________________
૧૨૭
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. - ૯
=
લોકાલોક...એ જ્ઞાનનું જ્ઞેય...ખરેખર નથી.
પ્રતિભાસની અપેક્ષાએ વ્યવહાર કહેવાય! સ્વપ૨પ્રકાશક છે ઈ અત્યારે આપણે વિષય
હમણાં નથી લેવો, અહીં તો અત્યારે આ છે આત્માનો અનુભવ કેમ થાય ? પછી સ્વપરપ્રકાશકનો ઉકેલ અનુભવમાંથી આવે છે. નહિતર સ્વપરપ્રકાશકમાં આહા....હા! સમજે નહીં તો મિથ્યાત્વનો દોષ લાગે છે. સ્વપરપ્રકાશકની ઉલઝન વાત છે જરાક!
સ્વપ્રકાશક! સ્વ ૫૨પ્રકાશક! અને સ્વ ૫૨પ્રકાશક! અને સ્વ૫૨પ્રકાશક એમ સ્વપરપ્રકાશકના ત્રણ પ્રકાર! સ્વપ્રકાશક નો એક પ્રકાર ઈ કાલે લેશું હવે અત્યારે વખત થઈ ગયો ! હજી પાંચ મિનિટ છે બહેનો કહે છે. તે પાંચ મિનિટ ચલાવીએ. જુઓ! હવે એ પાંચ મિનિટમાં સ્વપ૨પ્રકાશકની વાત પૂરી થઈ જશે. બહુ લાંબી નથી ( કરવી) વિસ્તાર ઘણો છે એનો પણ ટૂંકાણમાં ખ્યાલમાં આવી જશે.
એક સ્વપ્રકાશક નંબર વન! નંબર બે સ્વ-૫૨ પ્રકાશક નંબર ત્રણ સ્વ-૫૨-પ્રકાશક! અને નંબર ફોર (ચાર) સ્વ-૫૨-પ્રકાશક ! આહા ! સ્વપ્રકાશકનો એક પ્રકાર આવ્યો ને સ્વ
પરપ્રકાશક ત્રણ પ્રકાર આવ્યા.
બરાબર ? સ્વપ્રકાશક કેને કહીએ ? કે જે જ્ઞાન અંતરમાં જઈને, કેવળ શુદ્ધાત્માને વિષય ( ધ્યેય ) કરી, પર્યાયાર્થિક ચક્ષુ (સર્વથા ) બંધ કરીને એકલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે એકલા આત્માને જાણે ! ‘સામાન્યને અવલોકતો ને વિશેષને નહીં અવલોકતો ’ નિષેધ કર્યો છે. એ અનુભવના કાળમાં-નિર્વિકલ્પ ધ્યાનમાં આવું એક ‘સ્વપ્રકાશક જ્ઞાન ’ પ્રગટ થાય છે. જે સમયે સ્વપ્રકાશક (જ્ઞાન ) પ્રગટ થાય અને આનંદ આવે છે અનુભવના કાળમાં તે જ સમયે નિશ્ચયથી ‘સ્વ-૫૨ પ્રકાશક જ્ઞાન ’ પ્રગટ થાય છે અંદરનું !
સ્વ-પર બે શબ્દો છે, પણ સ્વમાં પણ આત્મા અને ૫૨માં પણ આત્મા આવશે હમણાં ! ઈ કેવી રીતે ? કે જ્ઞાન તો આત્માને જાણે છે, અને એનું જે જ્ઞાન પ્રગટ થયું જ્ઞાન (પર્યાયમાં ) એ જ્ઞાન જ્ઞાનની પર્યાયને પણ જાણે અને જ્ઞાનની પર્યાય જે આનંદ આવ્યો એને પણ જાણે! તો જ્ઞાનની અપેક્ષાએ જ્ઞાન તે સ્વ છે અને આનંદ પ્રગટ થયો તે ૫૨ ગુણ છે! એવું અંદ૨માં નિશ્ચયથી ‘સ્વપ૨પ્રકાશક’ અનુભૂતિના કાળમાં-નિર્વિકલ્પ ધ્યાનમાં, આવું (નિશ્ચય ) સ્વપ૨પ્રકાશક જ્ઞાન સાધકને પ્રગટ થઈ જાય છે.
એટલે સ્વ-૫૨ પ્રકાશકનો નંબર એક આવ્યો, ત્રણમાંથી, એક (પ્રકાર) આવ્યો. સમજી ગયા ? સ્વપ્રકાશક ડિપોઝીટ રાખવું. એનું જ આ ફળ છે પછી તો ! આહા....! નંબર બે, સ્વ૫૨ પ્રકાશક! કે આત્મા આત્માને પણ જાણે છે અને ૫૨૫દાર્થને પણ વ્યવહારે જાણે છે, એમ કહેવાય ને! આહા....! તો એ અપેક્ષાએ બે નંબરનું સ્વ-પર પ્રકાશક છે. એનો નંબર બે છે, બે નંબરનો માલ એટલે વ્યવહાર થઈ ગયો! આત્માને જાણે ને પ્લસ એમાં એઈડ (ભેળવ્યું) પરને પણ લોકાલોકને જાણે કેવળી ભગવાન !
કેવળી ભગવાનની વાત છે અહીંયાં! સમજી ગયા? ‘નિયમસાર ' માં કેવળજ્ઞાનની વાત છે. કે લોકાલોકને પણ જાણે અસદ્દભૂત વ્યવહા૨ નયે જાણે ! જણાય એને જાણે એમ પણ કહેવાય, તો એનું નામ વ્યવહાર સ્વ૫૨પ્રકાશક થઈ ગયું, કેવળજ્ઞાનમાં હો! બે પ્રકા૨ થયા સ્વપ૨પ્રકાશકના ! બે થયા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com