________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૨૨ આહા ! એને (પર્યાયોને) જાણે, પણ એ જ્ઞાન મારું નથી. કેમકે એનું જ્ઞાન કરતાં અનંતકાળ કાઢયો! હું! અગિયાર અંગનો પાઠી થયો (એણે) આ ભેદ જાણ્યા નથી? બધું જાણું એણે...પણ એ જ્ઞાનને પોતાનું જ્ઞાન માન્યું એટલે મિથ્યાજ્ઞાન થઈ ગયું, મિથ્યાષ્ટિ થઈ ગયો! રાગને તો જાણે પોતાનો માને તો મિથ્યાત્વ પણ રાગને જાણનારું જ્ઞાન તે મારું છે, તે મિથ્યાદષ્ટિ છે. આહાહા!
ભાગ્યશાળી જામનગર! આ દશ ગાથા એના ભાગમાં અહીંયાં આવી! (હર્ષથી તાળીઓ પાડે છે.).
જામનગરના ભાગમાં આવી, કનુભાઈ ! આહા! ઉત્સાહુ ખૂબ જામનગરનો સારો છે. આહા! મહેમાનોને આવકાર આપે-આવો! આવો આવો અહીંયાં જાકારો નથી, આવકાર આપે (સાધર્મીઓને) આવો! આવો!
પ્રભુ! આ ભેદનું જ્ઞાન છે ને! ભેદ છે, ભેદો છે ગુણસ્થાનના, માર્ગણાસ્થાનના (ભેદો છે) થઈ એમ નહીં. કોઈ ઉડાડે તો ઈ ખોટું છે અન્યમતિ છે ઈ! અને એને જાણનારું જ્ઞાન મારું છે તોપણ અન્યમતિ છે! તે જૈન નથી. (હર્ષથી તાળીઓ પાડે છે.)
અપૂર્વ વાત છે! ભાઈ? મનુભાઈ!
દુકાન તો મનુભાઈની નહીં પણ દુકાનનું જે જ્ઞાન થયું-દુકાનનું! દુકાનનું જ્ઞાન થયું ને! એ જ્ઞાન તમારું નથી ! આહા...હા! જેમાં આત્મા ન જણાય, આત્માને તિરોભાવ કરે અને પરને પ્રસિદ્ધ કરવા જાય, તે જ્ઞાન આત્માનું ન હોય!
આહાહા ! એમ અંદરમાં એ ગુણની વાત કરી, પરિણામની ! એમ આત્મા પરિણામી પણ છે. ચૌદગુણસ્થાનરૂપે પરિણમે છે એવું જે પરિણામી દ્રવ્ય! પોતાનો આત્મા હો? અંદર! હવે બહારની વાત નહીં. એ પરિણામી દ્રવ્ય જે થાય છે ને છે (પરિણામી!) આહા ! પરિણમેપરિણમતું દ્રવ્ય, એ દ્રવ્યનું જ્ઞાન (એટલે કે) એ બુદ્ધિનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી.
આહા...હા ! એને જાણનારું પરિણામી (દ્રવ્યને) જાણનારું જ્ઞાન, તે જ્ઞાન મારું નહીં. પણ અપરિણામીને જાણનારું જ્ઞાન તે જ મારું જ્ઞાન છે, કે જેમાં આનંદ આવે છે. જયસુખભાઈ? જૂના અભ્યાસી છે ગુરુદેવના વખતના! આહા! આ દશ ગાથા અમૃતતુલ્ય છે!!
હવે, ગાથા લઈએ આપણે. પાંચ ને બે સાત બોલ-અંદરના ને બહારના બધા આવી ગયા! એક પારો પૂરો થયો, સિદ્ધાંતનો બીજો પારો છે. એમાં છઠ્ઠી લીટી.
(કહે છે કે) “પરંતુ વસુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી વસ્તુનો સ્વભાવ..વસ્તુ એટલે આત્મા! એમાં ગુણો ને પર્યાય, જ્ઞાનગુણ ને જ્ઞાનની પર્યાય વસેલી છે એમાં! એવો જે વસ્તુનો સ્વભાવજેમ પ્રકાશમાં (દીવામાં) લીધું ને દ્રવ્ય-ગુણ ને પર્યાય. એ પ્રકાશ ઘટથી ઉત્પન્ન થઈ શકતો નથી, ઘટના સર્ભાવમાં કે ઘટના અભાવમાં, પ્રકાશ તો પ્રકાશથી છે. એમ આત્મા, આત્મા! વસ્તુનો જે સ્વભાવ છે અહીંયાં વિભાવની વાત નથી. અહીંયાં તો સ્વભાવની વાત છે. આહા...હા ! વિભાવને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com