________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૩
પ્રવચન નં. - ૯ પરનું અવલંબન હોય, સ્વભાવને પરનું અવલંબન-પરની અપેક્ષા એને ન હોય.
આહા ! વસ્તુસ્વભાવ પર “વડે—પર વડ-પરથી, ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથીઆત્માનું જ્ઞાન પર શેયોથી ઉત્પન્ન થઈ શકતું નથી. પરપદાર્થથી આત્મજ્ઞાન ઉત્પાદ થતો જોવામાં આવતો નથી. પરપદાર્થથી આત્મજ્ઞાન ઉત્પન્ન થાય, એમ જોવામાં આવતું નથી. કેમ કે એક દ્રવ્ય, બીજાદ્રવ્યનો ઉત્પાદક કદી ત્રણકાળમાં બની શકતો નથી.
આહા...શેયોથી જ્ઞાન થતું જ નથી. જ્ઞાન તો આત્માથી થાય છે. એમાં આદિમધ્ય-અતમાં આત્મા વ્યાપક છે જ્ઞાનના પર્યાયમાં! એ પર્યાય આત્માથી ઉત્પન્ન થાય છે. એ પરપદાર્થથી જ્ઞાન-આત્મજ્ઞાન ઉત્પન્ન થતું નથી.
જમનભાઈ ? બેઠા છે સામે આહા...હા! પરપદાર્થથી-પરશેયથી, શાસ્ત્રથી કે દિવ્ય ધ્વનિથી..આત્મજ્ઞાન ઉત્પન્ન થઈ શકતું નથી. આહા! ત્યારે, આત્મજ્ઞાન થાય ત્યારે....એ દેશનાલબ્ધિ-દિવ્યધ્વનિ-શાસ્ત્ર નિમિત્ત હોય કે નહીં? કે એ કયા જ્ઞાનનું નિમિત્ત છે?
એ ઇન્દ્રિયજ્ઞાનનું નિમિત્ત છે પ્રભુ! ભૂલ્યો. આ હા ! (શ્રોતા ) બહુ બહુ સમજાઈ ગયું! (વક્તાઃ ) સમજાઈ ગયું ? (શ્રોતા ) બહુ સરસ ! (ઉત્તર) વાહ! બહુ સારું લ્યો! સારું, સમજવા જેવું આ છે. આ પરાશ્રિત બુદ્ધિ છૂટી જાય, પરની સામે “લક્ષ” છૂટી જાય અને મારું જ્ઞાન તો આત્માને આશ્રયે થાય છે માટે હવે હું પરને જાણવાનું બંધ કરી દઉં છું ! ને જાણનારને જાણમાં આવું છું તો...ભાન થઈ જાય આત્માનું! છે એટલું જ!
આહાહા ! સમજણથી અણસમજનો નાશ થાય. અણસમજણ હોય એ કેટલા ઉપવાસ કરવાથી...અણસમજણ દૂર થાય-અજ્ઞાન દૂર થાય! અને અણસમજણ (હોયને) કેટલું દાન કરવાથી અણસમજણ જાય. પ્રફુલ્લભાઈ કહેશે. ફરક કહેજો! (શ્રોતા ) ન જાય. (ઉત્તર) ન જાય? કે જો અણસમજણ પૈસાથી જાય-દાન દેવાથી જાય, તો નિર્ધનનું શું થાય? તો તો પ્રફુલ્લભાઈને જ્ઞાન થાય, બીજાને જ્ઞાન ન થાય !
આત્મજ્ઞાનનું કારણ કોઈ પરપદાર્થ નથી! આહા...હા!
પરપદાર્થ નિમિત્ત થાય છે એ તો ઇન્દ્રિયજ્ઞાનમાં નિમિત્ત થાય છે અને કદાચિત વ્યવહારનયના કથનોમાં આવે કે શાસ્ત્રથી જ્ઞાન થાય, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાથી સમ્યગ્દર્શન થાય, એ ભૂત નૈગમ નયનું કથન છે. ભૂતનૈગમ નય એટલે જ્યારે આત્મજ્ઞાન થવાનો કાળ આવે છે ત્યારે એની પૂર્વભૂમિકામાં એ સાચા દેવ-ગુરુ-શાસ્ત્રના જ સંગમાં હોય. એ આત્માની જ વાણી સાંભળવા બેઠો હોય, અને સાંભળતા સાંભળતા એને અંદરમાં આહાહા! (જ્ઞાનનાં આનંદની ભરતી આવે!) મને આત્માનો અનુભવ થાય, ત્યારે દેશનાલબ્ધિનું “લક્ષ” હોતું નથી. ગુરુ જણાતા નથી, ગુરુની વાણી જણાતી નથી, એનો અભાવ થઈને થયું તો..એને ભૂતનૈગમ નયે-વ્યવહાર નિમિત્ત કહેવામાં આવે છે. સીધું નિમિત્ત-નૈમિત્તિક તો ઇન્દ્રિયજ્ઞાન સાથે છે. ઈનડાયરેકટ કહેવાય ભૂતનૈગમનયે નિમિત્ત! ભૂતનૈગમ નય એટલે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com