________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૨૬ ઘરમાં તો આપણે ચૌદગુણસ્થાન (આદિ) રાખ્યાં કે ન રાખ્યાં? હું? ઉડાડયા કાંઈ ? આહા...હા! હો...! ભલે હો ! સ્વ-પરનો પ્રતિભાસ સ્વચ્છતામાં હો તો હો! આહાહા! આત્માથી...જ આત્માનું જ્ઞાન થાય તે કારણે..જેના...થી જ્ઞાન ઉત્પન્ન થયું એ જ્ઞાન એને જ જાણે બીજાને જાણે નહીં!
(જુઓ!) મકાનથી સૂર્યનો પ્રકાશ ઉત્પન્ન થઈ શકતો નહીં હોવાથી જ્યારે પ્રકાશ સૂર્યનો થાય, ત્યારે એ પ્રકાશ સૂર્યથી થયો છે, માટે એ પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ કરે છે. મકાનને પ્રસિદ્ધ કરતો નથી.
અંદરથી “હા” આવી જાય ને કામ થઈ જાય!ગુલાબભાઈ કહે અપૂર્વ વાત છે! આહા.....! અપૂર્વ જ છે હો ! અપૂર્વ એટલે આત્માર્થી જીવને એમ આવવું જોઈએ, અરે ! પ્રભુ! આવી વાત તો મેં કદી સાંભળી નથી ! “મોક્ષમાર્ગ-પ્રકાશક' માં છે, એવું કાંઈક છે ને! (શ્રોતા) મુદ્દે તો પર્સ વાતવી રવર ફ્રી નદી (ઉત્તર) ખબરે ય નહીં આહા! આત્મા પરનો કર્તા નથી ઈ તો વાતની ખબરેય નથી. શુભ ભાવથી ધરમ ન થાય એ વાત (ની) ખબરે ય નથી. ઈન્દ્રિજ્ઞાન તે જ્ઞાન નથી, એ વાત અમે સાંભળી જ નથી. અને જોયથી જ્ઞાન ન થાય એ વાત સાંભળી ય નથી આજે સાંભળી કે શેયથી જ્ઞાન ન થાય!
અને શેયથી જ્ઞાન ન થાય માટે જ્ઞાન તો શેયને (પરશયને) જાણતું નથી. જેનાથી જ્ઞાનથાય તે જ્ઞાન એનેજ જાણે છે બીજાને જાણતું નથી. (શ્રોતા.) બહુસરસ! અદ્ભુત વાત છે! (ઉત્તર) અદભુત છે હોં ! આહાહા ! આહા...હા ! બે-ત્રણ મિનિટ છે હુજી! હજી આ બે લીટી જ ચાલે છે! (બે લીટીની) અંદર માલ ભર્યો છે માલ!! વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી અને વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી.
મારા જ્ઞાનનું ય, (પર) શય નથી, મારું જ્ઞય નથી, શૈય તો મારો આત્મા છે. જ્ઞાન પણ આત્મા, શેય પણ આત્મા ને જ્ઞાતા પણ આત્મા-આવા ત્રણ ભેદ કરો તો છે અને અનુભવના કાળમાં તો એ ત્રણ ભેદ પણ દેખાતા નથી. હવે પોતામાં ઉત્પન્ન થયેલા ત્રણ ધર્મો દેખાતા નથી, તો છ દ્રવ્ય જણાય !? ને નવ તત્વ જણાય એ વાત તો ઘણી દૂર થઈ ગઈ!
આહાહા! કેમકે નવતત્ત્વથી આત્માનું જ્ઞાન ઉત્પન્ન થઈ શકતું નથી અને તેથી આત્મજ્ઞાન (માં) નવતત્ત્વ એનું જ્ઞય થઈ શકતું નથી. એ ઇન્દ્રિયજ્ઞાનનું ઝેય છે નવતત્ત્વ છે! નવતત્ત્વ છે! નવતત્ત્વ ભેદ છે! એને જાણનારું જ્ઞાન પણ છે જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ઇન્દ્રિયજ્ઞાન છે, હો...સાધકને આહા...હા !
અને કેવળજ્ઞાન થતાં ઈ લોકાલોકનું જ્ઞાન થાય પણ ઈ પ્રતિભાસરૂપ છે. એ લોકાલોકનું “લક્ષ કરીને કેવળી એને જાણે છે એમ છે નહીં!! કેમ કે કેવળજ્ઞાન લોકાલોકથી ઉત્પન્ન થઈ શક્યું નથી. તેથી લોકાલોકા એનું (કેવળીનું) શેય થઈ શકતું નથી. શું કહ્યું આ? કેવળજ્ઞાનની ઉત્પત્તિ....લોકાલોકથી ઉત્પન્ન થઈ શકતી નથી. કેવળજ્ઞાનની ઉત્પત્તિ તો આત્માથી થાય છે. શક્તિ છે એમાંથી વ્યક્ત થાય છે. કેવળજ્ઞાન લોકાલોકમાંથી આવ્યું અહીંયાં? એમ! ત્રણકાળમાં બનશે નહિ! (એમ માનીશ તો) તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. લોકાલોકથી કેવળજ્ઞાન થતું નથી, આત્માથી કેવળજ્ઞાન થાય છે. માટે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com