્ણ વિરામ નથી, જ્ઞેયથી જ્ઞાન થતું નથી ત્યાં પૂર્ણવિરામ નથી. અધૂરું છે વાકય હજી ! હવે શું? પૂરું કરો ! કહે છે ‘તેમ જ વસ્તુસ્વભાવ એટલે આત્માનું જે જ્ઞાન થયું-પ્રગટ થયું તેવો વસ્તુનો જે સ્વભાવ તે ૫૨ને ઉત્પન્ન કરી શકતો નહિ હોવાથી ' એ જ્ઞાનમાં એ ૫૨૫દાર્થ શેય છે, એમ શેયપણે જ્ઞાન ઉત્પન્ન કરતું નથી! શેય થી જ્ઞાન ઉત્પન્ન થતું નથી અને જ્ઞાન....૫૨૫દાર્થને જ્ઞેયપણે ઉત્પન્ન કરી શકતું નથી.
- ૯
જો ૫૨૫દાર્થ જ્ઞેય થઈ જાય તો આત્મા જ્ઞેય (થવો) રહી જાય! ૫૨૫દાર્થ જ્ઞેય નથી. હાય...હાય! શું આ વાત કરો છો! કે આ વાત તારા હિતની કરે છે સંતો! સાંભળ! શેયથી તો શાન ન થાય, પણ શેયનું જ્ઞાન ન થાય! આ શૈયો છે પદાર્થ, આ જ્ઞેય (છે). એનાથી આત્મજ્ઞાન ઉત્પન્ન ન થાય! આ (પદાર્થો) કર્તા ને જ્ઞાનની પર્યાય અહીં કર્મ, એમ છે નહીં.
એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામનો ઉત્પાદક થઈ શકતો નથી ! માટે આ જ્ઞેયપદાર્થ આત્માનું જ્ઞાન ઉત્પન્ન કરી શકતું નથી. એ તો ઠીક! જ્ઞેયથી શાન ન થાય ! એમાં તો કદાચ આમ-આમ (ડોકી નમાવીને હા) કરે! થોડીક વાર પછી કરે પણ આમ કરે! થોડીક વાર પછી ભલે થાય, પણ આમ કરવું પડશે! આમ, આમ (ડોકું ધુણાવીને ના, ના ) હવે કરશો તો નહિ ચાલે! જ્ઞેયથી જ્ઞાન થતું નથી ઈ તો બરાબર! પણ શેયનું જ્ઞાન ન થાય? કે ન થાય! કેમ...? કે જે જ્ઞાનને ઉત્પન્ન કરે છે તે જ પદાર્થ તે જ જ્ઞાનનું જ્ઞેય થાય છે.
આત્માથી આત્માનું જ્ઞાન પ્રગટ થાય છે અને પ્રગટ થયેલું જ્ઞાન, જેનાથી થયું તેને જ જાણે છે! અને જેનાથી ઉત્પન્ન થયું નથી એને જાણતું નથી. આહા...! ( શ્રોતાઃ ) બહુ સરસ ! બહુ સરસ ! (ઉત્તરઃ ) બીજો બોલ સૂક્ષ્મ છે! જ્ઞેયથી જ્ઞાન ન થાય એ તો ગુરુદેવે હજારો વાર કહ્યું છે ને બધા એ સાંભળ્યું પણ છે, ને વાંચ્યું પણ છે.
હવે શેયથી જો શાન નથી થતું ! જેનાથી જ્ઞાન થતું નથી એને ઈ જાણતું ય નથી ! અને જેનાથી જ્ઞાન ઉત્પન્ન થાય છે એને જ ઈ શેય થઈ જાય છે, આત્મા જ શેય થાય છે. ( શ્રોતાઃ ) બરોબર !
રાગાદિ કે દેહાદ કે દેવ-ગુરુ-શાસ્ત્ર એ જ્ઞાનનું જ્ઞેય થતું નથી, કેમ ? કે એ શૈયોથી અહીંયાં જ્ઞાન થતું નથી માટે એ શેયનું જ્ઞાન પણ કરતો નથી. જેનાથી જ્ઞાન ઉત્પન્ન થાય છે આત્માથી...એ જ્ઞાન ઉત્પન્ન થયું તો એ જ્ઞાન-ઉત્પન્ન થયેલું જ્ઞાન (ઉપયોગ ), તેમાં શેય કોણ થાય છે? એકલો આત્મા (જ્ઞેય ) થાય છે, ૫૨ થાય છે કે સ્વ-૫૨ બેય થાય છે?
( શ્રોતા ) એકલો આત્મા (જ્ઞેય થાય ) ( ઉત્તરઃ) એકલો! તો સ્વપરપ્રકાશકનું શું થાશે ? ઈ એના ઘરમાં રહ્યું! એના...ઘરમાં રહ્યું! ઓ...હો...હો...હો! એનાં, ઘરમાં હો ભલે ! કાંઈ વાંધો નહીં! એના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com