________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૨૦ જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. આત્માનું જ્ઞાન તે જ આત્માનું જ્ઞાન છે, પરનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન હોઈ શકે નહીં. આહાહા ! એ શેયના સંબંધવાળું જે જ્ઞાન થાય છે ને! એ mયનું જ્ઞાન છે! એ આત્માનું જ્ઞાન નથી!
(જુઓ !) આ પાપના નિમિત્તની વાત તો આપણે કરતા જ નથી–ફેકટરી વગેરે દુકાન (ના ધંધા આદિની) સમજી ગયા? આ બેઠો પછવાડ ડોકટર! દાંતનો ડોકટર, દાંતનો ડોકટર બની ગયો છે, પાસ થઈ ગયો હુમણાં આહા..હા..હા! કહે છે કે દાંતનું જ્ઞાન તે આત્માનું છે ઈ તો અમે વાત જ કરતા નથી, પણ જે પૂજનિક અમારા છે-રોજ અમે એની પૂજા કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ, વંદન કરીએ છીએ આહાહા! હાલતાંચાલતાં, સૂતાં-બેસતાં, આહાર લેતાં ને આહાર પૂરો થયા પછી પણ અમે “નમસ્કાર મંત્ર બોલીએ છીએ અને જેને અમે નમસ્કાર કરીએ છીએ, એનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. આ..હા..હા..હા..!
આ વાત છે!! દશ ગાથામાં છે. દશ ગાથાનો ટોટલ (સરવાળાનો મર્મ) ચાલે છે હવે! ક્રીમ એનું માખણ...આ તારણ !!
પછી, સાધુજી! ઉપાધ્યાય પછી સાધુ, એના કેટલા ગુણ? અઠ્ઠાવીસ ગુણ. નમસ્કાર કરવા યોગ્ય છે. પણ એ સાધુજીના ગુણનું....જ્ઞાન (અહા!) સાધુજીના ગુણનું જ્ઞાન, તે આત્માનું જ્ઞાન નથી, ઇન્દ્રિયજ્ઞાન છે. ઈ ભાવઇન્દ્રિયનો વિષય છે, મારો વિષય નથી.
શેય ખરું..પણ કોનું? શેય તો ખરું! પણ કોનું શેય? અતીન્દ્રિયજ્ઞાનનું ષેય કે ઇન્દ્રિયજ્ઞાનનું શેય?
(શ્રોતા:) ઇન્દ્રિયજ્ઞાનનું શેય!! (ઉત્તર) (હા) ઇન્દ્રિયજ્ઞાન તો મારાથી ભિન્ન છે તો (તે) મારું જ્ઞાન નથી. મારાથી અભેદ થતું નથી. મને પ્રસિદ્ધ કરતું નથી. મારું લક્ષણ એમાં નથી. આહા...હા..હા!
પછીદ્રવ્ય આવ્યું દ્રવ્ય! (વિશ્વમાં) છ દ્રવ્ય છે ને! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય (આકાશ, કાળ, જીવ, પુદગલ) એનું જે જ્ઞાન–છદ્રવ્યનું જે જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. અને આત્માનું જ્ઞાન તે આત્માનું જ છે. આત્માનું જ્ઞાન, તે જ્ઞાન આત્મા જ છે. ભેદથી જ્ઞાન કહેવાય અભેદથી તેને આત્મા કહેવાય! (વીજળી ગઈ..!) “થવા યોગ્ય થાય છે” વીજળી આવે ને જાય, કોઈ એનું કર્તા નથી. પણ એનો કર્તા તો નથી પણ એનો જ્ઞાતા તો ખરો ને આત્મા? ( વીજળી ગઈ તેની ખબર તો પડીને !) નિશ્ચયે જ્ઞાતા નહીં તો કાંઈ નહિ! પણ ભાઈ ! વ્યવહારે તો જ્ઞાતા ખરોને એનો? (જુઓને હમણાં વીજળી ગઈ એની ખબર તો પડીને ?) હવે કોણ “હા' પાડ! કોઈ ભાઈ હવે હા પાડે એવા અહીં નથી.
આહા..હા ! એ જ્ઞાન આત્માનું નહીં પ્રભુ ભૂલ્યો તું! એ શાસ્ત્રનું જ્ઞાન આત્માનું જ્ઞાન નથી. અહા..હા! આત્માનું જ્ઞાન છે તે જ આત્માનું જ્ઞાન છે જે જ્ઞાનમાં આત્મા પ્રસિદ્ધ થાયજેમાં આનંદનો સ્વાદ આવે!! તેને પરમાત્મા જ્ઞાન કહે છે.
(જુઓ !) ભાઈ ! જમીન તો (તમારી) નહીં પણ આ જમીન આટલા ફટ ને વાર છે એવું જે જ્ઞાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com