________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૧૯
પ્રવચન નં. - - છે! અને ઠંડી-ગરમ અવસ્થા જે છે પુદ્ગલની, એના સંબંધે જે જ્ઞાન થયું-શેયના સંબંધે શેયના લક્ષે જે જ્ઞાન થાય....તે જ્ઞેયનું જ્ઞાન છે તે આત્માનું જ્ઞાન નથી.
હવે ! બહા૨માં...ગુણ અને દ્રવ્યના બે બોલ રહ્યા. પહેલા બહાર ઉતારશે ને પછી અંદર
ઉતારશે !
એમ...કુલ પાંચ ઇન્દ્રિયના વિષય પૂરા થયા, એ રૂપી પદાર્થને જાણે પાંચ ઇન્દ્રિયો ! અને બુદ્ધિ અથવા મન છે ને એ રૂપી-અરૂપી બેયને જાણે! તો...સિદ્ધ ભગવાનના જે આઠ ગુણો છે ને, એ સિદ્ધ ભગવાનના આઠ ગુણનું જ્ઞાન થાય છે, તે આત્માનું જ્ઞાન નથી. અને અરિહંત ભગવાનના છંતાલીસ ગુણ છે ને, એ છંતાલીસ ગુણનું જે જ્ઞાન થાય છે, તે આત્માનું જ્ઞાન નહિ પ્રભુ!
આહા...હા...હા ! એના સંબંધે જે શુભરાગ થાય, એ તો આત્માનો છે જ નહીં પણ જે છંતાલીસ ગુણ અરહિંત ભગવાનના છે, એનું ‘ લક્ષ ’ કરીને-એનો સબંધ કરીને ( એનો આશ્રય કરીને ) જે શેયાકાર જ્ઞાન થાય છે તે જ્ઞેયાકાર જ્ઞાન આત્માનું નથી. સિદ્ધ ને અરિહંત બે આવ્યા પછી આચાર્યના કેટલા ? છત્રીસ (ગુણ ) આચાર્ય પ્રભુના છત્રીસ ગુણો!
આહા...! આ જો પાંચ ને બે સાત, પહેલાં પાંચ કહ્યાને, પાંચ-શબ્દ રૂપ, રસ, ગંધ ને પુદ્દગલ અને પછી આ અનંત જીવો, ધર્મ-અધર્મ (અસ્તિકાય) ને આકાશ, કાળ, એ બહારની વાત કરીએ છીએ ભગવાન હોં? ૫રમાત્મા ! છત્રીસ ગુણ આચાર્ય (ભગવંતના ) એ ગુણ સંબંધીનું જે જ્ઞાન થાય છે એ જ્ઞાન આત્માનું નહીં, પ્રભુ ભૂલ્યો! ( શ્રોતાઃ ) જ્ઞાન નથી ? ( ઉત્ત૨: ) ઇન્દ્રિયજ્ઞાન છે. આહા..હા! પ્રભુ! કોઈ અપૂર્વ વાત છે આ દશ ગાથા! આ દશ ગાથા એવે ટાઈમે લખાણી છે આહા...! જે જાણે...એના માટે લખાણી છે!
જે જાણે...ને માને નહીં એના માટે આ ગાથા નથી.?
આહા...હા ! છત્રીસ ગુણો જે આચાર્ય પ્રભુના...જે પૂજનિક છે આપણને ! એ ગુણની આપણે પૂજા કરીએ છીએ. દોષની પૂજા ન થાય, ગુણ પૂજનિક છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુજીના જે ગુણો છે ને એ પૂનિક છે વ્યવહારે પૂજનિક છે. એ પૂજનિક હોવા છતાં પણ પ્રભુ સાંભળ ! એની પૂજાનો વિકલ્પ તે આત્માનું જ્ઞાન નથી. અને વિકલ્પનું જ્ઞાન પણ આત્માનું જ્ઞાન નથી.
છત્રીસ ગુણો છે ને! ભગવાનના-આચાર્ય પ્રભુના! આહા...! નમો અરિહંતાણં, નમો સિદ્ધાંણ, નમો આયરિયાણં, હું નમસ્કાર કરું છું આચાર્ય પ્રભુ આપને, આપના ગુણને નમસ્કાર કરું છું, કે મારે પણ આપના જેવું થાવું છે ને એટલે હું નમસ્કાર કરું છું. હું શુભભાવ માટે નમસ્કાર કરતો નથી. આહા..હા! અમારી ભાવિ પર્યાયમાં પણ... આચાર્ય, ઉપાધ્યાય/કોઈને આચાર્ય, કોઈને ઉપાધ્યાય, કોઈને સામાન્ય સાધુ (પદ) થવાનું જ છે ને પર્યાય! એ પર્યાયને જાણે તે આત્માનું જ્ઞાન નથી. ( શ્રોતાઃ ) વાહ! વાહ !
આચાર્ય પછી ઉપાધ્યાય (એમના ) કેટલા ગુણો ? પચ્ચીસ. ઉપાધ્યાયજીના પચ્ચીસ ગુણો! એનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com