________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૧
પ્રવચન નં. - ૯ થાય એ જ્ઞાન પણ આત્માનું નથી, તો જમીન તો આત્માની ક્યાંથી હોય? ઈ તો જડ છે. આહા ! એનો સ્વામી આત્મા તો છે જ નહીં. (મારી છે, એમ માને છે તો જડ થઈ જાય છે (માન્યતામાં) જડ થઈ જાય એટલે સમજાણું? જ્ઞાન બિડાઈ જાય ! જડ થઈ જાય એટલે? પરપદાર્થને જે પોતાના માને છે, એને ક્રમે જ્ઞાન બિડાઈ જાય છે. અને જે જ્ઞાન આત્માને જાણે છે એ જ્ઞાન ખીલી ઊઠે છે ને અલ્પકાળમાં કેવળજ્ઞાનનો ભડકો થઈ જાય છે!! આહાહા! લાંબો કાળ લાગતો.....નથી!
જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે-જે જ્ઞાનમાં આત્મા અભેદપણે જણાય છે એ જ્ઞાન તો વધતું-વધતું શ્રેણી આવીને કેવળજ્ઞાન પ્રગટ થઈ જાય છે. આહા...હા! હવે, અંદરના ચૌદગુણસ્થાન, માર્ગણાસ્થાન ને જીવસમાસ, જે છે શાસ્ત્રમાં હોં? એ (ભેદ) છે ખરા! અને એને જાણનારું જ્ઞાન પણ છે! પણ...એને જાણનારું જ્ઞાન એ મારું જ્ઞાન નથી.
ચૌદ ગુણસ્થાન ને આ બધાં/કયાં ગયો ધીરજ-નીરજ કયાં ગયો! ઓલો મોટો! આ બેય ભાઈ રહ્યા આંહી, અકલંક-નિકલંકની જોડી છે ઈ બેય ! પાવરફુલ-હોંશિયાર બેય ! બેય હુંશિયાર છે!
એ ચૌદગુણસ્થાન ને માર્ગણાસ્થાન! એ જયપુરમાં ભણાવે કે જામનગર ભણાવે કે સોનગઢ ચાલતો હોય કલાસ.એ છે ચૌદગુણસ્થાન, નથી એમ નહીં. અને એનું જ્ઞાન પણ થાય છે! પણ “એનું જ્ઞાન છે તે આત્માનું જ્ઞાન નથી. બધું રાખ્યું ને ભેદજ્ઞાન થઈ ગ્યું! ચૌદગુણસ્થાન રાખ્યા કયાં ના પાડે છે કોઈ ! ચૌદગુણસ્થાન-માર્ગણાસ્થાન (આદિ) સર્વજ્ઞભગવાનની વાણીમાં આવેલી વાત છે, કોણ ઉડાડે એને! આહા! કોઈ ઉડાડવાની વાત નથી, અને જ્ઞાનના શેયપણે સ્થાપવાની વાત પણ હવે નથી (શ્રોતા ) વાહ! વાહ! ભાઈ!
હવે એ ભાઈએ પણ કહ્યું: અપૂર્વ વાત છે! હું? આત્મા છે કે નહીં? બધા ભગવાન આત્મા ગુરુદેવે ફરમાવ્યું છે! ભગવાન...આત્માઓ છે! અનંત શક્તિનો પિંડ અંદર છે! જ્ઞાન નામની (અસાધારણ ) શક્તિ છે, સર્વજ્ઞત્વ નામની એક આત્મામાં શક્તિ છે. આહા....હા...હા! એવી અનંતગુણની શક્તિનો પિંડ તે પરમાત્મા–નિજ પરમાત્મ દ્રવ્ય છે!!
એ ચૌદગુણસ્થાન જે પ્રગટ થાય છે-છે ચૌદગુણસ્થાન. કોઈ ઉડાડે તો ઊડે નહીં, અને એનું જ્ઞાન પણ જ્યાં સુધી...એ છદ્મસ્થ છે ત્યાં સુધી એને જાણનારું ઇન્દ્રિયજ્ઞાન.. પણ પ્રગટ થાય છે. આહાહા! (તે) છે, પણ એને જાણનારું જે (ઇન્દ્રિયજ્ઞાન) પ્રગટ થાય છેચૌદગુણસ્થાન (જે પ્રગટે છે) ભગવાન તો “પદ્રવ્ય' કહે છે એને! અને જે પ્રગટ છે-જે પ્રગટ છે, નિત્ય ઉદ્યોતમાન ! નિત્ય ઉધોતમાન! (એટલે કે) હંમેશાં પ્રગટ છે છે ને છે! એ કોઈ દિ' અપ્રગટ નહીં થાય! તેમ પ્રગટ થઈને વ્યય થાય, એવો પણ એનો સ્વભાવ નથી! ઉત્પાદવ્યયથી રહિત હોવાથી “ધ્રુવ ” પ્રગટ છે. અનાદિઅનંત શાશ્વત!
તે પ્રગટનું જ્ઞાન જે પ્રગટ છે એનું જ્ઞાન, તે આત્માનું જ્ઞાન! અને જે પર્યાયો પ્રગટ થાય છે તે પરદ્રવ્ય છે ભગવાને કહ્યું એને !.....એનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com